________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-પ્રભુત્વશક્તિ : ૪૭ હો ભલે, પણ તેને એક શુદ્ધોપયોગની જ ભાવના હોય છે.
અહાહા...! ભગવાન કેવળી કહે છે–ભાઈ ! તારી આત્મવસ્તુમાં એક પ્રભુત્વશક્તિ છે. ત્યાં આ શક્તિ અને શક્તિવાન એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી શુદ્ધ ચિત્માત્ર વસ્તુનું લક્ષ કરતાં તારી પ્રભુત્વશક્તિ અખંડિત પ્રતાપ સહિત તત્કાલ પ્રગટ થાય છે. અહાહા..! તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. અહાહા....! દ્રવ્યમાં પ્રભુત્વ, ગુણોમાં પ્રભુત્વ અને પર્યાયમાં પ્રભુત્વ પ્રગટે છે; અર્થાત્ તારી પ્રભુત્વશક્તિ ક્રમે નિર્મળ-નિર્મળ એવી પરિણમે છે કે એનો પ્રતાપ કોઈથી નિવારી શકાતો નથી. જુઓ, -
- આ દેવ-ગુરુ આદિ પંચ પરમેષ્ઠી ભગવંતો પરદ્રવ્ય હોવાથી તારા આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એકેયમાં
વ્યાપતા નથી, -વળી દેવ-ગુરુ પ્રત્યેનો વિનય-ભક્તિ આદિનો શુભરાગ-વિકાર તે ય આત્માના દ્રવ્ય-ગુણમાં વ્યાપતો નથી,
એક સમયની પર્યાયમાં તે વ્યાપે છે તોપણ તે સર્વ પર્યાયોમાં વ્યાપતો નથી. જ્યારે-ધર્મી પુરુષને આ પ્રભુત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપે છે.
અહાહા...! તેથી પોતાના દ્રવ્ય-ગુણમાં વ્યાપક એવી પ્રભુત્વશક્તિ વડે પ્રભુ! તારું જીવન ચૈતન્યના અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન થાય તે જ જીવનની વાસ્તવિક શોભા છે, ઉજ્વળતા છે. આ સિવાય બીજા કોઈથી તારી શોભા નથી.
અરે, અજ્ઞાની જીવો પોતાને પામર માનીને બેઠા છે. અમે તો ગરીબ છીએ, સંસારી-રાગી છીએ, અલ્પજ્ઞ છીએ, અમે શું પુરુષાર્થ કરીએ? આમ અજ્ઞાનીઓ દીનતા કરી રહ્યા છે. તેમને અહીં કહે છે-ભાઈ ! તારું સ્વરૂપ અંદર અનંત પ્રભુતાથી વિરાજે છે. તારા એકેક ગુણમાં પ્રભુત્વ શક્તિ ભરી છે. અહાહા...! અનંત અનંત પ્રભુતાથી ભરેલો હું ચૈતન્ય મહાપ્રભુ છું એમ ભાન કરી અંતર-લક્ષ કરતાં જ પર્યાયમાં પ્રભુતા ઊછળે છે; સાથે જ્ઞાન, દર્શન આદિ અનંતી શક્તિઓ નિર્મળ ઊછળે છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
તો જ્ઞાની પણ પોતાને અલ્પજ્ઞ અને પામર જાણે છે તે કઈ રીતે છે?
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેયમાં પ્રભુતા વ્યાપી છે. તથાપિ પૂર્ણ દશા પ્રગટી નથી, પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થયાં નથી, તો જેટલી વર્તમાન દશા અધૂરી છે તેટલી ત્યાં પામરતા અને અલ્પજ્ઞતા છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. આ સ્યાદ્વાદ છે. પૂર્ણ પરમાત્મદશા પ્રગટી નથી તે અપેક્ષાએ સાધક પોતાની પર્યાયને પામર જાણે છે. આ તેનો પર્યાય-વિવેક છે.
સમકિતી પોતાના આત્માને તૃણ સમાન સમજે છે–એમ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે. ત્યાં અંતરંગમાં પ્રભુતાની પ્રતીતિ સહિત પર્યાયના વિવેકની વાત છે. એમ કે-કયાં દિવ્ય કેવળજ્ઞાન? અને કયાં મારી અલ્પજ્ઞ દશા? અહાહા..! –આમ વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂરણ દશા પ્રગટ કરવાની ધર્મી પુરુષ ભાવના ભાવે છે. ભાઈ ! જો એકલી જ પામરતા માને, અને અંતરંગ પ્રભુતા ન ઓળખે તો પામરતા દૂર કરી પ્રભુતા કયાંથી લાવે?
સમ્યગ્દષ્ટિને પોતાના સ્વરૂપનો અનુભવ થતાં જ નિજ પૂર્ણાનંદ પ્રભુની અંતર-પ્રતીતિ થાય છે, અને તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. પરંતુ જ્યાં સુધી પૂરણ ચારિત્રની દશા–પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી કિંચિત્ રાગ આવે છે. તે રાગને તે પામરતા સમજે છે. અહાહા...! ચારિત્રવત મહા મુનિવરની આનંદની રમણતાની દશા કયાં? અને મારી વર્તમાન વર્તતી ચોથા ગુણસ્થાનની દશા કયાં?
શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા; તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. અત્યારે તેમને ક્ષાયિક સમકિત છે; અને આગળ જતાં કેવળજ્ઞાન પ્રગટ કરશે. તેઓ હમણાં જાણે છે કે અમારી વર્તમાન દશા પામર છે. અહા ! કયાં ચારિત્રવત મહા મુનિવરોની દશા? કયાં કેવળજ્ઞાનની દશા? અને કયાં અમારી વર્તમાન અલ્પજ્ઞ દશા? આવો સાધકદશામાં ધર્મીને પર્યાયનો વિવેક હોય છે.
ધવલમાં એવો પાઠ છે કે-સ્વભાવના આશ્રયે મતિ-શ્રુતજ્ઞાનની જે વર્તમાન દશા પ્રગટ થઈ છે તે કેવળજ્ઞાનને બોલાવે છે. એટલે શું? કે વર્તમાન સમ્યકજ્ઞાનની દશા કેવળજ્ઞાનના સ્વરૂપને જાણે-ઓળખે છે અને તે જ વધતી-વધતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com