________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
હતા, છતાં શુભભાવની પ્રકર્ષતા વડે તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. ભાઈ ! શુભભાવ પાપબંધનું કારણ છે એમ નથી, તથા તે અબંધ ભાવ છે એમ પણ નથી, એ બંધભાવ જ છે, ને એનાથી પુણ્યબંધ થાય છે. માટે શુભની દષ્ટિ છોડી, અંદર તારું ચૈતન્યનિધાન પૂર્ણ જ્ઞાન ને આનંદના અમૃતથી ભર્યું છે તેને દેખ, તું ન્યાલ થઈ જઈશ, તારી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું અમૃત ઝરશે. લ્યો, આચાર્યદેવે પોતાના ચૈતન્યનિધાનને ઘોળી ઘોળીને તેનો સાર આ સમયસારમાં ભર્યો છે. અહા! જેને અંતર્દષ્ટિ થઈ છે, ને અંદર આનંદરસના અમૃતનો સ્વાદ આવ્યો છે તેને આ છ શક્તિઓનું વર્ણન લાગુ પડે છે; અજ્ઞાનીને તો શક્તિનું ભાન જ કર્યાં છે?
જુઓ, પહેલાં ભાવશક્તિ કહી તેમાં વર્તમાન વિદ્યમાન અવસ્થા હોવાની વાત કરી છે. વિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ છે, જેથી ધર્મીને વર્તમાન શુદ્ધપર્યાયની વિદ્યમાનતા હોય છે. તેમાં અશુદ્ધતા હોતી નથી. કિંચિત્ અશુદ્ધતા હોય તેનો તે સ્વામી નથી, માત્ર જાણનાર છે. જાણવાની પર્યાય પોતામાં છે, પણ અશુદ્ધતા પોતામાં છે એ વાત હવે દ્રવ્યદષ્ટિવંતને નથી.
બીજી અભાવશક્તિ લીધી છે. શૂન્યઅવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે. રાગ અને પુણ્યના અભાવસ્વભાવરૂપ અભાવશક્તિ છે. નિર્મળ પર્યાય અસ્તિપણે વિધમાન છે તે ભાવશક્તિ, અને રાગના અભાવરૂપ પરિણમન તે અભાવશક્તિનું કાર્ય છે. અહા! વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે. પણ એકવાર મૂળ વસ્તુ હાથ લાગી જાય પછી માર્ગ ખૂલી જાય છે. અહા! ત્રિકાળી સ્વભાવની સાથે એકતાબુદ્ધિ થઈ કે અંદરથી કમાડ ખૂલી ગયાં, ખજાનો ખૂલી ગયો. રાગની રુચિ છૂટીને સ્વભાવની રુચિ થઈ કે સમ્યગ્દર્શનરૂપ ચાવી હાથ લાગી ગઈ, અને ભરપૂર ચૈતન્યનો ખજાનો ખૂલી ગયો; આનંદનું પરિણમન થયું.
ત્રીજી ભાવઅભાવશક્તિમાં વર્તમાન નિર્મળ પર્યાયનો નિયમથી અભાવ થઈ જશે એમ બતાવ્યું છે; કેમકે પર્યાયની સ્થિતિ એક સમયમાત્ર છે, બીજે સમયે ભાવનો નિયમથી વ્યય-અભાવ થઈ જાય છે.
ચોથી અભાવભાવશક્તિ કહી છે. વર્તમાન જે નિર્મળ પર્યાય નથી, તે પછી પ્રગટ થશે જ એવી આ
અભાવભાવશક્તિ છે. પછીની નિર્મળ પર્યાયનો વર્તમાનમાં અભાવ છે તેનો વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈ
ભાવ થશે એ આ અભાવભાવશક્તિનું કાર્ય છે.
હવે આ ભાવભાવશક્તિનું વર્ણન છે. કહે છે-ભવતા પર્યાયના ભવનરૂપ ભાવભાવશક્તિ છે. વર્તમાન જ્ઞાનની પર્યાય ભવનરૂપ છે, તે એવી ને એવી ભવનરૂપ થયા કરશે-એવા સ્વરૂપે ભાવભાવશક્તિ છે. અહા ! વર્તમાન વર્તમાન વર્તતો ભાવ ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે એવી આ ભાવભાવશક્તિ છે. ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનસ્વભાવ છે. તેની વર્તમાન વર્તમાન વર્તતી દશા ત્રિકાળી જ્ઞાનસ્વભાવ સાથે એક થઈને સદાય વર્તે. અહા ! એવો આ આત્માનો ભાવભાવ સ્વભાવ છે. આ તો ગજબની વાતુ પ્રભુ!
અહા ! ભગવાન આત્મામાં એક ભાવભાવશક્તિ છે. તેનું સ્વરૂપ શું? તો કહે છે-આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જ્ઞાન છે તે ભાવરૂપ છે; દ્રવ્યમાં ભાવ છે, ગુણમાં ભાવ છે, ને તદ્રુપ ભવનરૂપ પર્યાયમાં પણ સમયેસમયે ભાવ છે. આનું નામ ભાવભાવશક્તિ છે. જ્ઞાનની પર્યાય વર્તમાન છે, એવી ને એવી (સમ્યજ્ઞાનરૂપ ) પર્યાય બીજે ( બીજે સમયે પણ રહેશે. જ્ઞાનની એની એ પર્યાય ન રહે, પણ જ્ઞાનની જાતિ એવી ને એવી રહેશે. વર્તમાનમાં મતિશ્રુતજ્ઞાનની નિર્મળ પર્યાય છે તે આ ભાવભાવશક્તિના કારણથી એવી ને એવી ભાવ... ભાવ... ભાવરૂપે-નિર્મળ જ્ઞાનરૂપે–૨હેશે. દ્રવ્યગુણમાં તો નિર્મળતા છે, પર્યાયમાં પણ જ્ઞાનની દશા એવા ને એવા નિર્મળભાવપણે રહેશે. સૂક્ષ્મ વિષય ભાઈ ! વિચાર-મંથન કરીને ખ્યાલમાં લેવાની ચીજ છે. જેમ જ્ઞાનની તેમ સમકિતની, ચારિત્રની વર્તમાન નિર્મળ પર્યાય નિર્મળ સમકિત અને ચારિત્રરૂપ રહેશે-આવી ભાવભાવશક્તિ છે. અહા! આવું પોતાનું તત્ત્વ છે તેનું ભાવભાસન થયા વિના ધર્મ થઈ જાય એમ કદી બનતું નથી.
સમકિતી તિર્યંચને નામ ભલે બોલતાં ન આવડે, તો પણ તેને અંતરમાં સ્વતત્ત્વનું ભાવભાસન થયું હોય છે. લોકમાં સાધકદશા પામેલા જીવો તિર્યંચગતિમાં પણ અસંખ્યાતા છે. તેઓ અંદર એમ નથી જાણતા કે હું તિર્યંચ છું, તેઓ વાસ્તવમાં એમ અનુભવે છે કે-શુદ્ધ ચૈતન્ય જ હું છું, ચૈતન્યથી અન્ય બીજા કોઈ ભાવો હું નથી, લ્યો, આવું અંદર ભાવભાસન થયું હોય છે.
શાસ્ત્રમાં એક શિવભૂતિ મુનિની કથા આવે છે. તેમની યાદશક્તિ ઓછી હતી. તેમને ગુરુએ આટલું જ કહ્યું કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com