________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩-કરણશક્તિ : ૧૯૭ સત્યાર્થ જાણી, “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.” અહાહા...! પંડિતપ્રવર ટોડરમલજીએ. કેટલી બધી સ્પષ્ટતા કરી છે! પણ અરે, જીવે ભગવાનનો માર્ગ રુચિ લાવીને સાંભળ્યો નથી; બસ એમ ને એમ વ્રતાદિને સાધન માની હાંકે જ રાખે છે. પણ બાપુ !
“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો” જુઓ, આમાં શું કહે છે? “સુખ લેશ ન પાયો'—એનો અર્થ એ થયો કે એ પરિણામ દુ:ખ છે. પંચ મહાવ્રત પાળ્યાં એનાથી લશ સુખ ના થયું, દુઃખ થયું. અહા ! અજ્ઞાનીને બહારનું ચારિત્ર (દ્રવ્ય ચારિત્ર) દુ:ખનું સાધન થાય છે. ભાઈ, તેને આ આકરું પડે છે, પણ સત્ય છે. અહાહા..! ચારિત્ર કોને કહીએ? જેમાં અંદર પ્રચુર આનંદની લ્હેર ઉઠે. તેનું નામ ચારિત્ર છે અને આત્મ સ્વભાવ જ તેનું સાચું સાધન છે. વ્રતાદિને સાધન કહ્યાં છે એ તો ઉપચારથી છે, મતલબ કે એમ નથી. ધર્મી તો એને હેય જાણે છે, ને અજ્ઞાની તેને ઉપાદેય જાણે છે. બન્નેમાં આવડો મોટો ફેર છે. આવી ગજબ વાત છે ભાઈ !
પાત્ર સમજનાર હોય તેને આ કહેવાય છે. પોતાની પાત્રતા ન હોય તેને સાક્ષાત કેવળીની વાણી પણ શું કરે? પાત્રતા પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. અહાહા...! આ પાત્રતા શું ચીજ છે? કે જેનાથી સમ્યગ્દર્શન પામે તેને પાત્રતા કહીએ. અહો ! સમ્યગ્દર્શનની સાથે સિદ્ધપદ જોડાયેલું છે. મતલબ કે જેને સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનરૂપી બીજ ઉગી તેને તે જ સ્વભાવના સાધન વડે સિદ્ધપદરૂપી પૂનમ થશે જ થશે. અહો ! આવો નિજ સ્વભાવ-સાધનનો અલૌકિક મહિમા છે. સમજાય છે કાંઈ...? ' અરેરે ! સંસારી પ્રાણીઓ અત્યંત દુઃખી છે. મોટો રાજા હોય, ને મરીને નરકમાં ચાલ્યો જાય. અહા ! તીવ્ર હિંસાદિ પાપના ભાવ કરી જીવ નરકમાં જાય છે. ૨૫ વર્ષના યુવાન રાજકુમારને જમશેદપુરની લોઢા ગાળવાની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે દુઃખ થાય તેનાથી અનંતગણી ઉષ્ણતાનું દુ:ખ પહેલી નરકમાં છે. ભાઈ, આવા આવા ભવ તે અનંત વાર કર્યા છે. તારું દુ:ખ દેખનારને પણ રૂદન આવ્યાં છે. અરેરે ! તારા મૃત્યુ પાછળ તારી માતાના રૂદનના આંસુના એક એક બુંદના સંગ્રહથી દરિયાના દરિયા-અનંત દરિયા ભરાય એટલાં મરણ તે કર્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ ! અહા ! જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો એવો કોઈ જીવ પાત્ર થઈને સ્વદ્રવ્ય સન્મુખ થઈ સ્વભાવના ગ્રહણ વડે સમકિત પ્રગટ કરી લે છે. અહા ! તે ધર્મી જીવ વિશેષ વૈરાગ્ય પામીને સ્વરૂપની રમણતા કરવા એકલો જ જંગલમાં ચાલ્યો જાય; કોઈ સાથે નહિ, કોઈ આહાર દેનાર નહિ, કોઈ શરીરની રક્ષા કરનાર નહિ, કોઈ વૈધ સાથે નહિ; અહાહા..! અંદર એકત્વના આલંબનમાં રહી અંતરના આનંદની લહેર કરવા એકાંત જંગલમાં ચાલ્યો જાય. મુનિ થતા પહેલાં માતા પાસે રજા માગે-માતા, ૨જા આપ; માતા રડે તો કહે–એક વાર રૂદન કરી લે, હવે હું કોલ આપું છું કે ફરી બીજી માતા નહિ કરું. સ્વભાવના ઉગ્ર આલંબનમાં રહી ચારિત્રની ઉગ્ર સાધના કરીશ. આજે જ ચારિત્રના આનંદની દશાને હું અંગીકાર કરવા માગું છું. રજા આપ. લ્યો, અત્યારે તો આવી વાતેય સાંભળવા મળે નહિ. પણ જન્મ-મરણના રોગ મટાડવાની આ જ દવા છે. આત્માનો આશ્રય લેવો એ જ ઔષધ છે.
આત્મ-ભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈધ સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. નિમિત્ત સાધન, ને રાગ સાધન-એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત્વ મહા રોગ છે. સને જાણનારા ગુરુની આ આશા છે કે સ્વદ્રવ્યના આશ્રમમાં જતાં ધર્મ થશે; તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતારૂપ ધ્યાન તે ઔષધ છે. આ સિવાય બહારનાં ઔષધ બધાં ધૂળ ધાણી છે, ઉપાય નથી.
આ પ્રમાણે અહીં કરણશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com