________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧-અસ્તૃત્વશક્તિ : ૧૧૩ આત્મદ્રવ્ય જ્ઞાનનયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.”
આ બન્ને ધર્મો આત્મામાં એકી સાથે છે. એક જીવને ક્રિયાથી મોક્ષ થાય ને બીજા જીવને જ્ઞાનથી મોક્ષ થાય એમ બનતું નથી. તેમ જ જીવને કોઈવાર ક્રિયાથી અને કોઈવાર જ્ઞાનથી મોક્ષ થાય એમ પણ બનતું નથી. બન્ને ધર્મો દ્રવ્યમાં એકી સાથે હોય છે; માત્ર વિવક્ષાભેદ છે.
અહીં અકર્તત્વશક્તિનું વર્ણન ચાલે છે. કર્મો દ્વારા કરવામાં આવેલા વિકારી પરિણામના કરવાના અભાવસ્વરૂપ અકર્તૃત્વશક્તિ છે. વિકારના પરિણામ કર્મ-નિમિત્તના આશ્રયે થાય છે તેથી કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ-એમ કહ્યું છે. વિકાર કાંઈ સ્વભાવના આશ્રયે થતો નથી, ને આત્મામાં વિકાર કરવાનો કોઈ સ્વભાવ-શક્તિ નથી. પર્યાયમાં વિકાર થાય છે તે શક્તિનું કાર્ય નથી. તેથી દયા, દાન આદિ વિકારના પરિણામને કર્મથી કરવામાં આવેલા પરિણામ કહ્યા છે.
પંચાસ્તિકાયની ગાથા ૬રમાં વિકાર પોતાની પર્યાયના પકારકથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. મતલબ કે એક સમયની પર્યાયમાં થતી મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ વિકૃતિ પોતાની પર્યાયના પકારકથી થાય છે, પરના કારણે નહિ ને પોતાના દ્રવ્ય-ગુણના કારણેય નહિ.
ત્યારે સમયસારની કર્તાકર્મ અધિકારની ગાથા ૭૫-૭૬-૭૭માં એમ કહ્યું છે કે ધર્મીને પોતાનો પૂર્ણ સ્વભાવદષ્ટિમાં આવતાં જે નિર્મળ પરિણામ પ્રગટ થયા છે તે તેનું વ્યાપ્ય છે અને આત્મા તેનો વ્યાપક છે. પરંતુ તેને (ધર્મીને) જે વિકાર બાકી છે તે વિકાર તેનું વ્યાપ્ય નથી. ત્યાં, વિકાર છે તે વ્યાપ્ય છે અને પુદ્ગલ કર્મ તેને વ્યાપક છે એમ કહ્યું છે. એ તો ત્યાં વિકારથી ભિન્ન ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે માટે એમ કહ્યું છે. રાગ સ્વભાવભૂત નથી, પુદગલ કર્મના સંગમાં થાય છે ને તેનો સંગ મટી જતાં મટી જાય છે તેથી તેને પુદગલ કર્મનું વ્યાપ્યકર્મ કહ્યું છે.
કળશ ટીકા, કળશ ૬૮માં કહ્યું છે કે-રાગ-દ્વેષ-મોહના પરિણામ વ્યાપ્ય છે અને મિથ્યાદષ્ટિ જીવ તેમાં વ્યાપક છે. તેથી તે મિથ્યાષ્ટિ જીવ અશુદ્ધ ચેતનપરિણામોનો કર્તા છે. અજ્ઞાની જીવ વિકારમાં તન્મય થઈને પરિણમે છે તેથી તે વિકારનો કર્તા થાય છે. ભાઈ ! કઈ અપેક્ષાથી કયાં શું કથન કર્યું છે તે ધ્યાનમાં રાખીને તેના અર્થ સમજવા જોઈએ. અહીં કહે છે-વિકારના પરિણામ કર્મ દ્વારા કરવામાં આવ્યા છે. અહીં સ્વભાવના પરિણામનું વર્ણન છે ને! તેથી વિભાવને કર્મના ઉદયના નિમિત્તાધીન ભાવ ગણી તેને કર્મો દ્વારા કરવામાં આવેલા પરિણામ કહ્યા છે. આમ
જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે યથાર્થ સમજવું જોઈએ. શાસ્ત્રમાં આવે છે કે દરેક કથનના પાંચ પ્રકારથી અર્થ કરી તેને યથાર્થપણે સમજવું. ૧. શબ્દાર્થ, ૨. આગમાર્થ, ૩. મતાર્થ, ૪. નયાર્થ, અને ૫. ભાવાર્થ-આમ પાંચ પ્રકારે અર્થ કરી કથનને યથાર્થ જાણવું.
ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયકમાત્ર વસ્તુ છે. તેના સન્મુખનો અનુભવ થતાં જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે, તેના ભેગી અનંત શક્તિઓ પણ ઉછળે છે, પણ વિકારના પરિણામ ભગા સમાતા નથી, કેમકે વિકાર પરિણામના ઉપરમસ્વરૂપ ભગવાન આત્માનો અકર્તા સ્વભાવ છે. અક્રમે પ્રવર્તતા ગુણો ને ક્રમવર્તી નિર્મળ પર્યાયો-એ બન્નેનો સમુદાય તેને અહીં આત્મા કહ્યો છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના પરિણામ કર્મથી કરવામાં આવેલા વિકૃત પરિણામ છે, તે જ્ઞાતૃત્વમાત્રથી ભિન્ન પરિણામ છે અને તેનાથી (તેને કરવાથી) જ્ઞાની નિવૃત્તસ્વરૂપ છે; અર્થાત્ જ્ઞાની જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા નથી.
પ્રશ્ન:- આમાં તો આપ પુણ્યને ઉડાવો છો ?
ઉત્તર:- એમ નથી ભાઈ ! આમાં તો વિકાર રહિત તારા એક જ્ઞાયક સ્વભાવની પ્રસિદ્ધિ થાય છે. તારા સ્વભાવનો મહિમા લાવી પ્રસન્ન થા. સ્વભાવની સમજણના કાળે તને જે પુણ્ય બંધાશે તે પણ બહુ ઉંચી હશે. વળી નિજ સ્વભાવને સમજીને પુણ્ય-પાપના વિચ્છેદરૂપ પરિણમે તો તો શું વાત છે! તો વીતરાગતા ને કેવળજ્ઞાન થશે; અને તે તો કર્તવ્ય જ છે, ઇષ્ટ જ છે. સમજાણું કાંઈ..?
અહાહા...! અનંત શક્તિના ધારક ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરી તેનો જ્યાં આશ્રય લીધો ત્યાં ધર્મી વિકારના-રાગના પરિણામથી નિવૃત્તસ્વરૂપ છે; વિકારમાં જ્ઞાની પ્રવૃત્તસ્વરૂપ નથી, માટે જ્ઞાનીને વિકારનું કર્તુત્વ નથી. મારગ બહુ જુદો છે ભાઈ ! અહાહા...! જેના ફળમાં અનંત કાળ પર્યત રહે એવા અનંત ચતુષ્ટય-અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટે અહાહા...! તેનો ઉપાય કોઈ અનુપમ અલૌકિક હોય છે. અહાહા...! આવો વીતરાગનો લોકોત્તર મારગ કોઈ મહા ભાગ્યશાળી હોય તેને પ્રાપ્ત થાય છે. બાકી લોકો તો વ્રત કરો ને દાન કરો ને તપ કરો-એમ પુણ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com