________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૬-સાધારણ-અસાધારણ-સાધારણાસાધારણધર્મત્વશક્તિ : ૧૩૧
આત્મા જુદો લક્ષિત થતો નથી, કેમકે તેને ધર્મ, અધર્મ, આકાશાદિ દ્રવ્યો સાથે સાધારણપણું છે; અમૂર્તત્વ વર્ડ પુદ્દગલ દ્રવ્યથી અસાધારણપણું જણાય છે, પણ આકાશાદિ દ્રવ્યો સાથે તેનું સાધારણપણું હોવાથી તે અમૂર્તત્વ વડે આકાશાદિ દ્રવ્યોથી જુદા આત્માનું લક્ષ થઈ શકતું નથી.
આ પ્રમાણે અસ્તિત્વાદિ સાધારણ ધર્મો; જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અસાધારણ ધર્મો ને અમૂર્તત્વાદિ સાધારણાસાધારણ ધર્મો-એમ ત્રણ પ્રકારના ધર્મો ભગવાન આત્મામાં એકી સાથે હોવાનો તેનો સાધારણઅસાધારણ-સાધારણાસાધારણધર્મત્વ સ્વભાવછે. આત્મા સત-ચિત-અમૂર્તિક છે-એમ કહેતાં ઉપરના ત્રણે પ્રકારના ધર્મો તેમાં આવી જાય છે.
પ્રવચનસારની ૯૫મી ગાથામાં કહ્યું છે કે-આત્મામાં જે ચૈતન્ય ગુણ છે તે એક અપેક્ષા સામાન્ય ગુણ છે, કેમકે પોતામાં જેમ ચૈતન્યગુણ છે તેમ બીજા અનંતા આત્મામાં પણ ચૈતન્ય ગુણ છે. આ પ્રમાણે જ્ઞાન, આનંદ આદિ ગુણો જેમ સ્વદ્રવ્યમાં છે તેમ અનંતા બીજા આત્મામાં પણ છે તે અપેક્ષા તે સાધારણ ધર્મો છે. પરંતુ ત્યાં આ જીવનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન બીજા જીવોમાં છે એમ નથી. પ્રત્યેક જીવના જ્ઞાન, દર્શન, ચૈતન્ય આદિ ધર્મો તે તે જીવના જ વિશેષ ધર્મરૂપ છે. આ પ્રમાણે અસાધારણપણું પણ છે; અને તેથી પોતાના જ્ઞાન વડે પોતે બીજા જીવોથી જુદો અનુભવમાં આવે છે.
ભાઈ! જ્ઞાન, આનંદ વગેરે વિશેષ ગુણો પ્રત્યેક આત્મામાં છે; સ્વમાં છે ને બીજા જીવોમાં પણ છે. પરંતુ સ્વના જ્ઞાન, આનંદ વગેરે સ્વમાં, ને ૫૨ જીવોના જ્ઞાન, આનંદ વગેરે પણ જીવોમાં પોતપોતામાં છે. સ્વનું જ્ઞાન બીજા જીવમાં નથી, બીજા જીવનું જ્ઞાન સ્વમાં નથી. આ પ્રમાણે સ્વની ૫૨ જીવોથી અધિકતા હોવાથી સ્વસન્મુખ થતાં જ પોતાના જ્ઞાન વડે બીજા બધા જીવોથી જુદો પોતાનો આત્મા પોતાના સંવેદનમાં આવે છે. આવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે અને તે ધર્મ છે. ભાઈ! તારું જ્ઞાનલક્ષણ એક એવું અસાધારણ છે કે તે સર્વ પદ્રવ્યો ને ૫૨ભાવોથી ભિન્નપણે ને પોતાના અનંત ધર્મો-ગુણોથી એકપણે આત્માનો અનુભવ કરાવે છે; માટે પ્રસન્ન થા ને
જ્ઞાનલક્ષણે સ્વદ્રવ્યને લક્ષિત કર.
