________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭–સંબંધશક્તિ : ૨૧૩ પુરુષને સ્વામિત્વનો સંબંધ છે. બાકી પુણ્ય કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તે સ્વ અને ધર્મી તેના સ્વામી-એમ ત્રણકાળમાં છે નહિ. પ્રભુ ! તારા સ્વભાવમાં જે સ્થિર હોય તે તારું સ્વ છે, ને તેનું પરિણમન થાય તે તારું સ્વ-કાર્ય છે. આમ દ્રવ્ય-ગુણ ને પર્યાય એ ત્રણે તારું સ્વ અને તેની સાથે તારે સ્વામીપણાનો સંબંધ છે. આ સિવાય પર કે રાગ સાથે તારે સ્વ-સ્વામીપણાનો સંબંધ નથી. સમજાણું કાંઈ...?
અાહા.! પોતાનો એક જ્ઞાયકભાવ અનંત શક્તિથી ભરપુર ભર્યો છે. એનો જ્યાં અનુભવ થયો તો તેના પરિણમનમાં પણ સ્વ-ભાવ-સ્વના ભવનરૂપ સ્વ-ભાવ આવ્યો, અને સંબંધ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપી; દ્રવ્ય-ગુણમાં તો હતી, ને ભાન થયું ત્યાં પર્યાયમાં શક્તિનો અંશ પ્રગટ થયો. તો ધર્મી પોતાના દ્રવ્ય-ગુણ ને તેના આશ્રયે પ્રગટ શુદ્ધ પરિણતિ-એ સિવાય પોતાને સ્વ-સ્વામી સંબંધ હોવાનું કયાંય સ્વીકારતો નથી. અહા ! દિગંબર સંતો સિવાય વસ્તુનું આવું સ્વરૂપ કોણ બતાવે? દિગંબર સંતોએ અકારણ કણા કરીને સાર તત્ત્વ જગત સમક્ષ મૂકયું છે. તેઓ ભગવાન કેવળીનો વારસો મૂકી ગયા છે. પણ અરે ! વારસો (વારસદાર) રહ્યા નહિ! કોઈને થાય કે અમારું બધું ખોટું? હા, ખોટું છે; રાગ ને પર સાથેનો તારો સર્વ સંબંધ ખોટો છે.
અરે પ્રભુ ! વસ્તુનું સ્વરૂપ આવું છે. પોતાનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, ને શક્તિના ધરનાર દ્રવ્યનો જ્યાં પર્યાયમાં અનુભવ થયો ત્યાં સ્વ-સ્વામિત્વમય સંબંધશક્તિનું પરિણમન પણ થયું. તો દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સ્વ-ભાવ છે, ને તે સ્વ-ભાવનો સ્વામી પોતે આત્મા છે એમ નિશ્ચય થયો. જુઓ આ નિશ્ચય ! અહા ! ધર્મીને આ નિશ્ચય થયો છે કે હું મારા જ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણોનો સ્વામી છું, ને તે જ મારા સ્વ-ભાવો છે. મારું સ્વરૂપ એવું નથી કે હું પરનો ને વિકારનો સ્વામી થાઉં. પરનો સ્વામી પરદ્રવ્ય ને વિકારનો સ્વામી વિકાર હોય; મારો શુદ્ધભાવ વિકારનો સ્વામી કેમ હોય? મારા એક જ્ઞાયકભાવ સાથે જેણે એકત્વ કર્યું છે એવો જે શુદ્ધ રત્નત્રયનો ભાવ તે જ મારું સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું. રાગાદિ તો મારાથી છૂટા પડી જાય છે, માટે તે મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી. હું તો સ્વ-ભાવમાત્રનો જ સ્વામી છે.
પ્રશ્ન:- તો આ સ્ત્રીનો સ્વામી, લક્ષ્મીનો સ્વામી, પ્રજાનો સ્વામી વગેરે લોકમાં કહે છે તે શું જૂઠું છે ?
ઉત્તર- હા, સ્ત્રીનો સ્વામી, લક્ષ્મીનો સ્વામી, પ્રજાનો સ્વામી ઇત્યાદિ લોકમાં જે કહેવાય છે તે પરમાર્થ નથી. ખરેખર આત્મા સ્ત્રી, લક્ષ્મી કે પ્રજા વગેરેનો સ્વામી નથી, કેમકે એ પૃથક વસ્તુઓ તેનું સ્વ નથી. આ શરીરનો આત્મા સ્વામી નથી, ને રાગાદિનોય સ્વામી નથી; આત્મા તો જ્ઞાન-દર્શન-આનંદરૂપ સ્વ-ભાવોનો જ સ્વામી છે, ને તે જ આત્માના “સ્વ” છે. “સ્વ” તો તેને કહીએ જે સદાય સાથે રહે, કદીય પોતાથી જુદું ન પડે. શરીર જુદું પડે છે, રાગ જુદો પડી જાય છે, પણ જ્ઞાન-દર્શન-આનંદ જુદા પડતા નથી, માટે તેની સાથે જ આત્માને સ્વ-સ્વામીપણું છે, રાગાદિ સાથે નહિ. સમજાણું કાંઈ...?
જુઓ, રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયાં હતાં. સીતાને ઉપાડી જવાથી રાવણ સાથે તેમને લંકા પાસે યુદ્ધ થયું. રાવણે લક્ષ્મણને શક્તિ મારીને મૂચ્છિત બનાવી દીધા. શક્તિ એટલે બહારની વિધા. ત્યારે લક્ષ્મણની હાલત જોઈને રામ કલ્પાંત કરવા લાગ્યા:
આવ્યા 'તા ત્યારે ત્રણ જણા ને જાશું એકાએક, એ માતાજી ખબરું પૂછશે, ત્યારે શો શો ઉત્તર દઈશ;
લક્ષ્મણ જાગને હોજી, તું બોલ દે એકવારજી... જુઓ, સમકિતી રામને આવો વિકલ્પ આવ્યો છે, પણ તે સીતા, લક્ષ્મણના કે તત્સંબંધી વિકલ્પનાય તે કાળે સ્વામી નથી. સમજાય છે કાંઈ..? સમકિતીની પરિણતિ જ આવી વિચિત્ર અટપટી હોય છે. ભજનમાં આવે છે ને કે
રમતિ અનેક સુરનિ સંગ પૈ, તિસ પરિનતિ તેં નિત હટાહટી;
ચિન્યૂરત વ્રુધારીકી મોહિ રીતિ લગતિ હૈ અટાપટી.” લક્ષ્મણ મૂચ્છિત થઈ પડયા છે, ત્યારે કોઈએ કહ્યું કે એક વિશલ્યા નામની કુંવારી કન્યા છે. તે ભારતના રાજ્યમાં રહે છે. તેને તત્કાલ અહીં બોલાવો. તેના સ્નાનનું જળ છાંટવાથી લક્ષ્મણની મૂચ્છ ઉતરી જશે. ને બન્યું પણ એમ. તે પ્રમાણે કરતાં લક્ષ્મણજીના શરીરમાંથી શક્તિ ચાલી ગઈ, ને લક્ષ્મણજી જાગૃત થયા. અહીં કહે છે-શલ્ય રહિત વિશલ્યા એવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com