________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦–સર્વજ્ઞત્વશક્તિ : ૬૫
તેમાં પરની અપેક્ષા છે એમ ખરેખર નથી. એક સમયમાં તે કાળે (થવા યોગ્ય) કેવળજ્ઞાનની પર્યાય પોતાના કારણે પ્રગટ થઈ છે, પૂર્વના ચાર જ્ઞાનનો અભાવ થઈને કેવળજ્ઞાન પ્રગટયું એમ કહેવું એય વ્યવહાર છે. વાસ્તવમાં સર્વજ્ઞપણું તે આત્મજ્ઞપણું છે. આવી વાત છે.
સંવત ૧૯૮૩માં દામનગરમાં એક શેઠ સાથે આ પ્રશ્ન ઉપર ચર્ચા થયેલી. તેઓ કહે કે-લોકાલોક છે માટે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે અમે કહ્યું, –એમ બીલકુલ નથી. શેય છે તો જ્ઞાન થાય એવો વસ્તુનો સ્વભાવ નથી. સર્વજ્ઞપણાની પર્યાય સ્વાશ્રયે પ્રગટ થઈ છે, તેમાં લોકાલોકની જરાય અપેક્ષા નથી. પણ આવો નિશ્ચય કોણ કરે ? કોને (સ્વ-આશ્રયની) પડી છે? અરે ભાઈ! આ અલ્પજ્ઞતા અને આ શુભાશુભ રાગ તારું સ્વરૂપ નથી. તું તો સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ? અહાહા...! તારામાં સર્વજ્ઞશક્તિનું સામર્થ્ય ભર્યું છે. કેવી છે સર્વજ્ઞશક્તિ ? તો કહે છેવિશ્વના સર્વ ભાવોને જાણવારૂપ એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિ છે. આત્મજ્ઞાનમયી હો કે સર્વજ્ઞત્વશક્તિ કહોએક જ વાત છે. અરે, લોકોને વાત બેસે નહિ એટલે વિરોધ કરે ને બીજી રીતે કહે, પણ આ જ સત્ય વાત છે. અહા ! જેના ફળમાં અનંત કેવળજ્ઞાન ને અનંત અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ચીજ કેવી હોય બાપુ! ને તેનો ઉપાય પણ કેવો હોય ? પરમપદ પ્રાપ્તિની ભાવના કરતાં શ્રીમદ્ કહે છે ને ? કે
સાદિ અનંત અનંત સમાધિ
સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન, અનંત સહિત જો... અપૂર્વ.
અહા ! કેવળજ્ઞાન નવું પ્રગટ થાય છે માટે સાદિ-આદિસહિત છે, અને તેનો અંત નથી માટે અનંત છે. આ પ્રમાણે કેવળજ્ઞાનનો કાળ સાદિ-અનંત છે. અહાહા...! અનંત કાળ પર્યંત સર્વદેવ સમાધિસુખમાં લીન-તલ્લીન રહે છે. સ્તવનમાં આવે છે ને કે
‘ઉપશમરસ વ૨સે રે પ્રભુ તારા નયનમાં’
અહાહા...! પરમ ચારિત્રરૂપ પૂરણ વીતરાગદશા પ્રગટ થતાં પૂરણ અકષાય-શાંત... શાંત... શાંતરસનું ભગવાનને વેદન હોય છે. ભગવાન નિજાનંદરસલીન છે. આ ‘પરિણમતા એવા આત્મજ્ઞાનમયી' શબ્દ પડયો છે એનો વિસ્તાર છે. અહા ! દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ ધર્મના સ્તંભ હતા. અહાહા...! વીતરાગ પરિણતિના સ્થંભ સમા વીતરાગી સંતોની આ વાણી છે. ભાઈ ! તારો સ્વભાવ પણ આવો પૂરણ વીતરાગતામય અને સર્વજ્ઞતાના સામર્થ્યથી ભરેલો છે. અંદર જો તો ખરો, જોતાં વેંત જ હાલત થઈ જશે. અહાહા...! અત્યારે પર્યાયમાં સર્વજ્ઞતા ભલે પ્રગટી ન હોય, પણ મારી પર્યાયમાં અલ્પકાળમાં સર્વજ્ઞપદ પ્રગટ થઈ જશે એવી ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને સમ્યક્ પ્રતીતિ થઈ જાય છે; જેમ બીજ ઉગી તે પૂનમ થશે જ તેમ.
અહાહા...! ભગવાન આત્મા આ શરીરના રજકણથી ભિન્ન, અચેતન કર્મથી ભિન્ન, પુણ્ય-પાપરૂપ ભાવકર્મથી ભિન્ન અને અલ્પજ્ઞપણાની દશાથી ભિન્ન અખંડ એકરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા ! તે સ્વાનુભૂતિમાં પ્રાસ થાય છે, પણ રાગની ક્રિયાથી કે વ્યવહાર કરતાં કરતાં પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. વ્યવહા૨૨ત્નત્રય પણ શુભવિકલ્પ છે. તે કરતાં કરતાં સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રગટ થાય એમ બનવાજોગ નથી, કેમકે પોતાની વસ્તુ એવી નથી. અહીં તો કહે છે–સમ્યગ્દર્શન થતાં એવી પ્રતીતિ થઈ જાય છે કે હું સર્વજ્ઞશક્તિમય છું, ને તેની પરિણતિ પોતાથી ઉત્પન્ન થાય છે, એને લોકાલોકની કોઈ ગરજ-અપેક્ષા નથી.
અરે ભાઈ ! તું કોણ છો? તારા સ્વરૂપની તને ખબર નથી! સમયસારની જયસેનાચાર્યકૃત ટીકામાં આવે છે કે કોઈ એક ભાવ જો યથાર્થ બેસી જાય તો આખી વસ્તુ યથાર્થ ખ્યાલમાં આવી જાય. અહા ! દ્રવ્ય-ગુણ-પર્યાય, સર્વદર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વશક્તિ ઇત્યાદિ કોઈ એક ભાવ બરાબર લક્ષમાં બેસી જાય તો વસ્તુ આખી લક્ષગત થઈ સમજાઈ જાય.
અહીં એમ બતાવવું છે કે-આત્મજ્ઞાનમયી અને સર્વજ્ઞત્વશક્તિ એ બે ચીજ નથી. બન્ને થઈને એક જ ચીજ છે. આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ તે નિશ્ચય છે, ને લોકાલોકને જાણે એમ વિવક્ષાભેદ કરવો તે વ્યવહાર છે. અહીં શક્તિના પ્રકરણમાં નિશ્ચય છે તે મુખ્ય છે. કોઈ કહે છે
આપ નિશ્ચયની વકીલાત કરો છો.
પણ ભાઈ ! આ જુદી જાતની વકીલાત હોં; ભગવાન થવાની આ વકીલાત છે. પોતે ભગવાનસ્વરૂપ છે તેને
પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com