________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨-કર્તૃશક્તિ : ૧૯૧ ત્યાં જ રમવાનું જોર આપ, તેનું જ ધ્યાન કર. તેથી તને નિર્મળ રત્નત્રય પ્રગટશે, અદ્દભુત અપૂર્વ આલ્હાદ થશે. અહા ! તે અપૂર્વ આનંદની દશા થાય તેનો કર્તા આનંદ ગુણ છે. આનંદ ગુણ દ્રવીને આનંદની દશારૂપ થાય છે. આમ દરેક ગુણમાં પકારકનું પરિણમન હોવાથી તે તે ગુણની પર્યાયનો કર્તા તે તે ગુણ છે. ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય જ છે, પણ અહીં એ વાત નથી. અહીં તો વ્યાપ્યમાં વ્યાપક થઈને પરિણમે છે કોણ?–એમ લેવું છે. તેથી ગુણની પર્યાય થાય તેનો કર્તા ગુણ છે, ને અભેદથી દ્રવ્ય છે. અહા ! આ કર્તુત્વ ગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે, પણ કોને? દ્રવ્યદૃષ્ટિમાં તેનો સ્વીકાર કરે તેને તેને સમયે સમયે નિર્મળ નિર્મળ પર્યાયો થયા કરે છે.
ભાઈ ! સત શું? સતનું સ્વરૂપ શું? -હવે એનું યથાર્થ જ્ઞાન થયા વિના સત્ કેવી રીતે પ્રાપ્ત થાય ? ભાવભાસનમાં તો પોતાની ચીજ આવવી જોઈએ ને? અહીં કહે છે–થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવ તેના ભાવકપણામયી કર્તૃશક્તિ છે. સિદ્ધરૂપ ભાવ એટલે તે સમયે થવાયોગ્ય જે નિશ્ચિત નિર્મળ ભાવ પ્રાપ્ત થાય તે; તે સમયનું પ્રાપ્ય. સમયસારની ગાથા ૭૬-૭૭-૭૮માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય-એવા ત્રણ બોલ આવે છે. પ્રાપ્ય એટલે તે સમયે જે થવાયોગ્ય નિયત ભાવ છે તેને પ્રાપ્ત કરે છે એનું નામ પ્રાપ્ય. અહા ! આમાં તો સમયે સમયે થવાયોગ્ય ક્રમબદ્ધ પર્યાય થાય છે તે, અને તેનું કર્તાપણું પણ સિદ્ધ કર્યું છે. ભાઈ, સત્ બહુ સૂક્ષ્મ છે, તેને યથાર્થ સમજવું જોઈએ.
દરેક ગુણમાં કર્તૃત્વ ગુણનું રૂપ છે. તે કારણે પ્રત્યેક ગુણ કર્તા થઈને પોતાની નિર્મળ પર્યાયને કરે છે, બીજો ગુણ તેનો કર્તા નથી. આનંદ ગુણની પર્યાય પ્રગટી તેને કર્તુત્વ ગુણની પર્યાય કરતી નથી. અહાહા..! એક પર્યાયમાં એક ગુણ કર્તા, અને એકેક પર્યાયમાં તે પર્યાય પોતે કર્તા. એકેક ગુણની એકેક પર્યાયમાં પારક, ને એકેક પર્યાયમાં પર પર્યાય નહિ–આમ અનંતી પર્યાયમાં સહભંગી લગાવવી. પોતાની પર્યાયથી પોતાની પર્યાય, તે પર્યાય બીજી અનંતી પર્યાયના કારણે નથી-એમ અનંત સભંગી લગાવવી. લ્યો, આવી જૈન પરમેશ્વરના ઘરની વાતનો લોકો સમજ્યા વિના જ વિરોધ કરે છે. ભાઈ, જરા ધીરજથી સાંભળે તો તને વિરોધનું કારણ રહેશે નહિ. આ તો તારા હિતની વાત છે બાપુ!
