________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯-ભાવશક્તિ : ૧૭૫ શક્તિનું નિર્મળ પરિણમન સહજ જ પ્રગટ થાય છે, અને તે તેનો સ્વકાળ છે. ભાઈ ! ક્રમવર્તી પર્યાય-અને શક્તિનો ભેદ એ સમકિતનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અભેદ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. અભેદની દષ્ટિ થતાં પર્યાયમાં શક્તિનું નિર્મળ પરિણમન થાય છે, અને તે નિર્મળ પરિણતિ વિકારરહિત હોય છે.
અહા ! શક્તિની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ તે અકાર્યકારણમય છે. એટલે શું? કે તે પરિણતિ રાગનું કાર્ય નથી, અને રાગનું કારણ પણ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય થાય તે રાગનું કાર્ય નથી; રાગથી જ્ઞાન થયું છે એમ નથી. ક્રમવર્તી જ્ઞાનની પર્યાય રાગને જાણે એ ય વ્યવહાર છે, ખરેખર તો પોતે પોતાને જાણે છે. રાગ સંબંધી જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે તો રાગને જાણે છે એમ વ્યવહારથી કહેવાય છે. ' અરે ભાઈ ! હું રાગનો જાણનાર છું એવા ભેદથી શું સાધ્ય છે? કાંઈ જ નહિ. અરે, હું જાણનારો જાણનાર છું એવા ભેદ-વિકલ્પથી ય શું સાધ્ય છે? કાંઈ જ નહિ. માટે શક્તિનો પિંડ શુદ્ધ એક અભેદ ચૈતન્યદ્રવ્ય ત્રિકાળ છે તેની દષ્ટિ કર, તેમ કરતાં સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે. ભેદ-દષ્ટિ એ મિથ્યાદષ્ટિ છે, ને અભેદની દૃષ્ટિ કરવી એ જ ધર્મ છે. લ્યો,
આ પ્રમાણે અહીં અભાવ-અભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
૩૯: ભાવશક્તિ ‘(કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (–ોવામાત્રમયી, થવામાત્રમયી) ભાવશક્તિ.'
જુઓ, પહેલાં ૩૩મી ભાવશક્તિ કહી ત્યાં તો વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા હોવારૂપ શક્તિની વાત હતી, અહીં વાત જુદી છે. અહીં કહે છે-“કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ભાવશક્તિ.' અહાહા...! દ્રવ્યવસ્તુ જે એક જ્ઞાયકભાવ તેના તરફ જેની દષ્ટિ છે તે ધર્મી-સમ્યગ્દષ્ટિ જીવને વિકારી કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત પરિણમન હોય છે. અહાહા...! કારકભેદની ક્રિયા વગર જ ભવવું અર્થાત્ જ્ઞાનભાવમય પરિણમવું એવી આત્માની આ ભાવશક્તિ છે. અહાહા...! ધર્મીને “આ કર્તા ને આ કર્મ' એવા કારકભેદની ક્રિયાથી રહિત નિર્મળ જ્ઞાનભાવમય ભાવનું ભવન થયા કરે છે આ ભાવશક્તિનું કાર્ય છે.
ધર્મી જીવન પર્યાયના પકારકથી શુભાશુભભાવ થતા હોય છે. આ રીતે તેને એક સમયની પર્યાયમાં રાગાદિ વિકલ્પનું પરિણમન હોય છે. રાગની પર્યાય કર્તા, જે પર્યાય રાગની થઈ તે કર્મ, તે પર્યાય પોતે કરણ નામ સાધન, તે વિકાર પર્યાય પોતામાં રાખી તે સંપ્રદાન, પર્યાય પોતામાંથી થઈ તે અપાદાન, અને પર્યાયના આધારે પર્યાય થઈ તે અધિકરણ-આમ એક સમયની વિકૃત અવસ્થામાં પકારકરૂપ પરિણમન છે. અહીં કહે છે–પકારક અનુસાર જે ક્રિયા-શુભાશુભ વિકલ્પ છે, વ્રતાદિ વિકલ્પ છે, તેનાથી રહિતપણે ધર્મી, દ્રવ્યદૃષ્ટિવંત જ્ઞાનીનું પરિણમન હોય છે.
ધર્મી જીવન પર્યાયમાં પકારક અનુસાર વિકૃત અવસ્થા છે એમાં એમ સિદ્ધ કર્યું કે પર્યાયમાં વિકૃતિ છે તે એના (પર્યાયના) પારકથી છે, જડકર્મથી નથી, તેમજ પોતાના દ્રવ્ય-ગુણથીય નથી. જે શક્તિ છે તેનાથી વિકૃતિ નથી, કેમકે પારકરૂપે વિકૃત અવસ્થા સ્વયંસિદ્ધ છે, અને તેનાથી રહિત ભવન-પરિણમન થાય તે ભાવશક્તિનું કાર્ય છે.
પ્રભુ, તારી ચીજ-શુદ્ધ ચૈતન્યવહુ અંદર પૂર્ણ અખંડ છે ને! અહાહા..! તે અખંડ ધ્રુવ ઉપર દૃષ્ટિ દેતાં, પર્યાયમાં, પકારકથી જે વિકૃત અવસ્થા છે તેનાથી રહિતપણે પરિણમન થાય છે. અહા! આવો તારી ચૈતન્યવસ્તુનો સ્વભાવ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે જ્ઞાનીને વિકલ્પ હોય છે તે પર્યાયના કર્તા-કર્મ આદિ પકારકથી થાય છે. અહીં કહે છે-જ્ઞાનીને એનાથી રહિતપણે જ્ઞાનભાવમય પરિણમન હોય છે-આ ભાવશક્તિનું કાર્ય છે. પોતાને જે વિકૃત દશા છે તેનાથી રહિત પોતાની ચૈતન્યદશા છે એમ જ્ઞાની જાણે છે.
આમાં એમ સિદ્ધ થયું કે પર્યાયદષ્ટિ-મિથ્યાષ્ટિને પર્યાયના પકારકથી વિકૃત દશા હોય છે, અને દ્રવ્યદૃષ્ટિવંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com