________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે તે અશુદ્ધ નિશ્ચયનયથી છે. શુદ્ધ નિશ્ચયનયથી તે કાંઈ જીવના વાસ્તવિક પરમાર્થ જીવનરૂપ નથી; કેમકે તે અશુદ્ધ ભાવપ્રાણ શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી. જુઓ, એના (અશુદ્ધ ભાવપ્રાણ ) વિના જ સિદ્ધ ભગવંતો સાદિ-અનંત પરમ સુખમય પારમાર્થિક જીવન જીવે છે. સિદ્ધોને સર્વથા દશપ્રાણરૂપ જીવત્વ નથી. દ્રવ્ય-ગુણમાં તો પહેલેથી જ (સંસાર દશાથી જ ) દશપ્રાણ ન હતા, હવે (સિદ્ધદશામાં) પર્યાયમાં પણ તેનો અભાવ થયો છે. સમજાણું કાંઈ...? દશ પ્રકારના વ્યવહાર પ્રાણોથી જીવ જીવે છે–એમ કહેવું તે ઉપચારનું કથન છે. અહીં એ વાત નથી. અહીં તો જીવ સદાય પોતાના ચૈતન્યભાવપ્રાણથી જ જીવે છે એવી તેની જીવત્વશક્તિ છે–એમ વાત છે. અહા ! આવા ચૈતન્યમાત્ર ભાવરૂપ આત્માને જે લક્ષમાં લે તેને અનંતગુણ એકસાથે જ નિર્મળ પરિણમી જાય છે, તેને શુદ્ધ જીવત્વની ક્રમવર્તી દશા પ્રગટ થાય છે, અર્થાત્ સાચા પવિત્ર જીવનનો ક્રમ તેને શરૂ થાય છે. આવી વાત છે.
જ્ઞાનપ્રાણ, દર્શનપ્રાણ, આનંદપ્રાણ, વીર્યપ્રાણ-એમ આ શક્તિરૂપ ચૈતન્યભાવપ્રાણ છે. અહા ! આ ચૈતન્યભાવપ્રાણ વડે જીવ ત્રિકાળ જીવે છે. આત્મદ્રવ્ય છે તેના જીવનને કારણભૂત આ ચૈતન્યભાવપ્રાણ છે. અહા ! આવા ચૈતન્યભાવપ્રાણને ધારી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ છે. પરંતુ દેહને, ઇન્દ્રિયને, આયુને કે રાગને ધારી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ નથી. અરે, આત્માની અનંત શક્તિઓમાં, આ દેહાદિ જડ પ્રાણોને ધારણ કરે એવી કોઈ શક્તિ નથી. તેથી જડપ્રાણોથી હું જીવું છું એમ માને એ તો મિથ્યા છે. એવું જીવન પણ મિથ્યા છે. દેહાદિ જડના લક્ષે પરિણમે એ જીવન મિથ્યા છે, દુર્દશામય છે.
અરે ! આવી વાત એણે કદી સાંભળી નથી. પણ અરેરે ! આ જિંદગી ચાલી જાય છે ભાઈ ! આ દેહ તો ફૂ થઈ છૂટી જશે, અને ૮૪ના અવતારમાં જીવ કયાંય ચાલ્યો જશે. ભાઈ ! તારી દયા કરનાર ત્યાં કોઈ નહિ હોય. અને જગતમાં તારી ચૈતન્યવહુ સિવાય તને કોણ શરણ છે? માટે જ્ઞાનમાત્ર આત્મા ચૈતન્ય-પરમેશ્વર તું પોતે જ પોતાનું શરણ છો એમ જાણી તેમાં એકાગ્ર થા, ને ત્યાં જ લીન થા; તને જીવનું સાચું આનંદનું જીવન પ્રાપ્ત થશે.