હોવાપણે–અસ્તિપણે આત્મા અને અન્ય પદાર્થો સરખા છે; પરંતુ આત્મામાં જ્ઞાન છે, ને સર્વ અન્ય જડ દ્રવ્યોમાં નથી. આ રીતે આત્માની વિશેષતા છે. જેમ પુદ્દગલમાં રૂપીપણું અર્થાત્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ છે, ને તે બીજા કોઈ દ્રવ્યોમાં નથી તેથી રૂપીપણું પુદ્દગલનો અસાધારણ ધર્મ છે, તેમ જ્ઞાન, દર્શન આદિ જીવમાં જ છે, અન્ય દ્રવ્યોમાં નથી, માટે જ્ઞાનાદિ જીવના અસાધારણ ધર્મ છે.
આ પ્રમાણે પરદ્રવ્યોથી ભગવાન આત્મા જુદો છે ને અંદરના રાગાદિ વિકારથી પણ તે જુદો છે; કેમકે રાગાદિ વિકારમાં જ્ઞાન નથી. જેમ આત્મા છે, પરમાણુ પણ છે, બન્ને હોવાપણે છે, છતાં બન્ને જુદા જ છે; કેમકે બન્નેનો સ્વભાવ જુદો છે. તેમ આત્મામાં ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે, ને ક્ષણિક વિકાર પણ છે; બન્ને હોવાપણે છે, છતાં બન્ને જુદા જ છે, કેમકે જ્ઞાનસ્વભાવમાં તે વિકાર નથી, ને વિકા૨માં જ્ઞાનસ્વભાવ નથી. આ રીતે બન્નેની ભિન્નતા હોવાથી, અંતર્મુખ દષ્ટિ વડે વિકારથી ભિન્ન નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ થાય છે. અહા! આ પ્રમાણે ૫૨દ્રવ્યોથી ને શુભાશુભ વિકારી ભાવોથી ભેદજ્ઞાન કરીને અંતર્દષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનાદિ અનંત શક્તિઓથી એકાકાર-એકરૂપ એવા સ્વદ્રવ્યનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
અરે! પોતાના સ્વસ્વરૂપને જાણ્યા વિના લોકો તો ક્રિયાકાંડમા ને શુભયોગના વ્યવહારમાં જ ધર્મ માની સંતુષ્ટ થઈને બેઠા છે. પણ ભાઈ! જેને તું વ્યવહાર કહે છે તે ખરેખર આત્મવ્યવહાર નથી. પ્રવચનસાર ગાથા ૯૪માં (ટીકામાં ) કહ્યું છે કે-આત્મા શુદ્ધ જ્ઞાન ને આનંદરૂપે પરિણમે તે આત્માનો શુદ્ધ વ્યવહાર છે. આત્મા રાગભાવે– વિકા૨૫ણે પરિણમે તે આત્માનો વ્યવહાર નથી, તે મનુષ્ય-વ્યવહાર છે. અહા! આ પ્રવચનસાર તો ભગવાનની દિવ્યધ્વનિનોસા૨ છે. ભાઈ ! દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, ને પર્યાય શુદ્ધ ચૈતન્યપણે પરિણમે તે આત્મવ્યવહાર છે. આ સિવાયનો તો સઘળો વ્યવહા૨-રાગ થોથાં છે, એ અપૂર્વ નથી, એ તો જીવે અનંતવાર કર્યો છે. સમજાય છે
sis...?
ભાઈ, ‘આત્મા છે’-એમ માત્ર અસ્તિત્વ ગુણથી આત્માને શોધવા જઈશ તો આત્મા હાથ નહિ આવે, કેમકે અસ્તિત્વ એ તો સર્વ દ્રવ્યોનો સ્વભાવ છે.
વળી આત્મા ‘અમૂર્ત' છે–એમ અમૂર્તપણાથી આત્માને શોધવા જઈશ તોય તે હાથ નહિ આવે, કેમકે અમૂર્તપણું એ આકાશાદિ દ્રવ્યોનો પણ સ્વભાવ છે.
વળી દયા, દાન, વ્રત આદિ અનેક પ્રકારના શુભ વ્યવહારથી આત્માને શોધવા જઈશ તોય તેની પ્રાપ્તિ નહિ
થાય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com