________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬-વીર્યશક્તિ : ૩૯ પણ કેવાં વૈરાગ્યરસથી ભરપૂર ભજવાતાં એની વાત છે. આવાં દશ્યો જોઈને અમને તે વખતે વૈરાગ્યની ખુમારી જ ચડી જતી. અત્યારે તો કાંઈ વાત કરવા જેવી નથી, તદ્દન હલકી કક્ષાનાં દ્રશ્યો બતાવાય છે. સમયસારના બંધ અધિકારમાં છે કે ભગવાન આત્મા શુદ્ધ, બુદ્ધ, નિર્વિકલ્પ અને ઉદાસીન છે. શ્રીમદ્ પણ કહે છે
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” અહીં..! લોકમાં પ્રત્યેક આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો ભગવાન છે. પોતાના આવા સ્વરૂપને લક્ષમાં લઈ તેમાં એકાગ્ર થતાં સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. આ કર્તવ્ય ને આ ધર્મ છે.
ભાઈ ! જેને સુખી થવું હોય, સંસારની પીડાથી મુક્ત થવું હોય તેણે પોતે શું ચીજ છે તે જાણવું જોઈએ. ભગવાન કહે છે–ભગવાન! તું અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છો. તારી એકેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. અહાહા..! અનંત સામર્થ્યથી ભરેલી એકેક શક્તિ અને એવી અનંત શક્તિઓથી ભરેલો ભગવાન! તું ચૈતન્ય-પ્રકાશના નૂરનું પૂર છો, પણ અરે ! એણે પોતાના અંતરંગ સ્વરૂપને જોયું નથી ! ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ પોતે પોતાને ભૂલીને અંધારે અટવાયો છે. આ પુણ્ય-પાપના ભાવ તે બાપુ! અંધારું છે, ને જડ પુણ્ય-પાપ કર્મ એ ય અંધારું છે; તથા એ પુણ્ય-પાપ કર્મનું ફળ જે સ્વર્ગ-નર્ક આદિ એ ય અંધારું છે, કેમકે એ સર્વમાં ચૈતન્યપ્રકાશનો અભાવ છે. અહાહા..! આવો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત શુદ્ધ બુદ્ધ પ્રભુ! તું ચૈતન્યપ્રકાશનો પુંજ આત્મા છો.
અહીં એની વીર્ય નામ બળશક્તિની વાત ચાલે છે. આ વીર્યશક્તિ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક છે. પોતાના સ્વ-દેશમાં વીર્યશક્તિ સર્વત્ર વ્યાપેલી છે. આત્માનો અસંખ્યાત પ્રદેશ તે સ્વ-દેશ છે. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તે પર-દેશ છે.
અહા ! જેમ નરકનું ક્ષેત્ર સ્વભાવથી દુઃખરૂપ છે, સ્વર્ગનું ક્ષેત્ર સ્વભાવથી લૌકિક સુખરૂપ છે, તેમ ભગવાન આત્માનું સ્વક્ષેત્ર સ્વભાવથી વીર્યશક્તિથી ભરપૂર અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપ જ્ઞાન અને આનંદનો પાક નીપજે છે. જેમ સાધારણ જમીન હોય તેમાં લાલ કળથી પાકે અને ઊંચી જમીન હોય તો તેમાં સુગંધીદાર સફેદ ઉજ્વળ બાસમતીના ચોખા પાકે તેમ આત્માનું અસંખ્યપ્રદેશથી જે ક્ષેત્ર છે તેમાં નિર્મળ જ્ઞાન અને આનંદના મોલ પાકે છે. પણ કયારે? જ્યારે સ્વસ્વરૂપનો અંતરંગમાં અંતર્મુખ થઈ સ્વીકાર કરે ત્યારે; ત્યારે સ્વસ્વરૂપની રચના કરનારું વીર્ય સહજ સ્કુરાયમાન થાય છે અને સાથે નિજ જ્ઞાનાનંદ સ્વભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામે છે. અહો ! તે સમયે પ્રગટ થતા અતીન્દ્રિય આહલાદનું શું કહેવું! તે વચનાતીત ને ઉપમારહિત હોય છે. આવો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પાક પાકે એવું આત્માનું સ્વ-ક્ષેત્ર છે.
પણ આ રાગાદિ વિકાર થાય છે ને?
અરે ભાઈ ! આત્માના અસંખ્ય પ્રદેશ છે. તેમાં વિકાર ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ નથી. જેમ સોનાની સાંકળીમાં આખી સાંકળી તે દ્રવ્ય છે, સાંકળીના બધા અંકોડા તે એનું ક્ષેત્ર છે, અને પીળાશ, ચીકાશ, વજન તે એની શક્તિઓ છે તેમ આત્મા દ્રવ્ય છે, બધા અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તે અસંખ્ય પ્રદેશોમાં વ્યાપીને રહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા ઇત્યાદિ અનંત આત્માની નિર્મળ શક્તિઓ છે. તેમાં વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. પણ અરે ! અનંતકાળમાં એણે કદીય સ્વસ્વરૂપની દૃષ્ટિ કરી નથી! પોતાને ભૂલીને એ પરમાં ને પરમાં જ રોકાઈ રહ્યો છે. તેથી તેની વીર્યશક્તિ અનાદિથી સ્કુરાયમાન થતી નથી અને એને પુણ્ય-પાપરૂપ ભાવની રચના થયા જ કરે છે. પણ એ (પુણ્ય-પાપ) કાંઈ આત્માના વીર્યનું કાર્ય નથી. ભાઈ ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભભાવની રચના કરે તે વીર્ય આત્માનું નથી.
આત્માનું વીર્ય તો તેને કહીએ જે પર્યાયમાં પોતાના અનંત ગુણ-સ્વભાવોના સ્વરૂપની રચના કરે, અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે. વિકારી પરિણામની રચના કરે તે આત્માના વીર્યનું કાર્ય નથી. અહા ! સ્વસ્વરૂપની રચના કરનાર વીર્યશક્તિના ધારક આત્માને જે દેખતો નથી અને પુણ્ય-પાપની રચના થાય તેને જ (આત્માપણે) દેખે છે તે મિથ્યાષ્ટિ, અજ્ઞાની છે અને તેને નિરંતર પુણ્ય-પાપના ભાવોની જ રચના થયા કરે છે. ભાઈ ! આ બાર વ્રત ને પાંચમહાવ્રતનો જે રાગ એય બધો અચેતન છે, આત્મા નથી. અરે, જે ભાવથી તીર્થકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ અચેતન જડ છે, તે આત્મા નથી, આત્માના વીર્યનું કાર્ય નથી. રાગ ભાવ ગમે તેવો મંદ હોય તો ય તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com