________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કળશ-ર૫ : ૨૩૧
અહાહા...! શું કહે છે? કે સદાય અસ્ખલિત-અચલિત એવો-ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. તેને નિષ્કપ ગ્રહણ કરવાથી અર્થાત્ નિર્વિકલ્પ જ્ઞાનની પરિણતિમાં પકડવાથી-જાણવાથી મુમુક્ષુઓને-કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય તેમને-તત્કાલ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ આ ઉપાયની પ્રાપ્તિની રીત ! શુદ્ધ આત્માના ગ્રહણ દ્વારા જ સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત થાય છે.
હવે અત્યારે તો બસ પુણ્ય કરો... પુણ્ય કરો-એમ બધે હાલ્યું છે, પણ પુણ્યથી તો સ્વર્ગાદિ મળે, ને બહુ બહુ તો વીતરાગદેવ અને તેમની વાણીનો સમાગમ મળે, પણ એમાં આત્મામાં શું આવ્યું? આત્માનો અનુભવ તો અંદર અખંડ અલિત એક જ્ઞાયકસ્વભાવી પોતાની ચીજ છે તેને સ્વાભિમુખ જ્ઞાનમાં પકડવાથી થાય છે. અહાહા...! નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ છોડી એક જ્ઞાયકના લક્ષે પરિણમે તેને ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થાય છે. ભાઈ, પહેલું લક્ષમાં તો લે કે ધર્મનો દોર આ છે, આ સિવાય બહારની ક્રિયાના લક્ષે સમ્યગ્દર્શન થાય એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાય છે કાંઈ...?
પુરુષાર્થસિદ્ધિ–ઉપાયમાં આવે છે કે-મોક્ષનો ઉપાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો યોગ અને કષાય છે. જેને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે તે પણ એ મોક્ષમાર્ગથી બંધાય છે એમ નથી, યોગ અને કષાયથી જ બંધાય છે. નિર્વિકલ્પ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તેરૂપ મોક્ષમાર્ગ તે યોગ અને કષાયરૂપ નથી, છતાં કહેવાય કે સમકિતીને સમ્યગ્દર્શન દેવના આયુના બંધનું કારણ છે. આ વ્યવહારનયનું-ઉપચારનું કથન છે. નયના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણે છે તેને એમાં કાંઈ વિરોધ જેવું દેખાતું નથી.
જાતિસ્મરણથી સમ્યગ્દર્શન પામે, દેવ-ગુરુથી પામે, જિનબિંબના દર્શનથી પામે, ઇત્યાદિ શાસ્ત્રમાં આવે એ તો કોના ઉપ૨ લક્ષ હતું ને છોડયું તે બતાવનારાં કથન છે. બાકી ત્રિકાળી ધ્રુવને ધ્યેય બનાવીને ધ્યાન કરવું-બસ એ જ જન્મ-મરણના અંતનો ઉપાય છે. સાતમી નરકનો નારકી સ્વનો આશ્રય લઈને સમકિત પામે છે. આ સિવાય શું સ્વર્ગમાં કે નરકમાં-જ્યાં જાય ત્યાં બધે પોતાની શાંતિને શેકનારા અંગારા જ છે. જિનબિંબના દર્શનથી નિધત્ત અને નિકાચિત કર્મનો ક્ષય કરી સમતિ પામ્યો એમ શાસ્ત્રમાં આવે, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જિનબિંબના દર્શન કાળે તેનું લક્ષ છોડી પોતે જે જિનસ્વરૂપ છે તેનું લક્ષ કરે તો સમકિત થાય છે. સ્વદ્રવ્યના આશ્રયે જ સમકિત થાય છે આ એક જ રીત છે. ભાઈ, તું બીજી રીતે-દયા, દાન, વ્રત, તપથી થાય એમ માન પણ એ તો તારી હઠ છે. અરેરે! શું થાય ? ભવભ્રમણનો એને થાક લાગ્યો નથી તેથી સંસારથી છૂટવું ગોઠતું નથી. ઘણા દિવસોના કેદીની જેમ તેને ભવભ્રમણ કોઠે પડી ગયું છે, એક ભવમાંથી બીજા ભવમાં જવા તૈયાર છે, પણ તત્ત્વની વાત સમજવા તે તૈયાર નથી; તત્ત્વ એને ગોઠતું નથી.
બાકી જુઓ ને, આ શું કહે છે? અહાહા...! અસ્ખલિત-જેના ચૈતન્યનો પ્રવાહ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ એકરૂપ અચલ છે એવા ભગવાન આત્માને નિષ્કપ-નિર્વિકલ્પ જ્ઞાનની દશામાં પકડવાથી તેને તત્ક્ષણ જ અપૂર્વ એવી ભૂમિકાની અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. લ્યો, હવે આ સિવાય બીજી કોઈ વિધિ-રીત નથી. ગુરુની કૃપાથી સમકિત થયું એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે. નિશ્ચયથી આત્માનો ગુરુ આત્મા-પોતે જ છે. જ્યારે પોતે અંતર્મુખ થઈ સમકિત પ્રગટ કરે ત્યારે ગુરુ બહારમાં નિમિત્તરૂપે હોય તો ઉપચારથી ગુરુની કૃપા થઈ એમ કહેવાય છે. સમજાણું કાંઈ...? ભાઈ, ઉપચારનાં-વ્યવહારનાં કથન જેમ છે તેમ યથાર્થ સમજવાં જોઈએ.
હવે કહે છે– પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ-કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની ( અનેક ધર્મની ) મુર્તિઓ છે તેઓ-સાધભાવથી ઉત્પન્ન થતી ૫૨મ પ્રકર્ષની કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે.'
‘પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા'... જુઓ સમ્યગ્દર્શન પામ્યા પછી સ્વરૂપમાં નિત્ય મસ્તી-કેલિ કરતા એમ કહ્યું છે, વ્રત પાળતા ને તપસ્યા કરતા કેવળજ્ઞાન પ્રગટ કરે છે એમ કહ્યું નથી. જ્ઞાનાનંદસ્વરૂપી નિજ ભગવાન આત્મા અનુભવમાં આવ્યા પછી એમાં જ મસ્તી-૨મણતા કરતા, એમાં જ આનંદની કેલિ કરતા મુમુક્ષુઓ સિદ્ધિભાવનું ભાજન થાય છે.
અહાહા...! સમ્યગ્દર્શનરૂપી ધર્મની ધજા જેણે હસ્તગત કરી છે તેને હવે જગતમાં લુંટનારાઓ કોઈ નથી. અહાહા...! તે મુમુક્ષુઓ નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં મસ્તી કરતા-મોજ કરતા-લહેર મારતા, પોતાથી જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com