________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮-અભાવ-અભાવશક્તિ : ૧૭૩ પર્યાયમાં નિર્મળ પકારકથી પરિણમન થાય છે તેમાં મલિન પરિણામના પકારકોનો અભાવ છે. પર્યાયબુદ્ધિ જીવને પર્યાયમાં જે વિકૃત પરિણામ થાય છે તે કાંઈ દ્રવ્ય-ગુણમાંથી આવતા નથી, વિકારરૂપે પરિણમે એવી દ્રવ્યમાં કોઈ શક્તિ નથી. પર્યાયબુદ્ધિમાં વિકારનો કર્તા વિકારી પર્યાય છે. રાગ કર્તા, રાગ કર્મ, રાગ કરણ, રાગ સંપ્રદાન, રાગ અપાદાન ને રાગ તેનું અધિકરણ-એમ વિકારના પદ્ધક વિકારી પર્યાયમાં છે; જ્યાં દ્રવ્યદૃષ્ટિ થઈ ત્યાં વિકારના પક્કરકરૂપ પરિણમનનો તેમાં અભાવ છે. જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિની દૃષ્ટિ પર્યાય ઉપર છે ત્યાં સુધી પર્યાયમાં વિકાર છે.
પર્યાયમાં જે વિકૃત અવસ્થા છે તે કોઈ શક્તિનું કાર્ય નથી. પર્યાયમાં તેને ઉઠાવગીરે (અજ્ઞાની મૂઢ જીવે) અદ્ધરથી ઉઠાવી છે; વસ્તુમાં તે નથી. વિકાર છે એ તો જ્ઞાન કરાવ્યું છે, બાકી તારી ચીજ એવી છે કે વિકારરૂપે ન થાય-પરિણમે-ધર્મીને વિકારના અભાવરૂપ નિર્મળ પરિણમન થયું તે એવું ને એવું વિકારના અભાવરૂપ નિર્મળ જ રહેશે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે.
ભાઈ ! તારી શક્તિમાં એક અભાવ-અભાવ ગુણ છે; જેથી શ્રદ્ધાન-જ્ઞાનની વર્તમાન દશામાં વિપરીતતાનો અભાવ છે, તો ભવિષ્યમાં પણ વિપરીતતાનો અભાવ કાયમ રહેશે. જ્ઞાનની પર્યાય જે નિર્મળભાવરૂપ છે તે એવા ને એવા નિર્મળભાવરૂપ સદાય રહેશે, તેમાં વિકારનો અભાવ છે તો કાયમ વિકારનો અભાવ રહેશે. જેને દ્રવ્યદૃષ્ટિ અંદર ખીલી ગઈ તેને પછી પડવાની–ખસવાની વાત જ નથી. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યદૃષ્ટિનો પડે; પણ દ્રવ્ય, વસ્તુ જે એક જ્ઞાયકસ્વભાવ છે તે તો અનંતશક્તિનો પિંડ પ્રભુ ત્રિકાળ વિદ્યમાન છે. આવા દ્રવ્યની પ્રતીતિ થઈ, ને જ્ઞાનની પર્યાયમાં તેનું જ્ઞાન થયું પછી એ જ્ઞાન પડી-છૂટી જાય એવી દ્રવ્યમાં તો કોઈ શક્તિ નથી અર્થાત્ દ્રવ્યગુણમાં એવું કોઈ કારણ નથી.
જુઓ, અનાદિથી જીવને ૨૧ ગુણમાં વિપરીત પરિણમન થાય છે એમ તારવણી કાઢેલી. પરંતુ સ્વભાવષ્ટિવંત-ધર્મી પુરુષને વિપરીત પરિણમનનો તેની પર્યાયમાં અભાવ છે, ને નિર્મળ પરિણતિનો સદ્ભાવ છે. આ અસ્તિનાસ્તિ થઈ. આ અનેકાન્ત છે. ભાવભાવશક્તિના કારણે તેને નિર્મળ પરિણતિનો ભાવ-ભાવ રહેશે, ને અભાવ-અભાવશક્તિના કારણે તેની પર્યાયમાં વિપરીતતાનો-મલિનતાનો અભાવ રહેશે. ભાઈ, તારી ચૈતન્યસંપદા તો જો! અંદર જુએ તો ન્યાલ થઈ જાય એવી એ ચીજ છે બાપા! એ બહારમાં કયાંય મળે એમ નથી. પવિત્રતાનો પિંડ પ્રભુ અંદર છે તે અંતરદષ્ટિ કરતાં પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પ્રાપ્ત થતો નથી. આવી વાત છે.
ત્યારે કોઈ વળી કહે છે-કર્મથી વિકાર થાય છે; પણ એમ છે નહિ. જો એમ હોય તો સંસારીને કર્મ તો છે, પછી તે નિર્વિકાર કેમ થશે? વિકારરૂપે પરિણામ થાય તે પોતાના (પર્યાયના) પદ્યારકથી થાય છે છતાં પોતાનો સ્વભાવ તો તેનાથી રહિત છે. આ વાત ૩૯મી શક્તિમાં આવશે.
ભાઈ ! આ તો વીતરાગી કથા બાપુ! ધર્મી પુરુષને ઉપદેશનો વિકલ્પ આવે છે, તો પણ તે વિકલ્પના અભાવસ્વભાવરૂપ ધર્મીનું પરિણમન છે. અરે પ્રભુ! એક વાર અંદર તારા દ્રવ્ય ઉપર દૃષ્ટિ દે. દ્રવ્યનો સ્વીકાર થતાં રાગરૂપે પરિણમવું એ છે નહિ; કેમ કે અભાવ-અભાવશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહા ! હજાર વર્ષ પહેલાના આ દિગંબર સંતની વાણી તો જુઓ! અહાહા...! કેવળજ્ઞાનનાં કબાટ ખોલી નાખ્યાં છે. અરે પ્રભુ! રાગમાં તું રમે એ તારી રમતું નહિ; રાગથી વિરમે, રાગરૂપે ન પરિણમે એ તારી રમતું છે. હવે આવી વાત કયાં મળે પ્રભુ! રળવા માટે દેશ-વિદેશ રખડે, પણ આ કયાં મળે? અંતરની ચીજ તો અંતરમાં છે ને અંતરમાં જાય તો તે મળે છે. અહા! આ અલૌકિક વર્ણન છે; જગતનાં ભાગ્ય હોય તેટલું બહાર આવે છે.
પણ આ વિશેષ કહોને !
કોણ કહે ? એ તો ભાષાનું સામર્થ્ય છે. ભાષામાં સ્વ-પરને કહેવાની તાકાત છે, ને આત્મામાં સ્વપરને જાણવાની તાકાત છે. બન્ને પોતપોતાના ઉપાદાનથી સ્વતંત્ર પરિણમે છે, કોઈ કોઈને કરે એવું વસ્તુસ્વરૂપ જ નથી. સમજાય છે કાંઈ...?
અહીં કહે છે-નિશ્ચયથી સંસાર જે ઉદયભાવ છે તેનો ધર્મીની પર્યાયમાં અભાવ છે. આવાં દ્રવ્ય-ગુણપર્યાયની પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. આ જ્ઞાનપ્રધાન શૈલીથી કથન છે. શેય અને. જ્ઞાયકની યથાર્થ પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે -આ જ્ઞાનપ્રધાન વ્યાખ્યા થઈ. એક ભૂતાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે–આ દર્શનપ્રધાન વ્યાખ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com