________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨-પ્રકાશશક્તિ : ૭૧ છે. ભાઈ ! જરા સ્થિર થઈને, અને ધીર થઈને તું પોતે પોતાના ચૈતન્ય અરીસામાં અંતર્મુખ જુએ તો તેમાં પોતાનું શુદ્ધસ્વરૂપ દેખાય ને સાથે લોકાલોક પણ જણાઈ જાય. અહો! આવો આશ્ચર્યકારી ચૈતન્યચમત્કાર પ્રભુ તું આત્મા છો. માટે હું ભાઈ ! તું પરને જાણવાની આકાંક્ષાથી-આકુળતાથી બસ કર, ને અંતર્મુખ થઈ સ્વરૂપમાં ઠરી જા. અહાહા..! તેથી પરમસુખની પ્રાપ્તિરૂપ આત્મોપલબ્ધિ થશે અને તારા સ્વચ્છ ઉપયોગમાં લોકાલોક સ્વયમેવ ઝળકશે. અહા ! આવું સ્વચ્છત્વશક્તિનું પરિણમન છે! અહા ! કેવી સ્વચ્છતા !
પ્રશ્ન:- લોકાલોકનું જ્ઞાન થાય તેમાં લોકાલોક નિમિત્ત છે, નિમિત્ત છે કે નહિ?
ઉત્તર- લોકાલોકનું અહીં પોતાની પર્યાયમાં જ્ઞાન થયું તેમાં લોકાલોક અવશ્ય નિમિત્ત છે, નિમિત્ત છે નહિ એમ કયાં વાત છે? પણ તેથી કરીને અહીં સ્વચ્છતાની જે પર્યાય થઈ તેનો કર્તા કોઈ લોકાલોક નથી. ઉપયોગની સ્વચ્છતાની પર્યાયમાં અનેકરૂપતા આવી તે પોતાની પર્યાયનો સ્વભાવ છે, તેમાં લોકાલોકનું કાંઈ જ કાર્ય નથી. સમજાણું કાંઈ....? નિમિત્ત નથી એમ વાત નથી, પણ નિમિત્તથી ઉપાદાનનું કાંઈ કાર્ય થાય એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! આ તો જૈનદર્શનની મૂળ વાત છે.
જુઓ, શાસ્ત્રમાં આવે છે કે-લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત છે. આખો લોકાલોક-છ દ્રવ્યો, તેના દ્રવ્ય-ગુણપર્યાયો, અનંતા સિદ્ધો અને અનંતા નિગોદના જીવ આદિ–એમાં કેવળજ્ઞાન નિમિત્ત છે. શું તેથી એમ અર્થ છે કે કેવળજ્ઞાને લોકાલોક બનાવ્યો છે? એમ કદીય નથી. ન તો લોકાલોક કેવળજ્ઞાનનું વાસ્તવિક કારણ છે, ન કેવળજ્ઞાન લોકાલોકનું કારણ છે. આ વસ્તુસ્થિતિ છે.
અહા ! આ સ્વચ્છત્વશક્તિ દ્રવ્યના અનંત ભાવોમાં વ્યાપક છે, જેથી દ્રવ્ય સ્વચ્છ, ગુણ સ્વચ્છ ને સ્વાભિમુખ થયેલી પર્યાય પણ સ્વચ્છ છે; બધું જ સ્વચ્છ-જ્ઞાન સ્વચ્છ, દર્શન સ્વચ્છ, આનંદ સ્વચ્છ, વીર્ય સ્વચ્છ ઇત્યાદિ અનંત સ્વભાવો સ્વચ્છ છે, નિર્મળ છે. ભાઈ ! તારી સ્વચ્છત્વશક્તિ એવી છે કે તારા દ્રવ્ય-સ્વભાવમાં વિકાર સમાતો નથી, ને દ્રવ્યસ્વભાવમાં અભેદપણે પરિણમતાં પ્રગટ પર્યાયમાં પણ વિકાર સમાતો નથી. અહાહા...! આંખમાં જેમ ૨જકણ સમાય નહિ તેમ આત્માના સ્વચ્છ ઉપયોગમાં વિકારનો કણ પણ સમાય નહિ. અહો ! આવી અદ્દભુત સ્વચ્છત્વશક્તિ છે. લ્યો, -
આ પ્રમાણે અહીં સ્વચ્છત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
૧૨: પ્રકાશશક્તિ “સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (-સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ.”
અહીં શું કહે છે? કે ભગવાન આત્મામાં એવી પ્રકાશશક્તિ છે જે સ્વયં એટલે પોતાથી જ પ્રકાશમાન છે, અને સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. અહા ! પોતાથી પોતાનું પ્રત્યક્ષ વેદન થાય એવી આત્મામાં ત્રિકાળ પ્રકાશશક્તિ છે. આમાં મહત્ત્વની બે વાત છે. કે આત્માનો પ્રકાશસ્વભાવ
(૧) પોતે પોતાથી જ પ્રકાશમાન છે; એને કોઈ પરની અપેક્ષા નથી. (૨) સ્પષ્ટ સ્વસંવેદનમયી છે. સ્વાનુભવમાં આત્મા પ્રત્યક્ષ સ્પષ્ટ જણાય એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે.
અહા ! જેમ દીવો સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, તેને દેખવા-પ્રકાશવા બીજા દીવાની જરૂર નથી તેમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનું બિંબ પ્રભુ સ્વયં પોતાથી જ પ્રકાશમાન છે, અહાહા...! સ્વસંવેદનમાં પોતે જ પોતાને પ્રકાશી રહ્યો છે; તેને પ્રકાશવા-જાણવા બીજા કોઈની-રાગની, વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. અહાહા..! વ્યવહારની (વ્રતાદિ રાગની) કે નિમિત્તની (દેવ-ગુરુ આદિની) અપેક્ષા વિના જ સ્વસંવેદનમાં-સ્વાનુભવમય દશામાં પ્રત્યક્ષ થાય એવો આત્માનો પ્રકાશસ્વભાવ છે. ભાઈ ! બાહ્ય નિમિત્તથી કે વ્યવહારથી પ્રત્યક્ષ વેદનમાં આવે એવું આત્માનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ?
અહાહા..! આત્મામાં જેમ જ્ઞાન, દર્શન આદિ છે તેમ એક પ્રકાશશક્તિ છે. તેનું કાર્ય શું? તો કહે છેસ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય તે તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન થતાં મતિ-શ્રુતજ્ઞાનમાં સંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય-અનુભવાય તે આ શક્તિનું કાર્ય છે. કોઈ કહે કે મને અરૂપી આત્મા કેમ જણાય? તો કહે છે-સ્વસંવેદનમાં આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com