________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ત્યાં સુધી રાગ હોય છે. દષ્ટિ તેને સ્વીકારતી નથી, પણ જ્ઞાન તેને યથાસ્થિત જેમ છે તેમ જાણે છે. અહા ! આ વીતરાગ સર્વજ્ઞ પ્રણીત માર્ગ યુક્તિ વડે જેમ છે તેમ જાણવો જોઈએ.
હવે કહે છે-“કોઈ વાર મેચક–અમેચક (બન્નેરૂપ) દેખાય છે.' અહાહા...! સમ્યજ્ઞાનીને ચારિત્રગુણની એક જ સમયની પર્યાયના બે ભાગ-અંશે નિર્મળતા ને અંશે મલિનતા બન્ને-દેખાય છે. મોક્ષમાર્ગની નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ તે, તથા સાથે સહુચર એવો જે રાગ બાકી છે તે-બન્ને દેખાય છે. એક સમયમાં બે ધારા છે ને? જ્ઞાનીને જેમ શુદ્ધતાનું જ્ઞાન છે તેમ તે સમયે જે અશુદ્ધતા-મલિનતા છે એ પણ જાણવામાં આવે છે. બહારમાં વિકલ્પ છે ત્યારે (ઉપયોગ સ્વથી ખસી પર તરફ ગયો છે ત્યારે) નિર્મળ પર્યાય-નિર્મળતારૂપ દશા પણ જાણવામાં આવે છે, ને મલિનતા પણ જાણવામાં આવે છે; એક સમયમાં બન્ને જાણવામાં આવે છે.
હવે કહે છે-“વળી કોઈ વાર અમેચક (–એકાકાર, શુદ્ધ) દેખાય છે.'
નિર્વિકલ્પ અનુભવમાં, શુદ્ધોપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ ઉપયોગના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, પણ એ ખ્યાલમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં શુદ્ધતાનું જ વેદન છે, તે કાળે અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ જાણી શકતો નથી.
આમ ત્રણ પ્રકાર દેખાય છે. હવે કહે છે
‘તથાgિ' તોપણ ‘પરસ્પર—સુસંત–પ્રજટ-શવિત્ત–વરું રત ત' પરસ્પર સુસંહત (સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહુરૂપે સ્કુરાયમાન તે આત્મતત્ત્વ ‘સમર્સ–મેધસાં મન:' નિર્મળ બુદ્ધિવાળાઓના મનને ‘ન વિમોદયતિ' વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મુંઝવતું નથી).
અહાહા..! શું કહે છે? કે નિર્મળ પર્યાય ને મલિન પર્યાય-સુસંહત અર્થાત સારી રીતે ગૂંથાયેલી છે. ઠેઠ ચૌદમે ગુણસ્થાને પણ અસિદ્ધત્વ ભાવ કહ્યો છે ને! તે અસિદ્ધત્વ ભાવ સંસાર છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવના એકવીસ બોલમાં અસિદ્ધત્વભાવ કહેલો છે. ચૌદમે ગુણસ્થાને નિમિત્તરૂપે ચાર કર્મો વિધમાન છે તેટલી મલિનતાઅસિત્વરૂપ મલિનતા પોતાના કારણે હોય છે. નીચે સમકિતીની પર્યાયમાં પણ જેટલી સ્વભાવની દષ્ટિ અને સ્થિરતા થઈ એટલી નિર્મળતા, તથા જેટલો રાગ છે એટલી મલિનતા-એ બેનું સંગઠન છે, એ બે સુગ્રથિત છે, સારી રીતે ગૂંથાયેલાં છે. સાધક જીવને સાધકભાવ સાથે બાધકતા છે જ, ન હોય તો સર્વશપણું હોય. આ બન્ને ભાવનિર્મળતા ને મલિનતા-પ્રગટ છે. અહાહા...! ભાષા શું છે જુઓ ! “પ્રગટ શક્તિઓના સમૂહુરૂપે સ્કુરાયમાન'–એટલે કે નિર્મળ પર્યાયની શક્તિ-યોગ્યતા, અને મલિનતાની યોગ્યતા-બને એક સાથે પ્રગટરૂપે મળેલી છે. અહીં શક્તિરૂપે ભગવાન પૂર્ણ છે એની વાત નથી. અહીં પર્યાયની યોગ્યતાની વાત છે. નિજ પૂર્ણાનંદ સ્વભાવનું અવલંબન લેતાં સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થયું છે, અને તેની સાથે ધર્મીને જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ વર્તે છે તે-એ બન્ને એક સમયમાં સુગ્રથિત સમૂહુરૂપે સ્કુરાયમાન છે. એક સમયની દશામાં આ બન્ને ભાવો પ્રગટરૂપ છે. અહા ! ગજબ વાત કરી છે! શું કળશ છે! પર્યાય-પર્યાયની સંભાળ લીધી છે.
અહા ! જેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે એવા સમ્યગ્દષ્ટિ જીવને આત્મતત્વની આવી વિચિત્રતા-નિર્મળતા ને મલિનતા બન્ને સાથે દેખાવા છતાં તેના મનને વિમોહિત કરતી નથી, મુંઝવતી નથી; અર્થાત્ ધર્મી જીવ મિથ્યાભાવને પ્રાપ્ત થતો નથી. અહાહા...! ધર્મીને એક સાથે સુખનું વેદન, અને અશુદ્ધતાનું-દુ:ખનું વદન હોય તોપણ તે મુંઝાતો નથી, માર્ગથી ચલિત થતો નથી. એક પર્યાયમાં જેટલો મોક્ષમાર્ગ પ્રગટ થયો એટલો આનંદનો ભાગ, અને જેટલો રાગ છે એટલો દુ:ખનો ભાગ-એ બેય વસ્તુસ્થિતિ છે એમ ધર્મી બરાબર જાણે છે. હું (સ્વભાવે) નિર્મળ છું, છતાં આ રાગ કેમ? આ શું? –એમ ધર્મીને ભ્રમણા થતી નથી. આવી વાત છે.
* કળશ ૨૭૨: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જુઓ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ પાપભાવ છે, ને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ-પૂજાના વિકલ્પ તે પુણ્યભાવ છે; આ બન્ને ભાવ બંધનું કારણ છે. એ બન્નેથી ભિન્ન પડી, નિજ નિત્ય નિરંજન ચિન્માત્ર વસ્તુની દૃષ્ટિ કરતાં પર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com