________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ બંધભાવ છે, ચૈતન્યની વિરુદ્ધ જાતિનો છે; તેમાં ચૈતન્યપ્રકાશનો અંશ નથી, તે પોતાને ય જાણતો નથી, ને ચૈતન્યસ્વરૂપ આત્માને ય જાણતો નથી માટે તે અચેતન છે. સમજાણું કાંઈ...? અહો! આવો મારગ સૂરજના પ્રકાશના જેવો સ્પષ્ટ દિગંબર સંતોએ ખુલ્લો કરી દીધો છે. પણ દેખે તેને દેખાય ને!
મારા નયનની આળસે રે, નીરખ્યા ન મેં નયણે હરિ અરે! જ્ઞાન, આનંદ આદિ અનંતગુણ-લક્ષ્મીથી શોભાયમાન નિજ શુદ્ધાત્મા તે શ્રી હરિ–તેને એણે પ્રમાદ છોડીને અનંતકાળમાં દીઠા નહિ! હવે શ્રીહરિ નામ શુદ્ધાત્માની વાત પણ સાંભળવા ન મળે તે એનો કયારે વિચાર કરે, અને કયારે એને દેખ–શ્રદ્ધ? કયારે એની રૂચિ કરે? પણ આ અનંતકાળે પ્રાપ્ત ન થાય એવી અલૌકિક ચીજ છે ભાઈ ! ( એમ કે એની પ્રાપ્તિનો આ અમૂલ્ય અવસર છે).
સાદી ભાષામાં તો કહેવાય છે પ્રભુ! આ સ્ત્રી-પુરુષનાં શરીર છે એ તો હાડકાં, ચામડાં ને માંસ-માટી છે. તે કાંઈ આત્મા છે? ના; તે આત્મા નહિ, ને તેને કરે-રચે તે ય આત્મા નહિ. વળી અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે તે શું આત્મા છે? ના; તે આત્મા નહિ, ને તેને રચે તે ય આત્મા નહિ; કેમકે એ તો અચેતન જડ તત્ત્વ છે, ને ભગવાન આત્મા એકલા ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. જેની ફુરણા વડ પર્યાયમાં નિર્મળ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની રચના થાય તેને આત્માનું વીર્ય અર્થાત્ આત્મા કહીએ; બાકી રાગની-વિકારની રચના કરે તેને આત્માનું વીર્ય કોણ કહે ? એ તો નપુંસક વીર્ય છે, કેમકે એને ધર્મની ઉત્પત્તિ થતી નથી, સમયસાર ગાથા ૧૫૪ની ટીકામાં એવા જીવોને ક્લીબ નામ નપુંસક કહ્યા છે.
અરે પ્રભુ! તું ભગવાન જેવો ભગવાન થઈને, ભિખારીની જેમ પામર બની સંસારમાં રઝળે છે! તું ત્રણ લોકનો નાથ ચૈતન્યસ્વરૂપ પ્રભુ-તારા ગર્ભમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત આદિ અનંત નિર્મળ શક્તિઓ પડી છે તેનો તું પર્યાયમાં પ્રસવ ન કરે અને પુણ્ય-પાપનો-મલિનતાનો પ્રસવ કરે એ શું તને શોભા દે છે? જુઓ, કોઈ સ્ત્રીને ગર્ભ રહે અને તે ચોવીસ વર્ષ સુધી રહે છે. ગર્ભમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ વર્ષ છે એમ શાસ્ત્રમાં કથન છે. એવી સ્થિતિમાં પણ તે અનંત વાર રહ્યો ભગવાન? ગર્ભવાસમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ વર્ષની છે માટે અનંતકાળે આ અવસર આવ્યો છે તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવનું લક્ષ કરી, સ્વરૂપસન્મુખ થઈ હમણાં જ પર્યાયમાં જ્ઞાન અને આનંદનો પ્રસવ કર. વીતરાગ સર્વશ પરમેશ્વરની આ આજ્ઞા છે ભાઈ ! લોકોને સત્ સાંભળવા મળે નહિ એટલે બિચારા શું કરે? તેઓ દયા, દાન વ્રત આદિ ક્રિયા અને શરીરની ક્રિયાને પોતાનું કર્તવ્ય માની મિથ્યાભાવના સેવન વડે ચાર ગતિમાં રઝળી મરે છે. શું થાય? મિથ્યાભાવના સેવનનું એવું જ ફળ છે.
ભાઈ ! તારી ચૈતન્યવહુના પેટમાં (_ક્ષેત્રમાં) અનંત-ગુણલક્ષ્મીનો ભંડાર ભર્યો છે. ત્યાં નજર કરવાને બદલે બહારની ધનસંપત્તિ જોઈ તું હરખાય છે પણ એમાં શું છે? એ તો ધૂળની ધૂળ (પુદ્ગલ-૨જ) બાપા ! આ જોતા નથી અતિ તૃષ્ણાવંત મોટા કરોડપતિ ને અબજોપતિ મરીને ક્ષણમાં કયાંય નરકાદિમાં ચાલ્યા જાય છે! ભાઈ ! તારે સુખી થવું હોય તો અંદર (સ્વસ્વરૂપમાં ) નજર કર.
ધર્મના નામે અત્યારે તો વ્રત કરો, પડિમા લો, ઉપવાસ કરો, આ કરો ને તે કરો એમ પ્રરૂપણા ચાલે છે. પણ એમાં તો ધૂળે ય ધર્મ નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા છે, એમાં ધર્મનો અંશ પણ નથી. અરે ભગવાન ! જેવી તારી ચૈતન્યવસ્તુ છે તેવી તને ન અનુભવાય તો ધર્મ કયાં થશે? અને સ્થિરતા કયાંથી આવશે ? બહારનાં ક્રિયા-કર્મ વડે તું ધર્મ થવાનું માને પણ બહારનાં કર્મ (કાર્ય) કોણ કરે ને કોણ છોડે ? આ જડ કર્મ-નોકર્મ એ તો જડ પરમાણુની દશા છે, તેને તું કરી શકતો નથી, છોડી શકતો નથી; પુણ્યપાપરૂપ ભાવકર્મ છે તે વિકારી દશા છે, તે તારી શક્તિનું કાર્ય નથી; અને નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી કર્મ તથા કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે તારી શક્તિનું કાર્ય છે. આત્મા પોતે સ્વતંત્રપણે સ્વવીર્ય વડે પોતાની તે નિર્મળ પર્યાયોને રચે છે. તે નિર્મળ પર્યાયોને
કોઈ ઇશ્વર રચે એમ નહિ, કોઈ પરદ્રવ્ય (કર્મ આદિ) રચે એમ નહિ, ને
કોઈ રાગની ક્રિયા એને રચે એમ પણ નહિ; અહાહા...! આત્મા પોતે જ પોતાના સ્વવીર્યથી કર્તાદિ પકારકરૂપ થઈને પોતાની સમ્યગ્દર્શનાદિરૂપ નિર્મળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com