________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
વાર અહીં વાત થઈ હતી કે અભયને ત્રિકાળી જ્ઞાનશક્તિ છે, પણ તેને જ્ઞાનની પરિણિત નથી. તે ૧૧ અંગ અને નવ પૂર્વની લબ્ધિ સહિત હોય તો પણ તેને જ્ઞાન-પરિણતિ નથી. જ્ઞાન-પરિણતિ એટલે શું ? કે જ્ઞાનસ્વભાવ ઉપ૨ એકમેક થઈ દષ્ટિ કરતાં, જ્ઞાનની પર્યાય જ્ઞાનસ્વભાવનો સ્પર્શ કરીને પ્રગટ થાય તેનું નામ જ્ઞાનપરિણિત છે. તેને જ્ઞાન-પરિણતિ કહો, સમ્યજ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, કે ધર્મીનું જ્ઞાન કહો–બધું એક જ છે.
પ્રશ્ન:- તો શું આવું સમજ્યા વિના ધર્મ ન થાય ?
ઉત્ત૨:- ના, ન થાય. સમજણ-વિવેક વિના બીજી કોઈ રીતે ધર્મ ન થાય.
પ્રશ્ન:- પશુને જ્ઞાન થાય છે; તે કયાં ભણવા જાય છે?
ઉત્ત૨:- પશુને પણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવી જાય છે. હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ થાય છે તે દુ:ખ છેઆમ જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદજ્ઞાન પશુને થાય છે. નામ ભલે ન આવડે, પણ તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્વાન એને બરાબર થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આનો ખુલાસો કીધો છે. ત્યાં કહ્યું છે કે-તિર્યંચને નવ તત્ત્વનાં નામ ભલે ન આવડે, પણ તેનું ભાવભાસન તેને યથાર્થ થાય છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ નિશ્ચય કરી, નિમિત્ત, રાગ ને પર્યાયનો આશ્રય છોડી, ત્રિકાળી નિજ જ્ઞાયકભાવનો આશ્રય કરતાં અનાકુળ આનંદનો સ્વાદ આવે છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અહા! આવી ધર્મ-પરિણિત પશુને પણ થતી હોય છે; તેમાં શાસ્ત્ર ભણવાની અટક નથી.
આનંદ ધનજી કહે છે:
આતમ અનુભવ-૨સ કથા, પ્યાલા પીયા ન જાય; મતવાલા તો ગિર પડે, ભિન્નતા પડે રચાઈ.
જે શાસ્ત્રજ્ઞાનનું અભિમાન કરે, વ્રતાદિનું અભિમાન કરે તેને અનુભવરસ પ્રગટતો નથી. અમે વ્રત કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, જીવોની દયા પાળીએ છીએ-એમ મોહ-મદ વડે જે મતવાલા છે તેઓ અનુભવથી બહાર રહી જાય છે, બહિરાત્મા રહી જાય છે. પરંતુ પરના મમત્વથી ભિન્ન પડી, પોતાના એકત્વસ્વરૂપ એક જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેમને આત્માનુભવ પ્રગટ થાય છે, તેઓ ધરાઈને અનુભવ-૨સ પીએ છે, આનંદસ પીએ છે.
પશુને ખીલા સાથે બાંધે તો પછી તે ફરી શકે નહિ. તેમ આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂંટે બાંધી દીધો હોય તો તે પરિભ્રમણ ન કરે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ સ્વયં અતીન્દ્રિય આનંદમય ધ્રુવ ખૂંટો છે. તે ધ્રુવને ધ્યેય બનાવી તેનું જે ધ્યાન કરે છે તેને એકલા આનંદનો સ્વાદ આવે છે, તેને સ્વાનુભવરસ પ્રગટ થાય છે. હવે તે ચાર ગતિમાં પરિભ્રમણ નહિ કરે.
હું ધ્રુવ છું–એમ ધ્યેય ત૨ફનો વિકલ્પ કરવાની આ વાત નથી. ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે એમ વાત છે. પર્યાય, પરસન્મુખતા છોડી, સ્વસન્મુખતા-ધ્રુવ એક જ્ઞાયકની સન્મુખતા કરી પરિણમે છે એવી વાત છે. અહા! ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ છે, હવે તે પરિભ્રમણ કરશે નહિ. જે છૂટો ફરે છે, સ્વદ્રવ્યથી ભિન્ન જે રાગાદિ વિકાર સાથે ને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે તે જીવ ચાર ગતિમાં પરિભ્રમે છે; પરંતુ રાગથી ભિન્ન અંદર પોતે આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છે ત્યાં દષ્ટિ લગાવી પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી તે હવે ભવમાં ભટકશે નહિ, વિકારમાં ભટકશે નહિ. તે હવે નિર્ભય અને નિઃશંક છે, વિકારનો ને ભવનો નાશક છે; અલ્પકાળમાં જ તે મુક્તિ પામશે. સમજાણું કાંઈ..!
આ શક્તિના વર્ણનમાં થોડા શબ્દોમાં ઘણું રહસ્ય ભર્યું છે. હમણાં ડો. ચંદુભાઈનો પત્ર આવ્યો છે. તેમાં અમારા બ્લડનો-લોહીનો રિપોર્ટ કેવો છે તે જણાવ્યું છે. ડોકટરનું કહેવું છે કે આ બ્લડ-કેન્સર નથી, લોહીમાં જરા વિકૃતિ છે, પણ એમાં ચિંતાનું કોઈ કારણ નથી; આ તો સાધારણ રોગ છે, બહાર પ્રગટ થાય એવો કોઈ રોગ નથી. અરે, આ દેહની સ્થિતિ જે રહેવાની હોય તે રહે, અમને એમાં શું ચિંતા છે? જુઓ ને, અહીં સંતો કહે છે–હું એક છું, શુદ્ધ જ્ઞાયક છું–એવા વિકલ્પની ચિંતામાં પણ ભગવાન આત્મા વ્યાપક નથી તો પછી તે આ દેહમાં કેમ વ્યાપક થાય ? અજ્ઞાની જીવને એમ થાય કે આત્મા દેહમાં રહ્યો નથી તો કયાં રહ્યો છે? શું અઘ્ધર આકાશમાં રહ્યો છે? તેને કહીએ-ભાઈ ! ધીરો થા બાપા! દેહ જેમ જડ છે તેમ આકાશ પણ જડ છે. શું જડમાં આત્મા રહે? આત્મા તો નિજ ચૈતન્યની નિર્મળ નિર્મળ પર્યાયોમાં રહ્યો છે. હવે આવો નિશ્ચય થાય તેને દેહની શું ચિંતા ? અમને તો કાંઈ ખબરે ય પડતી નથી કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com