________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
બીજી વાતઃ આત્મા સર્વથા શુદ્ધ જ છે, અંદર કયાંયભૂલ નથી તો ઉપદેશ શા માટે આપ્યો ? માટે ભૂલ છે, ને ભૂલ છે તે પર્યાય છે, ભૂલનો નાશ થાય તે ય પર્યાય છે. દ્રવ્યનો તો નાશ થતો નથી. માટે પર્યાય સિદ્ધ થાય છે. દ્રવ્ય-ગુણનો સ્વીકાર પણ પર્યાયમાં જ થાય છે. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળી છે, ને ભૂલ છે તે પર્યાયમાં છે. ભૂલનો નાશ થયો તે ય પર્યાય છે. વ્યય થઈને ઉત્પાદ થાય તે ય પર્યાયરૂપ છે. અહીં છ બોલમાં પર્યાયના ઉત્પાદ-વ્યય એ દ્રવ્યના સ્વભાવરૂપ છે એમ તેનું સુંદર તાદશ વર્ણન કર્યું છે.
રાગની ઉત્પત્તિ જ ન થાય, વીતરાગતા થાય તે અહિંસા છે, તે ધર્મ છે, તે ચારિત્ર છે. પરની દયાના રાગ એ કાંઈ ચારિત્ર નથી, વાસ્તવમાં એ હિંસા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અરે ભાઈ ! સાધકનેધર્મીને વર્તમાન જે ચારિત્રભાવ પ્રગટ છે એ તો સિદ્ધ દશામાં ય (પૂર્ણ ભાવે) કાયમ રહેશે. ચારિત્ર તો વીતરાગતાસ્વરૂપ છે ભાઈ ! અહાહા..! ચોથા ગુણસ્થાને જે ચારિત્રદશા થઈ તે ચારિત્ર... ચારિત્ર.. ચારિત્રભાવે વૃદ્ધિગત થઈ કાયમ રહેશે. હવે તે અચારિત્ર વા રાગપણે નહિ થાય. અહાહા...! વર્તમાન વીતરાગતા પ્રગટી તે ભાવ (પૂર્ણ) વીતરાગતારૂપ સિદ્ધમાં પણ રહેશે. આ તો બધી અંદરની વાતું બાપુ! ઝીણી પડે તો ય જાણવી જ પડશે. ઇન્દ્રિયોનું દમન, બાર પ્રકારનાં વ્રત તે સંયમ એ જુદી વાત છે. એ તો વ્યવહારથી સંયમ કહ્યો, તેનો તો ક્રમે અભાવ થઈ વીતરાગતા વૃદ્ધિગત થઈ પૂર્ણ વીતરાગતા થશે એમ કહે છે. અહા ! ભગવાન આત્માની પર્યાયમાં પોતાના ભાવનું ભવન ન હોય તો પર્યાય કેમ હોય? એવી પર્યાયનું સ્વરૂપ જ શું? ચોથાગુણસ્થાને પણ જ્ઞાનની, શ્રદ્ધાનની, ચારિત્રની, પ્રભુતાની પર્યાય વિદ્યમાન છે, ને તે તે ભાવે તે કાયમ રહેશે. અહો ! દિગંબર સંતો સિવાય આવી વાત કયાંય નથી. બીજાને દુ:ખ લાગે પણ શું કરીએ ? સત્ય આ જ છે.
