________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આદિ નિર્મળ પર્યાયોને જ ક્રમવર્તી લીધી છે. રાગાદિ અશુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય તેને અહીં ક્રમવર્તી પર્યાયોમાં લીધી નથી. (કેમકે શક્તિના અધિકારમાં વિકારી પર્યાયોને ૫૨ ગણી છે. )
અહાહા...! આ જ્ઞાનમાત્ર આત્મા કીધો એમાં દષ્ટિ પૂરણ દ્રવ્ય જે એક જ્ઞાયકરૂપ છે તેના ઉપર જાય છે; અને ત્યારે પર્યાયમાં નિરાકુલ આનંદ અને શુદ્ધ-પવિત્ર જીવન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ જીવન છે. બાકી વર્તમાન પર્યાય નિજ દ્રવ્યને-એક જ્ઞાનમાત્ર આત્માને છોડીને પ૨ને-વિકારને દેખે એ તો વિપરીત દૃષ્ટિ છે. અન્યમતના ભજનમાં આવે છે ને કે–
‘નંદલાલ નહિ રે આવું રે ઘરકામ છે.'
આ તો શ્રી કૃષ્ણને જે સખી હતી તે કહે છે કે-તારી પાસે નહિ આવું, કેમકે ઘરે કામ છે. તેમ અનાદિથી અજ્ઞાની જીવ હઠથી નિજ આત્મા પ્રતિ એવો જ ભાવ રાખે છે કે
‘નંદલાલ નહિ રે આવું રે ૫૨–કામ છે.'
અહા! અજ્ઞાની જીવને અનાદિથી એવી મિથ્યા માન્યતા છે કે તેની પર્યાય સ્વઘરમાં ન જતાં પરના કામમાં જ ગૂંચાયેલી રહે છે; ૫૨કામનું એ બહાનું કાઢી સ્વઘરમાં જતી નથી. પરંતુ ભાઈ ! એ મહાવિપરીતતા છે. એનું ફળ બહુ આકરું છે બાપુ ! પોતાને જાણે-દેખે તે જ સાચું જ્ઞાન છે અને તે જ સાચું જીવન છે.
જુઓ, આ શક્તિઓનો અધિકાર છે. આ શક્તિઓનું વિશેષ વર્ણન શ્રી દીપચંદજીકૃત અધ્યાત્મ પંચસંગ્રહ ગ્રંથના ‘જ્ઞાનદર્પણ ' વિભાગમાં બહુ સુંદર આવે છે. વળી આ જીવત્વશક્તિનું વર્ણન પં. શ્રી દીપચંદજીએ ચિદ્વિલાસમાં પણ બહુ સુંદર કરેલું છે. પં. શ્રી દીપચંદજી સમકિતી આત્મજ્ઞાની પુરુષ હતા. તેઓ એક સ્થાન ૫૨ કહે છે -બધા આત્મા સાધર્મી છે. ભગવાનને સંબોધીને કહે છે-ભગવાન! હું તમારો સાધર્મી છું. (અમારી) પર્યાયમાં જરી ભૂલ છે તેને એક બાજુએ રાખીએ તો, અહાહા...! જેમ આપ દ્રવ્યસ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન છો તેમ હું પણ દ્રવ્યરૂપથી પરિપૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન છું. અહાહા...! તેથી આપ મારા સાધર્મી છો. અરે! શુદ્ધ જીવત્વશક્તિ અપેક્ષા બધા આત્માઓ મારા સાધર્મી છે. તેઓ એક ઠેકાણે કહે છે-આ જીવત્વ શક્તિ જીવને લોકમાં મહા સુખદાયી છે. અહા! જેની પર્યાયમાં આ જીવત્વ શક્તિ વ્યાપી-પ્રગટ થઈ તેના સુખનું શું કહેવું? લોકમાં તે અપાર સુખી છે, ને તે પરમ સુખને પ્રાપ્ત થશે.