જુઓને! દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, વિકારના અભાવરૂપ પર્યાય સ્વતંત્ર છે. પણ આ તો નિશ્ચય છે, એકાંત છે એમ કહીને એને ટાળી દે છે. અરે પ્રભુ! એકાંત છે, પણ આ સમ્યક એકાન્ત છે. ભાઈ, એકાન્તના પણ બે પ્રકાર છે: સમ્યફ એકાન્ત, અને મિથ્યા એકાન્ત. અનેકાન્ત પણ સમ્યક અને મિથ્યા એમ બે પ્રકારનું છે. પોતાની પર્યાય પોતાથી છે, ને રાગથીય છે–એ મિથ્યા અનેકાન્ત છે. પોતાની પર્યાય પોતાથી છે, ને પરથી રાગથી નથી–આ સમ્યક અનેકાન્ત છે. અરેરે ! આ જિંદગી ચાલી જાય છે ભાઈ ! કરવાનાં કાર્ય ન કરે, અને ન કરવાયોગ્ય પુણ્યપાપમાં રોકાઈ જાય એ તો બાળવૃત્તિ છે ભાઈ !
પણ આખી દુનિયા તો એમ કરે છે?
આખી દુનિયા તો ઉંધે રસ્તે છે, અને તેને દેખીને પોતે પણ ઉંધે રસ્તે જાય એમાં શું વિવેક છે? દુનિયા તો દુ:ખી છે, ને દુ:ખી રહેશે, માટે દુનિયાનું લક્ષ છોડી, તારા આત્માનું લક્ષ કર; આનંદનો સમુદ્ર તારો આત્મા છે; તેનું લક્ષ કરતાં પોતે જ આનંદરૂપ થઈને તેને આનંદ આપે એવા સામર્થ્યવાળો તે છે. સમજાણું કાંઈ...?
અહા ! આત્માની ક્રિયા તો જ્ઞાતાદ્રષ્ટાપણે જાણવું તે છે, અને તેનો આત્મા કર્તા છે. પણ મલિનતા-વિકારના પરિણામનો આત્મા કર્તા નથી. વાસ્તવમાં વિકારરૂપ થવાના ઉપરમસ્વરૂપ-નિવૃત્તસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તૃત્વ સ્વભાવ છે. (જુઓ ર૧મી અકર્તત્વશક્તિ) વિકાર આત્મા નહિ, ને વિકારને કરે તેય આત્મા નહિ; કેમકે વિકારના કરવારૂપ આત્માનો કોઈ ગુણ નથી. સમજાય છે કાંઈ...? અહા ! શુદ્ધ ચૈતન્યપરિણતિ છોડીને, બીજા કોઈ પરભાવોનું-વ્યવહાર રત્નત્રયાદિનું પણ-ભગવાન આત્માને કર્તુત્વ નથી, અકર્તુત્વ જ છે, જ્ઞાતાપણું જ છે. જ્ઞાની વ્યવહાર રત્નત્રયના રાગને માત્ર જાણે જ છે બસ. અહા ! આવું ધર્મનું સ્વરૂપ છે.
પ્રશ્ન:- અનંત શક્તિમાન આત્મા છે. તો તે જનહિતનાં કાર્યો તો કરે ને ?
ઉત્તર- અરે ભાઈ, અનંત શક્તિમાન આત્મા છે એ તો સાચું, પણ તેની અનંત શક્તિઓનું કાર્ય આત્મામાં જ સમાય છે, બહારમાં તે વિસ્તરતું જ નથી. આત્મા બહારમાં કાંઈ કરે એવી કોઈ એની શક્તિ જ નથી. લોકના એક પરમાણુને પણ કરે એવું આત્માનું સામર્થ્ય નથી. બેમાં અત્યંતભાવ હોવાથી, પરમાં કાંઈપણ કરવાનું આત્માનું સામર્થ્ય જ નથી તો પછી તે જનહિતનાં કાર્યો કેવી રીતે કરે? હું પરનાં-જનહિતનાં કાર્ય કરે છે એવી માન્યતા તો ઘેલછા ને મૂઢપણું સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com