________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
૪૪: સંપ્રદાનશક્તિ
પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી (–તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ.”
અહા ! આચાર્ય ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારે શક્તિઓનું અદભુત વર્ણન કર્યું છે. અહાહા..! અનંત શક્તિનો ભંડાર પ્રભુ આત્મા છે. આ એક જ્ઞાયકસ્વભાવી ચિન્માત્ર વસ્તુ આત્મા અનંત શક્તિઓનો ભંડાર છે. હવે પોતે શું ચીજ છે એની ખબરેય ન મળે, અને એને ધર્મ થઈ જાય એમ કદી બને નહિ. અહીં કહે છે–તેમાં (–આત્મામાં) એક સંપ્રદાન–શક્તિ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે-“પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપયપણામયી આ સંપ્રદાનશક્તિ છે.” શું કીધું? નિજ ચૈતન્ય વસ્તુના આશ્રયે સ્વભાવ સાધન વડે જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ ભાવ થયો તે પોતાથી દેવામાં આવતો ” ભાવ છે, અને તેના ઉપયપણામયી સંપ્રદાનશક્તિ છે, અર્થાત્ તે ભાવ પોતે જ પાત્ર થઈને પોતાને માટે લે છે, રાખે છે. આવી વાત ! સમજાણું કાંઈ....? કોઈ બીજાએ-નિમિત્તે કે શુભરાગે-તે ભાવ દીધો છે એમ નહિ, ને તે ભાવ કયાંય બીજે ગયો છે એમ પણ નહિ. પોતામાં ઉત્પન્ન થયેલો ભાવ પોતે પોતાને દીધો, ને પોતે જ પોતા માટે તે લીધો-આવી આત્માની સંપ્રદાનશક્તિ છે.
લક્ષ્મી દેનાર તે દાતા, અને લેનાર તે સુપાત્ર-અન્ય દાતાર અને અન્ય પાત્ર-એમ વાત છે જ નહિ; કેમકે એવી વસ્તુ નામ આત્મા નથી. ભાઈ, બીજી ચીજ દેવી અને લેવી તે આત્માની શક્તિ નથી. અહીં તો કહે છેઆત્માનો એવો સંપ્રદાન સ્વભાવ છે કે જે વડે નિજ સ્વરૂપની દૃષ્ટિ થતાં જ્ઞાનની વર્તમાન જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે નિર્મળ પર્યાયનો આત્મા પોતે દાતા છે, ને પોતાની પર્યાયને લેનારો પોતે જ પાત્ર છે-બન્ને એક સમયમાં છે. સમ્યજ્ઞાનનો દાતા આત્મા પોતે છે, વીતરાગ ભગવાન કે તેમની વાણી કે તેમનાં ભક્તિ-વિનયરૂપ પ્રવર્તન તે સમ્યજ્ઞાનના દાતા નથી. અહા ! આત્મા બીજાને કાંઈ દે એવી આત્માની કોઈ શક્તિ જ નથી. અહાહા..! આ અલૌકિક વાત છે, એને લૌકિક સાથે કોઈ મેળ નથી.
અહાહા...! ધર્મીને સમ્યજ્ઞાનની પર્યાય સ્વ-આશ્રયે પ્રગટ થઈ તેનો દાતા કોણ ? તેને લેનારો પાત્ર કોણ?
તો કહે છે–સમ્યજ્ઞાનમય ભગવાન આત્મા છે. તેમાં એક સંપ્રદાનશક્તિ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તેથી સ્વ-આશ્રયે જે જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પોતે દાતા છે, અને તે જ સમયે લેવાની પાત્રતા પણ તે જ પર્યાયમાં પોતાની છે.
જુઓ, ત્રણલોકના નાથ શ્રી તીર્થંકરદેવ છદ્મસ્થ મુનિદશામાં હોય ને ઘરે આહાર માટે આવે તો ધર્મીનું હૃદય અંદર આનંદથી ઉછળી જાય, અહો, સાક્ષાત્ મોક્ષનું કલ્પતરુ મારે આંગણે ફળ્યું!—એમ તેના રોમરોમ આનંદથી ઉલ્લસી જાય છે. તે અપાર ભક્તિથી મુનિરાજને આહારદાન દે છે. પણ બન્નેના અંતરમાં શું છે? એમ કે આહારના રજકણનો દેનાર-લેનાર અમારો ભગવાન જ્ઞાયક નથી; અને ભગવાન જ્ઞાયકમાં કોઈ શક્તિ નથી કે આહારદાનના શુભભાવને દે અને લે. અહાહા...! અંદર જ્ઞાનની, અનાકુળ આનંદની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ છે તે જ દાનની દાતાર છે, ને તે જ દાનની લેનારી પાત્ર છે. દેનાર દાતા પણ તે પર્યાય અને લેનાર પાત્ર પણ તે જ પર્યાય. જુઓ આ ધર્મીની અંતર્દષ્ટિ!
સૂક્ષ્મ વાત છે પ્રભુ! ધર્મીને વર્તમાન પ્રગટ થયેલી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની પર્યાય, અનાકુળ આનંદની ને શાંતિની પર્યાય, સમ્યક વીર્યની પર્યાય-તે નિર્મળ પર્યાય પોતાથી દેવામાં આવતો ભાવ છે, ને તેને લેવાના પાત્રપણામય પણ તે નિર્મળ પર્યાય છે. અભેદથી કહેતાં આત્મા પોતે પોતાને પોતાની નિર્મળ પર્યાયનું દાન આપે છે, અને પોતે જ તેને લેવાના પાત્રપણામય છે. આવો પોતાનો સંપ્રદાન સ્વભાવ છે. એક જ સમયમાં દાતા અને પાત્ર બન્ને પોતે જ છે. અહા ! ધર્મી અંતર્દષ્ટિ વડે પ્રતિક્ષણ પોતાના સ્વભાવમાંથી પ્રાપ્ત નિર્મળ પર્યાયનું દાન દે છે, ને પોતે જ તેના પાત્રમય થઈને તે લે છે. જુઓ આ દાન! આનું નામ ધર્મ છે. બાકી આહારનો દેનારો-લેનારો પોતાને માને એ તો મૂઢ છે, મિથ્યાષ્ટિ છે.
અહા ! સમ્યગ્દર્શનનો વિષય અનંતગુણનિધાન પ્રભુ આત્મા છે. જ્યાં તે વિષય દૃષ્ટિમાં આવ્યો, અહાહા...! પૂર્ણાનંદનો નાથ પોતે છે એની જ્યાં દષ્ટિ થઈ ત્યાં તેના સમ્યક શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સમ્યગ્દર્શનની પર્યાય તે પોતાથી દેવામાં આવતો ભાવ છે. શું કીધું? પોતે જ પોતાને સમ્યગ્દર્શનનો દાતા છે, ને પોતે જ પાત્રપણે તેનો લેનારો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com