________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૫ ગુણના કાર્યનું ઉપાદાન તો ગુણ પોતે જ છે. હવે આવો વીતરાગનો મારગ સૂક્ષ્મ છે. એને સમજ્યા વિના લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો-એમ એકલા ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. પણ એ તો બધી રાગની ક્રિયા છે બાપુ! એ કાંઈ ધર્મ નથી, પણ ધર્મથી વિરુદ્ધ ભાવ છે.
ભાઈ ! પ્રત્યેક શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી તો પ્રત્યેક શક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન છે. આ તો દરિયો છે, આત્માની જીવત્વ શક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે, અને એનું પરિણમન થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય ઉત્પન્ન થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. રાગ તે ક્ષણિક ઉપાદાન એ વાત અહીં છે નહિ. અહીં તો શક્તિ ને શક્તિનું પરિણમન શુદ્ધ છે એમ વાત છે.
તો પ્રવચનસારમાં રાગનો કર્તા જ્ઞાની છે એમ આવે છે?
સમાધાન: ત્યાં પ્રવચનસારમાં ૪૭ નયોનું વર્ણન જ્ઞાનપ્રધાન શૈલીથી કરેલું છે. ત્યાં આત્માનુભવ થતાં જીવત્વશક્તિનું નિર્મળ પરિણમન થયું તે, તથા સાથે સમ્યગ્દર્શન-જ્ઞાન આદિનું પરિણમન જે છે તે એટલી તો શુદ્ધતા છે, તથા જેટલો રાગ બાકી છે એટલી અશુદ્ધતા છે. પરિણમનની અપેક્ષા જેટલું રાગનું પરિણમન છે એનો કર્તા જ્ઞાનીનો આત્મા છે એમ ત્યાં જ્ઞાનપ્રધાન શૈલીથી કહ્યું છે. કરવાલાયક છે એ અપેક્ષા (દષ્ટિની અપેક્ષા) જ્ઞાની રાગનો કર્તા છે એમ નહિ, પણ પોતાની પર્યાયમાં રાગનું પરિણમન છે તેને જ્ઞાની જાણે છે કે આ રાગ મારું પરિણમન છે ને તે મારામાં થયેલો મારો અપરાધ છે.
જ્યારે અહીં શક્તિના અધિકારમાં દૃષ્ટિની પ્રધાનતાથી વાત છે. અહાહા...! આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ છેએમ આત્મદ્રવ્યની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદ ઉત્પન્ન થાય છે, એમાં દુ:ખની પર્યાય ઉત્પન્ન થાય એમ છે નહિ. દષ્ટિપ્રધાન શૈલીમાં તો સ્વભાવના આશ્રયે નિર્મળતા પ્રગટ થાય તે આત્મા છે; રાગને આત્માની પર્યાય ગણી નથી. દષ્ટિ અશુદ્ધતાને આત્માપણે સ્વીકારતી નથી. દષ્ટિનો વિષય અભેદ એક નિર્વિકલ્પ ચૈતન્યમાત્ર આત્મા છે, ને દૃષ્ટિ પણ નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપ છે. તેમાં રાગનો સ્વીકાર જ નથી. તેથી શક્તિના અધિકારમાં રાગ તે ક્ષણિક ઉપાદાન એમ વાત છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ....?
જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે. તેથી જ્ઞાન સ્વને જાણે છે, જે શુદ્ધતા થઈ તેને જાણે છે, ને જે બાકી અશુદ્ધતા-રાગનું પરિણમન છે તેને પણ આ મારો અપરાધ છે એમ જાણે છે. હવે આવી વાત! આ તો ૧૯મી વાર ચાલે છે ભાઈ ! પણ સમજે નહિ તો શું થાય? એ તો શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું ને કે
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત.
રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. અરે ભાઈ ! તારું સ્વસ્વરૂપ સમજ્યા વિના તારો અનંતકાળ અનંત દુઃખમાં જ વ્યતીત થયો છે. રાગથી ભિન્ન પડી સ્વસ્વરૂપનાં દષ્ટિ અને અનુભવ કરતાં સુખ પ્રગટે છે એવું શ્રી સદગુરુ ભગવતે સ્વરૂપ બતાવ્યું છે. અહો ! આ તો આ પંચમકાળમાં અમૃતના મેહુ વરસ્યા છે. ભાઈ ! આમાં તો દુનિયાથી સાવ જુદી વાત છે.
અહીં કહે છે-જીવનશક્તિને ધરનાર ધૃવધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માની દષ્ટિ થતાં જે ક્રમવર્તી જીવનશક્તિનું નિર્મળ પરિણમન થયું તેમાં મલિનભાવનો-અશુદ્ધતાનો-વ્યવહારનો અભાવ છે. આ અનેકાન્ત છે. અત્યારે તો બધી ગડબડ ચાલે છે; એમ કે વ્યવહાર કારણ ને નિશ્ચય કાર્ય-એમ કેટલાક કહે છે, પણ ભાઈ ! એનો અહીં નિષેધ કરે છે. જેમ લસણ ખાય ને કસ્તુરીનો ઓડકાર આવે એમ કદી બને નહિ તેમ વ્યવહારથી-રાગથી નિશ્ચય-વીતરાગતા થાય એમ કદી બને નહિ. આ તો ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે બાપુ !
દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે કહ્યું છે કે પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુનું ધ્યાન કરતાં અંદર નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે, ને સાથે વ્યવહાર મોક્ષમાર્ગ પણ પ્રગટે છે. આનો અર્થ શું? અહાહા...! ધ્યાનદશામાં ધ્યાનકાળે જેટલી નિર્મળતા પ્રગટ થઈ એટલો તો નિર્મળ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને જે અલ્પ રાગાંશ બાકી છે તેને ત્યાં આરોપ આપીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. લ્યો, આનું નામ તે નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ ધ્યાનમાં એકસાથે પ્રગટ થાય છે. બાકી વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ નથી. એ તો રાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com