________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
નિશ્ચય અને વ્યવહાર ( રત્નત્રય ) છે એક બીજાથી વિરોધી, પણ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં જેમ વિરોધ છે તેમ, જ્ઞાન જ્યાંસુધી પૂર્ણતાને ન પામે ત્યાંસુધી, જ્ઞાન અને રાગને સાથે રહેવામાં વિરોધ નથી. શાસ્ત્રમાં તેમની પરસ્પર મૈત્રી પણ કહી છે. પણ મૈત્રીનો અર્થ એ સ્થાનમાં (ભૂમિકામાં) બે સાથે હોય છે એટલું જ બસ. વ્યવહાર છે માટે નિશ્ચય પ્રગટે છે, વા વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ એનો અર્થ નથી. મૈત્રી એટલે મદદ કરે છે એમ એનો અર્થ નથી; કેમકે નિશ્ચય સ્વ-આશ્રયે પ્રગટ થાય છે, ને વ્યવહાર પર-આશ્રયે પ્રગટે છે, નિશ્ચય ( મોક્ષમાર્ગ) અબંધ મોક્ષનું કારણ છે, ને વ્યવહાર (મોક્ષમાર્ગ) બંધનું કારણ છે. બન્ને છે તો તદ્દન વિરુદ્ધ, પણ એ જાતનો વ્યવહારનો વિકલ્પ એ સ્થાનમાં શ્રદ્ધા-જ્ઞાન તે સ્થિરતાને બાધા કરતો નથી, પણ તેને ઓળંગીને જ વિશેષ-વિશેષ સ્થિરતાનાં સ્થાનો પ્રાપ્ત થાય છે, ભાઈ, વસ્તુસ્થિતિ જેમ છે તેમ રાખ. તેને ફેરવવાના વિકલ્પથી શું સાધ્ય છે? અંતરના આશ્રયમાં ઉપયોગ રહે બસ એ એક જ માર્ગ છે. વચમાં વ્યવહાર આવે, પણ એ સત્યાર્થ માર્ગ નથી. અરે ! તીર્થંકર અને કેવળીના વિરહ પડયા અને લોકો વિવાદમાં પડી ગયા!
ભાવપાહુડમાં આવે છે કે-ભાઈ, અંદર ચિદાનંદ ચૈતન્ય પરમેશ્વર પ્રભુ તું છો, તેના આશ્રય વિના તારા બધા ક્રિયાકાંડ ફોગટ ગયા, કેમકે રાગની એ બધી ક્રિયા આત્માને ધર્મનું સાધન નથી. અહા! આવા ક્રિયાકાંડ તેં અનંત વાર કર્યા, પણ તે તને સાધન ન થયા. ભાઈ, એક સ્વના આશ્રયે જ ધર્મ-વીતરાગતા પ્રગટે છે. આ એક જ માર્ગ છે. આવી વસ્તુસ્થિતિ છે. સાધકપણાની શરુઆત સ્વ-આશ્રયે સ્વાનુભવથી થાય છે, ને તેની વૃદ્ધિ અને પૂર્ણતા પણ સ્વ-આશ્રયે સ્વાનુભવથી થાય છે. સમયસાર નાટકમાં આવે છે ને કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.