આ તો અધ્યાત્મની અલૌકિક વાતું બાપુ! આ કોઈ લૌકિક કથા-વાર્તા નથી. અહાહા..! અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા પવિત્ર જીવનના ધારક વીતરાગી દિગંબર સંતોને અંતરમાં (અકારણ ) કરુણાનો વિકલ્પ ઉઠયો, અને આ શાસ્ત્ર રચાઈ ગયાં છે. અહા! તેઓ તો જે વિકલ્પ ઉઠયો તેનાય સ્વામી નથી. અહાહા...! તેઓ અહીં શાસ્ત્રમાં કહે છે–ભગવાન! તું જ્ઞાન, આનંદ, ઇત્યાદિ અનંત ગુણ લક્ષ્મીનો ધરનાર જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છો. અને આ ચૈતન્યમાત્ર પ્રાણને ધરનારી જીવનશક્તિ પણ તારી અંતરંગ લક્ષ્મી છે. અહાહા...! આવી જીવનશક્તિ, એક જ્ઞાનમાત્રવસ્તુના આશ્રયમાં જતાં, પર્યાયમાં પ્રગટ થાય છે અને ત્યારે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી ઊછળે છે. આ રીતે જીવનશક્તિમાં ધ્રુવ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બન્ને આવી જાય છે. ત્રિકાળી જીવનશક્તિ તે ધ્રુવ ઉપાદાન છે, અને પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનું નિર્મળ પરિણમન થયું તે ક્ષણિક ઉપાદાન છે. અહાહા...! દ્રવ્યની દષ્ટિ થતાં જીવનશક્તિનું નિર્મળ પરિણમન થયું ત્યારે પર્યાયમાં નિર્મળ જ્ઞાન, નિર્મળ આનંદ, નિર્મળ પ્રભુતા, નિર્મળ સ્વચ્છતા ઇત્યાદિ અનંતગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષમાર્ગ છે; અને આ ક્ષણિક ઉપાદાન છે. અહા! આ ભાવમાં (ક્ષણિક ઉપાદાનમાં) વ્યવહારનો અભાવ (નાસ્તિ ) છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો સર્વથા અભાવ છે એમ નહિ, વ્યવહારમાં વ્યવહાર ભલે હો, પણ શક્તિના પરિણમનમાં વ્યવહાર નામ અશુદ્ધતા-રાગ સમાતો નથી, અભાવરૂપ છે, કેમકે શક્તિ શુદ્ધ અને તેનું પરિણમન પણ શુદ્ધ છે. અશુદ્ધતા એ કાંઈ શક્તિનું કાર્ય નથી; અશુદ્ધતા તો ૫૨ના ને પર્યાયના લક્ષે થાય છે, પરંતુ ધર્મીને ૫૨ની ને પર્યાયની દષ્ટિ જ છૂટી ગઈ છે. સમજાણું કાંઈ ?
જુઓ, દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. ત્યાં એક શક્તિનું ક્ષેત્ર ભિન્ન અને બીજી શક્તિનું ક્ષેત્ર ભિન્ન-એમ નથી, પરંતુ એક જીવનશક્તિ બીજી અનંત શક્તિમાં વ્યાપક છે. એક એક શક્તિ બીજી અનંતમાં વ્યાપક છે. વળી એક એક શક્તિ બીજી અનંતને નિમિત્ત છે, એટલે એક ગુણ કારણ (નિમિત્ત) અને બીજો ગુણ કાર્ય એમ કહેવામાં આવે છે, આ વ્યવહાર છે; નિશ્ચયથી તો ગુણ પોતે જ કારણ છે, ને પોતે જ કાર્ય છે. નિમિત્ત એટલે શું? કે એક ગુણના પરિણમન કાળે બીજો ગુણ અનુકૂળપણે છે, બન્નેનો સમકાળ ને સમવ્યાતિ છે બસ; કોઈ કોઈનું પરિણમન કરી દે છે એમ નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com