________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કેમકે તે શુભરાગ આત્માના સ્વરૂપભૂત નથી; રાગ ને જ્ઞાનસ્વભાવ તદ્દન ભિન્ન ચીજ છે.
“જ્ઞાન તે આત્મા’-એમ જ્ઞાનલક્ષણને અનુસરીને શોધતાં, પરથી ને વિકારથી જુદો ને પોતાના અનંત સ્વભાવોથી એકમેક એવો ભગવાન આત્મા પ્રાપ્ત થાય છે. આ જ સમ્યગ્દર્શન અને આત્મોપલબ્ધિની રીત છે.
સમાન, અસમાન, ને સમાનાસમાન-એમ ત્રિવિધ ધર્મોનો ધારક ભગવાન આત્મા છે; આવા નિજ સ્વરૂપને ઓળખી, પરથી ને વિકારથી ભેદજ્ઞાન કરી, અંતર્દષ્ટિ વડે શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે, અને તે જ કર્તવ્ય છે. લ્યો,
આ પ્રમાણે અહીં સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણધર્મવશક્તિ પૂરી થઈ.
૨૭: અનંતધર્મત્વશક્તિ ‘વિલક્ષણ (પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ.'
અહીં “અનંતધર્મત્વ' શબ્દમાં “ધર્મ' શબ્દ ગુણ-સ્વભાવની વાત છે; નિત્ય, અનિત્ય આદિ જે અપેક્ષિત ધર્મો છે એની વાત નથી. અહાહા..! ‘ધારયતિ રૂતિ ધર્મ:'-આત્મદ્રવ્ય જે અનંત ગુણ-સ્વભાવને ધારણ કરે છે તે ધર્મ છે. અહીં ધર્મ શબ્દ ત્રિકાળી ગુણ-સ્વભાવ-શક્તિની વાત છે. અહાહા..! આત્મામાં શક્તિઓ કેટલી ?-કે અનંત; અહો ! અનંત શક્તિ-સ્વભાવોથી અભિનંદિત (અભિમંડિત ) આત્મા ત્રિકાળ એકરૂપ છે; આવો જ તેનો અનંતધર્મત સ્વભાવ છે. અહા ! આવા નિજ આત્મદ્રવ્યને દૃષ્ટિમાં લઈ પરિણમતાં તેનું નિર્મળ પરિણમન થાય છે, અને ત્યારે ભેગો આનંદનો અનુભવ થાય છે તથા આત્મજ્ઞાન પ્રગટ થાય છે.
અહા ! અનંતધર્મત્વમય ભગવાન આત્મા છે. કેવા છે તેના અનંત ધર્મો? તો કહે છે-વિલક્ષણ છે, અર્થાત પરસ્પર ભિન્ન લક્ષણવાળા છે. છે ને અંદર કે-“વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત....' અહાહા...! આત્માના અનંત સ્વભાવો છે તે પરસ્પર ભિન્ન લક્ષણવાળા છે. એક ગુણથી બીજો ગુણ વિલક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, દર્શનનું લક્ષણ દેખવું, વીર્યનું લક્ષણ સ્વરૂપની રચના કરવી, આનંદનું લક્ષણ પરમ આલ્હાદનો અનુભવ થવો, અસ્તિત્વનું લક્ષણ ત્રિકાળ સપણે રહેવું એમ પ્રત્યેક અનંત શક્તિઓ વિલક્ષણ સ્વભાવવાળી છે; કોઈ ગુણનું લક્ષણ કોઈ બીજા ગુણમાં જતું નથી, ભળી જતું નથી; જો ભળી જાય તો અનંત સ્વભાવ-ગુણ સિદ્ધ ન થાય. અહા ! આવા અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંતધર્મત્વ શક્તિ જીવમાં છે. અનંત ધર્મો વિલક્ષણ હોવા છતાં એકભાવપણે રહેવાનો આવો ભગવાન આત્માનો અનંતધર્મત સ્વભાવ છે.
પ્રશ્ન:- હા, પણ આવા અનંત ધર્મો જણાતા તો નથી ?
ઉત્તર:- છદ્મસ્થને ભિન્ન ભિન્નપણે અનંત ધર્મો પ્રત્યક્ષ ન જણાય એ તો ખરું, પણ અંતર્મુખ દૃષ્ટિ વડે અનંત ધર્મોથી અભેદ એક ચિન્માત્ર વસ્તુ આત્માનો અનુભવ અવશ્ય થાય છે; અને તે અનુભવમાં બધાય ધર્મો સમાઈ જાય છે. શું કીધું? જેમ ઔષધિની એક ગોળીમાં અનેક પ્રકારના ઓસડનો ભેગો સ્વાદ હોય છે, તેમ આત્મવસ્તુના અનુભવમાં અનંત શક્તિઓનો રસ ભેગો હોય છે. અહાહા...! સ્વાનુભવરસમાં અનંત ગુણોનો રસ સમાય છે. તેથી તો કહ્યું છે કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખરૂપ. અહાહા..! આ અનુભવ તો સર્વ સારરૂપ છે. ભાઈ ! અહીં આ શક્તિઓનું વર્ણન ભેદમાં અટકવા માટે કર્યું નથી, પણ અનંત ગુણોનો અભેદ એક જે રસ-અનુભવરસ છે તેની પ્રાપ્તિ માટે કર્યું છે. સમજાણું કાંઈ..?
શક્તિઓના ભેદના લક્ષે સ્વાનુભવરસ પ્રગટતો નથી, અભેદએક જ્ઞાયકના જ લક્ષે સ્વાનુભવરસ પ્રગટે છે, ને ત્યારે જ શક્તિઓની યથાર્થ પ્રતીતિ થાય છે. અહા ! અનંત ગુણના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં “આત્મા’-એમ કહેતાં તેમાં બધા ગુણ એક સાથે સમાઈ જાય છે. અહા ! આવા અભેદ એકરૂપ ચિન્માત્રસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ પરિણમતાં સ્વાનુભવની દશા પ્રગટ થાય છે, ને તેમાં આત્મા અને તેના અનંત ધર્મોની સાચી પ્રતીતિ થાય છે. આવી વાત છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com