________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે. અહા ! એકપણે રહીને અનંત ગુણસ્વભાવોમાં વ્યાપે એવું આત્માનું વિભુત્વ છે. અહીં જ્ઞાનનું દષ્ટાંત આપ્યું છે ને ! કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે. તેવી રીતે એક ભાવરૂપ વિભુત્વ સર્વ ભાવોમાં ને આત્મદ્રવ્યમાં વ્યાપે છે. આ રીતે વિભુત્વ સ્વભાવ વડે આત્મા વિષ્ણુ અર્થાત્ સર્વવ્યાપક છે, ને આત્માના પ્રત્યેક ગુણ પણ વિભુ અર્થાત સર્વવ્યાપક છે.
અન્યમતમાં આત્મા આખા વિશ્વમાં સર્વવ્યાપક છે એમ માનવામાં આવે છે. તેઓ આકાશમાં (લોકાલોકમાં). સર્વત્ર ભગવાનનો એક બ્રહ્મનો વાસ છે એમ માને છે, પણ ભાઈ ! એવી આત્મવસ્તુ નથી. અહીં તો પોતાના સર્વઅનંતા ગુણ-પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિષ્ણુ અર્થાત્ સર્વવ્યાપક છે એમ વાત છે. ભાઈ ! પ્રત્યેક આત્મવસ્તુ પોતાના સ્વરૂપને છોડીને પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રની બહાર કયાંય (અન્ય દ્રવ્યમાં) વ્યાપતો નથી. અહાહા..! આવો બહારના સર્વ પદ્રવ્યોથી ભિન્ન અને અંદર સર્વ અનંત ગુણપર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ સ્વભાવી છે.
તો સ્તુતિમાં-ભક્તામર સ્તોત્ર આદિમાં ભગવાનને વિભુ કહ્યા છે ને? હે નાથ ! આપ વિભુ છો એમ કહ્યું છે ને?
સમાધાન - હા, કહ્યા છે; પણ એ તો આત્માની વિભુત્વશક્તિની અપેક્ષાએ કહ્યા છે. ભગવાન કાંઈ લોકાલોકમાં વ્યાપી રહ્યા છે અને માટે તેઓ વિભુ છે એમ નથી. એ તો વિભુત્વ સ્વભાવની પ્રગટતા થતાં પોતાના સર્વ અનંતા ગુણ-પર્યાયોમાં ભગવાન વ્યાપક છે એ અપેક્ષાએ ભગવાન આપ વિભુ છો. એમ કહ્યું છે. ભાઈ ! લોકાલોકમાં વ્યાપે એવું કાંઈ આત્માનું વિભુત્વ નથી, પણ પોતામાં રહીને લોકાલોકને સહુજ જાણી લે એવું આત્માનું વિભુત્વ છે. અહાહા...! કેવળજ્ઞાન પોતામાં રહીને (પ્રસરીને) આખા લોકાલોકને જાણી લે તેવું એનું વિભુત્વ છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
અહો ! આ વિભુત્વશક્તિ તો અજબ છે. વિભુત્વ સ્વભાવ વડે જેમ આત્મા વિભુ છે તેમ તેના અનંતા ગુણપ્રત્યેક વિભુ છે. જ્ઞાન વિભુ, દર્શન વિભુ, ચારિત્ર વિભુ-એમ દરેક ગુણ વિભુ છે. ગજબ છે : બધા (અનંતા ગુણ) અતિરૂપ છે તેમ વિભુત્વ ગુણથી બધા વિભુસ્વરૂપ છે. જેમ અસ્તિત્વ ગુણ વ્યાપીને બધાને અતિરૂપ કરે છે તેમ વિભુત્વ ગુણ વ્યાપીને બધાને વિભુત્વ અર્પે છે. અહો ! આવી પોતાની વિભુત્વશક્તિને જાણી, આ શક્તિ અને આ શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ છોડી અભેદ અખંડ એક શક્તિવાન દ્રવ્ય પર દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. આ ધર્મ પ્રગટ કરવાની રીત છે. ભાઈ ! શક્તિઓ નો ભેદ છે તે જાણવા માટે છે, પણ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે તો ભેદનું લક્ષ મટાડી અભેદની અંતર્દષ્ટિ કરવી એ જ સાધન છે.
જુઓ, દ્રવ્યમાં આત્મવસ્તુમાં સર્વ શક્તિઓ અક્રમ અર્થાત એક સાથે રહેલી છે, અને પર્યાયો કમસર એક પછી એક નિશ્ચિત થાય છે. અહા ! જ્ઞાનની પર્યાય ક્રમબદ્ધ એક પછી એક થાય છે તેમ દરેક ગુણની એક પછી એક થાય છે. હવે કેટલાક આમાં તર્ક કરે છે કે “કેવળજ્ઞાનની અપેક્ષાએ તો દરેક પર્યાય નિયત ક્રમબદ્ધ છે એ વાત બરાબર છે, પરંતુ શ્રુતજ્ઞાન અલ્પ છે, માટે શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પર્યાય ક્રમબદ્ધ થાય એ વાત બરાબર નથી. બાહ્ય સાધનો વડે જેવો પુરુષાર્થ કરે તેવી પર્યાય થાય, ક્રમબદ્ધ નહિ.” ખાનિયા તત્ત્વચર્ચામાં આવો તર્ક થયેલો છે, તેનું સમાધાન પંડિત શ્રી ફૂલચંદજીએ બરાબર કરેલું છે. અરે ભાઈ ! શક્તિ અને શક્તિવાન દ્રવ્ય એવા ભેદનું લક્ષ મટાડી અભેદ એક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ સન્મુખ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને ત્યારે સાથે જ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. આ ભાવશ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને અનુસરે છે તેથી શ્રુતજ્ઞાનમાં પણ સર્વ પર્યાયો ક્રમબદ્ધ થાય છે એવો નિર્ણય હોય છે. અહા ! કેવળજ્ઞાનમાં જે વસ્તુવ્યવસ્થા ભાસી તેનાથી અન્ય પ્રકારે (વિપરીત ) (વસ્તુવ્યવસ્થા) શ્રુતજ્ઞાનમાં ભાસે તો તે શ્રુતજ્ઞાન કેવું? તે શ્રુતજ્ઞાન નથી, એ તો મિથ્યાજ્ઞાન જ છે.
ભાઈ ! અમે તો અહીં વર્ષોથી કહીએ છીએ કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે જે પર્યાય થાય છે તે તે ક્રમબદ્ધકમનિયમિત પ્રગટ થાય છે. પ્રત્યેક સમયે જે પર્યાય થવાયોગ્ય હોય તે જ ત્યાં કમનિયમિત પ્રગટ થાય છે. તેમાં કાંઈ આઘુંપાછું કે આડુંઅવળું થવાનો સવાલ જ નથી. ભાઈ ! આ તો ભગવાન કેવળીનું ફરમાને છે. જેમ મોતીની માળામાં જ્યાં જ્યાં જે જે મોતી છે તે ત્યાં ત્યાં (પ્રકાશે) છે; તેને આઘાપાછાં કરવા જાય તો માળા તૂટી જશે. તેમ દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય ત્રણે કાળે જે થવાની છે તે જ પ્રગટ થાય છે, તેમાં આઘુંપાછું કરવા જાય તો પર્યાયનો ક્રમ તૂટી જશે અને અખંડ દ્રવ્ય સિદ્ધ નહિ થાય. ( અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે ).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com