અહાહા...! સ્વાનુભવની સિદ્ધિ થતાં, ગુલાબ જેમ લાખ પાંખડીએ ખીલી ઉઠે તેમ, ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અનંત પર્યાય-પાંખડીએ ખીલી ઉઠે છે. અહા! મુનિદશાની તો શી વાત! એને તો પ્રચુર સ્વસંવેદનની દશા છે. અહાહા...! પ્રચુર એટલે પુષ્કળ, સ્વ એટલે પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ આનંદનું વેદન-એવી અલૌકિક મુનિદશા છે. એનો જે ઉપાસક થાય તેય સમિતી થઈ જાય છે; કેમકે જેણે ગુરુને ઓળખ્યા તેણે સાત તત્ત્વ જાણ્યાં છે. ને તેણે પોતાના આત્માનેય જાણ્યો-ઓળખ્યો છે. અહાહા...! સાધુ-ગુરુ કોને કહીએ ? સ્વરૂપની અતિ ઉગ્ર રમણતા તે સાધુદશા છે. પ્રવચનસારમાં સાધુને મોક્ષ તત્ત્વ કહ્યું છે. મોક્ષની તળેટીમાં વિરાજે છે ને! અહાહા...! જ્યાંસુધી શુદ્ધ રત્નત્રયની પૂર્ણતા ન થાય ત્યાંસુધી જ્ઞાનનું સાધકપણે પરિણમન છે, તે અપૂર્વ એવું અલૌકિક પરિણમન છે. સમજાય છે કાંઈ... ?
હવે કહે છે– જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે.' જુઓ, નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય એમ કહ્યું એ વ્યવહારનયનું કથન છે. કર્મ તો ૫૨દ્રવ્યની દશા છે, એનો ક્ષય તો એના કારણે થાય છે. કર્મનો ક્ષય થવાનો. એ જ કાળ છે, બાકી કેવળજ્ઞાન આત્મામાં પ્રગટ થયું એનાથી કર્મનો ક્ષય થયો છે એમ નથી, અને કર્મના ક્ષયના કારણે અહીં કેવળજ્ઞાન થયું છે એમેય નથી. આ તો વ્યવહારનયની કથનપદ્ધતિ આવી છે બાપુ! બાકી શું પરદ્રવ્યની પર્યાય આત્મા કરે ? ના કરે, કદીય ના કરે. આત્મા સિદ્ધરૂપે પરિણમે તે આત્માની દશા છે, ને કર્મનો ક્ષય તે તેની-પરમાણુની દશા છે. બન્ને ભિન્ન ભિન્ન પરિણમન પોતપોતાથી છે. આવી વાત!
સ્વ-આશ્રયે સ્વાનુભવ થતાં, તથા તેમાં વૃદ્ધિ થતાં જ્યાં પૂર્ણદશાને પર્યાય પ્રાપ્ત થઈ, પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થયું તે હવે અસ્ખલિત-પાછું ફરે નહિ એવો એનો નિર્મળ સ્વભાવભાવ છે. અહાહા...! જેવો પૂર્ણ કેવળજ્ઞાનસ્વભાવ દ્રવ્યરૂપે છે તેવી પૂર્ણ કેવળજ્ઞાન જ્યોતિ ઝળહળતી પર્યાયરૂપે પ્રગટ થઈ ગઈ તે હવે પડે નહિ તેવો સ્વભાવભાવ છે. આને અરિહંત અને સિદ્ધની ૫૨માત્મદશા કહે છે. હવે અહીં તો વ્યવહારત્નત્રયનું નામ-નિશાનેય ના રહ્યું. સમજાણું sies...?
ભાઈ ! આ તારા ઘરની ને તારા હિતની વાત છે. અરે, અનંત કાળમાં પ્રભુ! તેં શું શું ના કર્યું? બધું જ કર્યું, એક સ્વ-આશ્રય ના કર્યો. જીવ જ્યારે સ્વ-આશ્રર્ય સ્વાભિમુખ થઈ પરિણમશે ત્યારે એને ધર્મ થશે. અહાહા...! ત્રણલોકનો નાથ ચૈતન્યમહાપ્રભુ અંદર વિરાજે છે તેના આશ્રયમાં-શરણમાં જ્યાં ગયો ત્યાં એ મોટાની ઓથે ગયો; હવે એને શું ચિંતા છે? કેવળજ્ઞાન થશે જ થશે. બીજ ઉગે તે પૂનમ થાય, તેમ સાધકપણું પ્રગટયું તે સિદ્ધ થશે જ થશે. સાધકની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com