અહા ! ત્રણલોકના નાથ ભગવાન જિનેશ્વરદેવ આત્માનું સ્વરૂપ એવું ફરમાવે છે કે આત્મામાં અનંત શક્તિઓ–ગુણો છે. તે એક શક્તિ બીજી શક્તિરૂપે થતી નથી, પરંતુ દરેક શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે. જેમકે –આત્મામાં સત્તા-અતિ એક ગુણ છે. તે અતિ ગુણ બીજા અનંત ગુણમાં જતો નથી, પણ અસ્તિ ગુણનું રૂપ બીજા અનંત ગુણમાં હોય છે. જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે-એમ અનંત ગુણનું છે-પણું છે તે અસ્તિત્વગુણનું રૂપ છે; અસ્તિત્વગુણ નહિ, પણ અસ્તિત્વગુણનું રૂપ બીજા અનંતગુણમાં છે. આમ દરેક શક્તિમાં બીજી અનંત શક્તિઓ નથી, પરંતુ તેમનું રૂપ હોય છે. એવી રીતે જીવત્વ શક્તિનું રૂપ બીજી અનંત શક્તિઓમાં હોય છે જે વડ અનંત શક્તિઓ જીવંત છે જીવંત જ્ઞાન જીવંત દર્શન, જીવંત વીર્ય-અહાહા...! એવી અનંત શક્તિ જેનું જીવન છે એવો ભગવાન આત્મા છે. ભાઈ ! તને ખબર નથી પણ અંતરંગમાં તું દષ્ટિ-નજર કરે તો તું ન્યાલ થઈ જાય એવી અનંત ચૈતન્યસંપદાથી ભરેલી તારી ચીજ છે. અહીં જીવત્વશક્તિ કહીને આચાર્ય ભગવાન તારું વાસ્તવિક જીવન બતાવે છે. અમને તો સંવત ૧૯૭૮માં આ સયમસાર હાથ આવ્યું ત્યારે સહજ એવા ઉદ્ગાર નીકળેલા કે-અહો! અશરીરી (સિદ્ધ) થવા માટેનું આ શાસ્ત્ર-પરમાગમ છે.
ભાઈ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બૈરાં-છોકરાં ને પૈસા-એ બધું તો ધૂળધાણી છે, મસાણના ભભકા છે. જેમ મસાણમાં હાડકાં પડેલા હોય છે તેમાં ફોસ્ફરસને લઈને ચમક-ચમક થયા કરે; તેમ આ જગતમાં આત્મા સિવાય બહાર જે ભભકા દેખાય છે તે ફોસ્ફરસની ચમક જેવા છે. લાખોના બંગલા હોય, કરોડોની સંપત્તિ હોય-એ બધું જડ માટી-ધૂળ છે; તેની મૂઢ અજ્ઞાની જીવો કિંમત-મહિમા કરે છે. અહા ! અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે તેનો મહિમા અને પ્રતીતિ જેને આવતાં નથી તે બધા જીવો દુઃખી છે. બહારમાં પૈસાવાળા હોય તો ય દુ:ખી છે. એ પૈસાવાળાઓને લોકો ભલે શેઠ કહે, પણ તેઓ બધા હેઠ છે. અજ્ઞાનીઓને ધૂળની–પૈસાની કિંમત છે તેથી તેઓ પૈસાવાળાને શેઠ કહે છે, પણ ખરેખર તેઓ શેઠ નથી. (હઠ છે). અંદર ચૈતન્યલક્ષ્મીસ્વરૂપ પોતે છે તેનાં પ્રતીતિ ને અનુભવ કરે તે વાસ્તવમાં શેઠ-શ્રેષ્ઠ છે; લોકમાં તેનું જીવન શ્રેષ્ઠ છે.
ભાઈ ! આ તારા ઘરની વાત એક વાર સાંભળ તો ખરો. અરે પ્રભુ! અનંત ચૈતન્યસંપદાથી ભરેલી તારી ચીજતેને કદી નજરમાં લીધી નહિ, અને ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોને જ લક્ષમાં લીધા! તને શું થયું પ્રભુ! ભગવાનની ઓધ્વનિમાં તો આ આવ્યું કે-દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો-એ બધાનું લક્ષ છોડી, જ્ઞાનસ્વભાવ વડ જે અધિક ભિન્ન છે એવા ભગવાન આત્માનો અનુભવ કરી જેણે ઇન્દ્રિયોને જીતી છે તેનું નામ સમ્યગ્દષ્ટિ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com