નમ્રપણું તે દિગંબર સંતપણુ-મુનિપણું-એમ નહિ; કેમ? કેમકે એમાં અતિવ્યાતિનો દોષ આવે છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન અને અંદર વીતરાગી ચારિત્રની દશા થાય તે સાધકદશા છે. પહેલાં સ્વરૂપસ્થિરતાના ભાવ હતા તે વૃદ્ધિગત થઈ છઠ્ઠી ગુણસ્થાને વિશેષ ચારિત્રદશા થઈ તે મુનિદશા છે. ત્યાં જે જાત પ્રગટી તે સિદ્ધમાં ય કાયમ રહેશે. જેમ ચાંદીની પર્યાય ચાંદીરૂપ રહે, લોખંડરૂપ ન થાય તેમ ચારિત્રભાવ પ્રગટ થયો તે ચારિત્ર.. ચારિત્રરૂપ જ રહેશે, અચારિત્રરૂપ નહિ થાય. ચાંદીના પરમાણુ તો કદાચ પલટીને લોખંડપણે થઈ જાય, પણ આમાં ન થાય; ચારિત્ર પલટીને અચારિત્ર ન થાય. આવી વાત ! ચોથા ગુણસ્થાને અલ્પ સ્વસંવેદન છે, તે પલટીને ઉગ્ર સ્વસંવેદન થશે, પૂર્ણ સ્વસંવેદન થશે, પણ સ્વસંવેદન મટીને અન્યરૂપ થઈ જાય એમ નહિ બને, કેમ? કેમ કે વસ્તુ જ એવી ભાવભાવસ્વભાવી છે કે ભાવના ભવનરૂપ ભાવ, ભાવ રહે. વસ્તુ જ એવી છે. અહાહા...! દ્રવ્યમાં જેટલા ગુણ છે એટલી એક સમયમાં પર્યાય છે. જે પર્યાયનો જે ભાવ છે તે ભાવ ભવિષ્યમાં પણ કાયમ જ રહેશે, અન્યરૂપ થાય, વા બીજામાં ભળી જાય એમ ત્રણકાળમાં બનતું નથી. સમજાણું કાંઈ..?
અહા ! પર્યાય દ્રવ્યના આશ્રયે પરિણમી તો પર્યાય દ્રવ્યમાં તન્મય થઈ. તન્મય થઈ એટલે શું? પર્યાય, દ્રવ્યરૂપ થઈ જાય, કે દ્રવ્ય પર્યાયરૂપ થઈ જાય એમ નહિ, પણ પરસન્ખતા હતી તે સ્વસમ્મુખતા થઈ, પરમાં એકત્વ માન્યું હતું તે સ્વમાં એકત્વ માની પ્રગટ થઈ –આને તન્મય થઈ એમ કહેવાય છે. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન કરે છે. અહીં કહે છે-એ જ્ઞાન-શ્રદ્ધાનરૂપ જે ભાવ પ્રગટ્યા તે હવે કાયમ રહેશે, પલટીને અજ્ઞાન-અશ્રદ્ધાનરૂપ નહિ થાય-આવું દ્રવ્યનું ભાવભાવરૂપ સામર્થ્ય છે. જે ગુણનો જે ભાવ છે તેના ભવનરૂપ પર્યાય પ્રગટ થઈ તો તે ભાવ હવે એવો ને એવો કાયમ રહેશે. આ ભાવભાવ છે.
હવે આમાં ઓલા વ્યવહારવાળાઓને વાંધા પડે છે-એમ કે વ્યવહારથી થાય, વ્યવહાર સાધન છે.
અરે બાપુ! તને આત્મામાં શું સામર્થ્ય ભર્યું છે તેની ખબર નથી. આ વીતરાગતાસ્વરૂપ વીતરાગનો માર્ગ છે તેને રાગનો મારગ ઠરાવી દે એ કેમ ચાલે? રાગથી-વ્યવહારથી લાભ થશે એ વાત વીતરાગમાર્ગમાં છે નહિ. પહેલાં શ્રદ્ધામાં આ પાકો નિર્ણય થવો જોઈએ કે મારગ વીતરાગતામય જ છે, અને એનાથી જ કલ્યાણ છે. વીતરાગભાવ વધતાં વધતાં પૂર્ણ વીતરાગ થાય છે, વીતરાગભાવ પ્રગટ થયો તે કાયમ રહે છે. તેમ અલ્પજ્ઞાન-મતિશ્રુતજ્ઞાન થયું તે જ્ઞાન. જ્ઞાન. જ્ઞાનભાવે કાયમ રહીને પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન થશે-આવું ભગવાન આત્માનું સામર્થ્ય છે, બીજાના કારણે કાંઈ જ નથી. આનું નામ ભાવભાવશક્તિ છે. અહા ! ત્રિકાળ ભાવ છે તેવો વર્તમાન વર્તમાન વર્ચા કરશે. એમ ત્રિકાળ ને વર્તમાનની સદાય એક જાતિ રહેશે એવું ભાવભાવશક્તિનું સ્વરૂપ છે.
અહીં આ પ્રમાણે ભાવભાવશક્તિનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com