________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સૂક્ષ્મ છે. તે સ્થળ સ્કંધમાં ભળતાં સ્થળરૂપે પરિણમન કરે છે, ત્યાં તે પોતાની પર્યાયની યોગ્યતાથી સૂક્ષ્મમાંથી સ્થૂળરૂપે પરિણમે છે; તેમાં સ્થૂળ સ્કંધ તેને કારણભૂત નથી. બે ગુણ ચીકાશવાળો એક પરમાણ, ચાર ગુણ ચીકાશવાળા અન્ય પરમાણું સાથે ભળતાં ચાર ગુણ ચીકાશરૂપે પરિણમી જાય છે તે પોતાની પર્યાયની શક્તિની યોગ્યતાથી ચાર ગુણ ચીકાશરૂપે પરિણમે છે. નિમિત્તના કારણે તે પરમાણુ ચાર ગુણ ચીકાશપણે પરિણમે છે એમ નથી. અહા ! ઉત્પાદવ્યયધૃવત્વ એ પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે, અને તેથી તે (દ્રવ્ય) સ્વતંત્રપણે પોતાથી જ ઉત્પાદવ્યયરૂપે પરિણમે છે. અહા ! સ્વસમ્મુખતાના અંત:પુરુષાર્થપૂર્વક નિર્વિકલ્પ અનુભવ થયા વિના આ ક્રમબદ્ધ આદિનું યથાર્થ જ્ઞાન થતું નથી. ખાલી ક્રમબદ્ધનું નામ લઈ પુરુષાર્થહીન થવું એ તો સ્વચ્છંદતા છે, અજ્ઞાન છે.
અહા ! આત્માને પોતાના અંતરંગ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જ અન્ય જીવપુદગલાદિ દ્રવ્યોના દ્રવ્ય-ગુણપર્યાયનું યથાર્થ જ્ઞાન થાય છે. આ વાત સમયસાર કળશટીકા, કળશ ૬૦માં કહી છે. ત્યાં કહ્યું છે-“જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ. ભાવાર્થ આમ છે કે-જેમ
અગ્નિસંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ “ઊનું પાણી’ એમ કહેવાય છે, તો પણ સ્વભાવ વિચારતાં ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન, વિચારતાં ઊપજે છે.” જુઓ, આ ભેદજ્ઞાન! ઉષ્ણતા પાણીનું સ્વરૂપ નથી, તેમ રાગ-વિકાર આત્માનું સ્વરૂપ નથી. હવે આમ છે ત્યાં રાગથીવ્યવહારથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? એમ છે નહિ.
અહા ! સત છે તે ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ છે. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે “ઉત્પાવ્યાધ્રૌવ્યયુવતમ્ સત', તેનું અહીં ઉત્પાદત્રયધૃવત્વશક્તિરૂપે વર્ણન કર્યું છે. કહે છે-ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્ય ધૃવત્વ શક્તિ. તેમાં ક્રમવૃત્તિરૂપ પર્યાયો ઉત્પાદવ્યયરૂપ છે, ને અક્રમવૃત્તિરૂપ ગુણો તે ધ્રુવતારૂપ છે. આવા ક્રમ-અક્રમવર્તી ભાવોનો સમૂહ અર્થાત્ ગુણપર્યાયોના એક પિંડ તે દ્રવ્ય છે. આત્મા અને જગતના સર્વ દ્રવ્યો આવા ઉત્પાદ-વ્યયધ્રુવસ્વરૂપ સહજ પોતાથી છે. અહા ! આવા નિજ આત્મદ્રવ્યનો નિર્ણય કરી દ્રવ્યસ્વભાવમાં એકાકાર થઈ પરિણમે તેને સ્વભાવ-આશ્રિત નિર્મળ નિર્મળ પર્યાયોનો ઉત્પાદ થાય છે. આનું નામ ધર્મ છે.
પ્રશ્ન:- સમયસાર, ગાથા ૩૮ની ટીકામાં પર્યાયને ક્રમ-અક્રમરૂપ પ્રવર્તતી કહી છે તે શું છે?
ઉત્તર:- હા, ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. ત્યાં “અક્રમ” એટલે પર્યાય આગળ-પાછળ થાય છે એવો અર્થ નથી. ત્યાં કહ્યું છે-“ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું.” હવે આમાં ગતિની પર્યાય એક પછી એક થાય છે તેથી તેને ક્રમરૂપ પ્રવર્તતો ભાવ કહેલ છે; ને યોગ, કષાય, વેશ્યા આદિ ભાવો એક સાથે હોય છે તેથી તેને અક્રમરૂપ પ્રવર્તતા ભાવો કહેલ છે. પ્રત્યેક ગુણમાં થતું પરિણમન તો ક્રમવર્તી જ હોય છે એમ યથાર્થ જાણવું. લ્યો,
આ પ્રમાણે અહીં ઉત્પાદત્રયધુવત્વશક્તિ પૂરી થઈ.
*
૧૯: પરિણામશક્તિ દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત (–સ્પર્શિત), સદ્ગશ અને વિદ્રશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ.'
જુઓ, ત્રિકાળી સ્વદ્રવ્યના લક્ષે થતાં જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં એકલું જ્ઞાન જ નથી, પણ જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય આદિ અનંત શક્તિઓ ભેગી ઉલ્લસે છે; તેમાં એક “પરિણામશક્તિ' છે. કેવી છે આ પરિણામશક્તિ? તો કહે છે-“દ્રવ્યના સ્વભાવભૂત ઘવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સદ્ગશ અને વિદ્ગશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે.” જુઓ, શું કીધું? કે આત્મા દ્રવ્ય છે તેના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યયઉત્પાદ છે. ધ્રૌવ્ય-નિત્ય ટકવાપણું દ્રવ્યના સ્વભાવથી જ છે, ને ક્ષણે ક્ષણે પર્યાયના થતાં ઉત્પાદ-વ્યય પણ દ્રવ્યના સ્વભાવથી જ છે. મતલબ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેય પરથી નથી. પરને-નિમિત્તને લીધે આત્માના પરિણામ ઉપજે છે એમ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com