________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ લેવાથી સોનગઢના વિરોધમાં જે અમારા તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે તે કમજોર પડી જશે તેઓ એ ચાહતા નથી કે આમ જનતામાં સોનગઢનો પ્રભાવ વધે, આથી તેઓ કેવલજ્ઞાનના સામર્થ્ય પર જ ઉક્ત પ્રકારના કુતર્ક કરવા લાગ્યા છે. પરંતુ, આ પ્રકારના કુતર્ક કરતાં તેઓ એ ભૂલી જાય છે કે જૈનધર્મમાં તત્ત્વપ્રરૂપણાનો મૂળ આધાર જ કેવળજ્ઞાન છે.”
ખાનિયા તત્ત્વચર્ચા માં પણ પં. શ્રી ફૂલચંદજીએ લખ્યું છે કે “જિનવાણી અને એક મહાપુરુષ દ્વારા ક્રમબદ્ધ-પર્યાયની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે ત્યારથી કેટલાક પંડિતો કેવળજ્ઞાનના વિષયમાં પણ શંકા કરવા લાગ્યા છે. જો કે કેવળજ્ઞાનના હિસાબે દરેક પર્યાય ક્રમબદ્ધ હોવાનું સ્વીકારે છે પણ શ્રુતજ્ઞાન અપેક્ષાએ પર્યાય ક્રમબદ્ધ છે એ વાત તેમને માન્ય નથી. પણ એ માન્યતા બરાબર નથી. શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાન અનુસારી છે; શ્રુતજ્ઞાન કાંઈ કલ્પના નથી.
અરે જીવોને મૂળ વાતની ખબર નથી. શુભ ક્રિયામાં ધર્મ માનીને બેઠા છે પણ એવી ક્રિયાઓ તો જીવે અનંત વાર કરી છે. શુભરાગની ક્રિયાઓ તો બંધનું કારણ છે. શક્તિ અને શક્તિવાન દ્રવ્ય જેમ નિયત છે તેમ તેની દરેક પર્યાય નિયત છે. પર્યાય નિયત છે એવો નિર્ણય કરનારની દષ્ટિ ત્રિકાળી જ્ઞાયક ઉપર જાય છે. આ વિષયનો અભ્યાસ કરવો જોઈએ.”
પ્રશ્ન:- ક્રમ આવશે ત્યારે અભ્યાસ કરીશું.
ઉત્તર:- અભ્યાસનો પુરુષાર્થ કરનારને ક્રમ આવી જાય છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં છએ દ્રવ્યમાં કાળલબ્ધિની વાત કરી છે. જે દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની હોય તે જ પર્યાય તે સમયે ત્યાં પ્રગટ થાય એનું નામ કાળલબ્ધિ છે. પ્રવચનસાર ગાથા ૧૦રમાં દ્રવ્યની જે પર્યાય પ્રગટ થાય છે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે એમ કહ્યું છે. પ્રવચનસાર ગાથા ૯૯માં પણ હારના દેખાતે કહ્યું છે કે પર્યાય પોતપોતાના અવસરે પ્રગટ થાય છે. શેયનો સ્વભાવ એવો છે કે પોતપોતાની તે તે પર્યાય પોતાના અવસરે પ્રગટ થાય. આમ દરેક પર્યાયની કાળલબ્ધિ છે, પણ તેનું સત્યાર્થ જ્ઞાન કોને થાય? કે જે નિજ ત્રિકાળી શુદ્ધ અંત:દ્રવ્યનો આશ્રય લે તેને પર્યાયની કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. બાકી પર્યાયના કમ સામે (તાકીને) જોયા કરે તે તો પર્યાયમૂઢ છે, તેને કાળલબ્ધિની ખબર નથી.
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ૯મા અધિકારમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય કોઈ વસ્તુ નથી એમ કહ્યું છે. તો આમાં શું સમજવું?
ભાઈ, ત્યાં શિષ્યનો પ્રશ્ન છે કે
“પ્રશ્ન- મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે? તે કહો. જો પહેલાં બે કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો ? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ ?
ઉત્તર- એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતાં; પૂર્વોક્ત ત્રણ કારણો કહ્યાં તેમાં કાળલબ્ધિ વા ભવિતવ્ય (હોનહાર) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી જે કર્મના ઉપશમાદિક છે તે તો પુગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરવામાં આવે છે તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ આપીએ છીએ. હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉધમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં અન્ય કારણો મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય. હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.”
જુઓ, અહી કાર્યનાં સર્વ કારણો એક સાથે જ સમકાળ હોય છે એમ કહ્યું છે. જીવ પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે જે સમકિત આદિ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે જ ભવિતવ્ય છે, અને તે પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com