________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશ-ર૬પ : ૨૨૫ ચૈતન્યવસ્તુના ભાન વિના, આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એકલી ક્રિયાઓ કરી-કરીને એણે આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પાલનનો રાગ તથા સ્વાધ્યાયનો વિકલ્પ ઇત્યાદિ બધો શુભરાગ છે; એને ઓળંગી જઈને, જેમ દરિયાના તળિયે જતાં મોતી હાથ આવે તેમ, અંતરમાં ડૂબકી લગાવતાં ચૈતન્યપ્રભુ આત્મા હાથ આવે છે; આને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે, તથા અંતર્મુખ થતાં જે સ્વસંવેદન જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે, તથા અંતર-લીનતા થાય તે સમ્યક્રચારિત્ર છે. અહાહા...! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તેપણા વડે આત્મા સ્વયં સાધકપણે થાય છે, અર્થાત્ મોક્ષના ઉપાયપણે સ્વયં આત્મા થાય છે. લ્યો, આવી વાત! પણ અરેરે ! રાગની આડશમાં એને આવડો મહાન “અનંત સુખથી ભરિયો, અનંત ગુણનો દરિયો' દષ્ટિમાં આવતો નથી. અનેક વ્રત, તપ કરવા છતાં તેને સાધકપણું પ્રગટતું નથી. સમજાય છે કાંઈ...?
હવે કહે છે-“તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન ) થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય-ઉપયભાવ સાધે છે.”
જુઓ, અહીં એમ કહે છે કે અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા ! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે.
પ્રશ્ન:- ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય છે એ બરાબર છે?
ઉત્તર:- ના, એ બરાબર નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રની પરમ પ્રકર્ષરૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. ઉપવાસથી કર્મનો ક્ષય થાય છે એમ કહેવું એ ઉપચારમાત્ર કથન છે. અરે, સ્વરૂપના આશ્રયે પ્રગટવા યોગ્ય એવાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના એણે ઉપવાસાદિ બાહ્ય કરણી અનંત વાર કરી; પણ એથી શું? એનો સંસાર મટયો નહિ, ભવના નિવેડા આવ્યા નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિશેષતાથી આગ્નવોનો નિરોધ થાય છે, ને કર્મનો ક્ષય થાય છે. રત્નત્રયની પરમ પ્રકર્ષરૂપ અતિશયતાથી સંકળ કર્મનો ક્ષય થાય છે, અને ત્યારે અંદર પ્રગટ થયેલો અખ્ખલિત ઉજ્વળ વિમળ સ્વભાવભાવ-કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંતસુખ ઇત્યાદિરૂપ સ્વભાવભાવ-તે રૂપે પરિણમવું તે મોક્ષદશા છે. અહાહા..! આવી મોક્ષદશા અસ્મલિત છે; જેને થઈ તે થઈ, ફરી તે સંસારમાં આવે નહિ.
તો જગતમાં પાપ વધી પડે ત્યારે ભક્તોની રક્ષા કરવા ભગવાન અવતાર લે છે એ શું વાત છે?
એ તો લૌકિક માન્યતા છે, એ વાતમાં કાંઈ તથ્ય નથી. અસ્મલિત એટલે ફરે નહિ, પડી જાય નહિ એવા પૂર્ણ વિમળ સ્વભાવભાવે ઉપજ્યો તે સિદ્ધરૂપે પરિણમ્યો, હવે તે સંસારમાં અવતરે નહિ, કેમકે સંસારમાં અવતરે એવું કોઈ કારણ જ રહ્યું નથી.
અહાહા..! જ્ઞાનસ્વભાવ ત્રિકાળ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં સાધકપણે અને સિદ્ધપણે-એમ બે-પણે પોતે થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ સાધકરૂપે અને તેની ઉત્કૃષ્ટ દશા થતાં સિદ્ધરૂપે-એમ બે રૂપે પોતે જ પ્રગટ થાય છે. એ બન્ને ભગવાન આત્માની અવસ્થાઓ છે ને તે રૂપે તે પોતે જ પરિણમે છે, અને કોઈ બાહ્ય વ્યવહારની ગરજ–અપેક્ષા નથી. યદ્યપિ બાહ્ય વ્યવહાર હોય છે, પણ ધર્માત્માને એ કાંઈ નથી, એને ઓળંગીને તે ક્રમે સિદ્ધરૂપે પોતે પરિણમી જાય છે.
પ્રશ્ન:- જો વ્યવહાર-શુભભાવ જરાય મદદગાર નથી તો એને શાસ્ત્રમાં સાધક કેમ કહ્યો છે?
ઉત્તર:- ધર્મી પુરુષને તેની વર્તમાન પ્રગટ નિર્મળ દશાને તે (-વ્યવહાર) વિક્ષેપ કરતો નથી તેથી સહચર દેખીને ઉપચારથી સાધક કહ્યો છે. ભાઈ, તારે જો મોક્ષ જ જોઈએ છે તો સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમવું પડશે; આ એક જ મોક્ષમાર્ગ છે, અને તે રૂપે ઉત્કૃષ્ટ પરિણમતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બાપુ! આ તો પ્રાતની પ્રાપ્તિનો સ્વ-આશ્રયનો માર્ગ છે. જેમ લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ છે તો તેને ઘૂંટતા બહાર અવસ્થામાં પ્રગટ થાય છે, તેમ ભગવાન આત્મા સ્વભાવથી મોક્ષસ્વરૂપ છે તેમાં એકાગ્ર-પૂર્ણ એકાગ્ર થતાં બહાર અવસ્થામાં મોક્ષદશા પ્રગટે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com