________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! ચેતન પ્રભુ! જાગ રે જાગ, નાથ! જાગ; તારે માટે આ જાગૃત થવાનો કાળ છે. અહા! આ રૂપાળા દેહાદિ છે એ તો જડ માટી–ધૂળ છે, એ તો બળીને ખાખ થઈ જશે. પ્રભુ! એનાથી તારું જીવન કેમ હોય? આ રાગ અને પુણ્યથી પણ તારી ચીજ-સુનિધાન સચ્ચિદાનંદ પ્રભુ-અંદર ભિન્ન પડી છે. અહાહા...! ભગવાન! તું દેહાદિ ને રાગાદિથી શૂન્ય (નાસ્તિપણે ) છો. અહાહા...! આવી તારી ચીજને નજરમાં લે પ્રભુ! તારી નજરમાં ૫૨ચીજ-દેહાદિ ને રાગાદિ દેખાય છે ત્યાંથી ખસીને તારી નજરની પર્યાયને તારા સુનિધાનમાં જોડ. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિક્લ્પ કરતાં કરતાં સાચું જીવન પ્રગટશે એમ તું માને એ તો તને મોહજન્ય વિભ્રમ છે બાપુ! એ ભાવો તો બધા દુઃખરૂપ છે, એક આત્મા અને નિર્મળ આત્મપરિણતિ જ નિરાકુળ છે, સુખમય છે. આવી વાત! સમજાણું કાંઈ... ?
અહા ! સમુદ્રમાં જેમ ભરતી આવે છે તેમ ભગવાન આત્મામાં અંતર્દષ્ટિ કરતાં વર્તમાન પ્રગટ પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. અહા ! ધ્રુવ ત્રિકાળી શક્તિવાન દ્રવ્યની દષ્ટિ કરતાં પર્યાયમાં જ્ઞાન-દર્શન-આનંદવીર્યરૂપ જીવનશક્તિના પરિણમનની સાથે બીજી અનંત શક્તિઓ ભક્ત-પ્રગટ થાય છે. એને શક્તિઓ ઊછળે છે એમ અહીં કહ્યું છે. અહાહા...! દૃષ્ટિવંતને જીવનશક્તિની જેમ અકાર્યકારણત્વ શક્તિ પણ ઊછળે છે, જે વડે ભગવાન આત્મા વ્યવહાર–રત્નત્રયના રાગનું કાર્ય નથી, ને એનું કારણ પણ નથી. અહાહા...! વ્યવહાર રત્નત્રયના રાગને આત્મા ઉત્પન્ન કરે એમેય નહિ. ને આત્માની નિર્મળ પરિણતિનું વ્યવહાર રત્નત્રય કારણ બને એમેય નહીં. અહા! અત્યારે તો બહુ જોરથી પ્રરૂપણા ચાલે છે કે–વ્રત કરો, ને ઉપવાસ કરો, ને ભક્તિ કરો ઇત્યાદિ. પરંતુ ભાઈ ! એ કોઈ ચીજ નથી. એમાં રાગ મંદ હોય તો પુણ્યબંધ થાય બસ એટલું; બાકી એ દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કોઈ દ્રવ્ય નહિ, ગુણ નહિ, ને આત્મદ્રવ્યની પર્યાય પણ નહિ. (અહીં શક્તિના અધિકારમાં નિર્મળ પર્યાયને જ આત્મા ગણી છે).
અરે! ભરતે અત્યારે કેવળી ૫૨માત્માના વિરહ પડયા! સદ્ભાગ્યે પરમાત્માની વાણી આ શાસ્ત્રરૂપે રહી ગઈ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ સદેહે વિદેહ ગયા હતા. સાક્ષાત્ સીમંધર ભગવાનની વાણી- ધ્વનિ સાંભળી હતી. ત્યાંથી આ સંદેશ લાવ્યા છે કે-પ્રભુ! જીવનશક્તિથી તારો આત્મા પૂરણ ભર્યો પડયો છે. અહાહા...! ભગવાન ! તું પુણ્ય-પાપને શરીરાદિથી શૂન્ય છો, ને પોતાની અનંત શક્તિથી અશૂન્ય-પૂર્ણ ભરપૂર છો. અહા! આવો હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ વિશ્વાસ લાવી અંતર્દ્રષ્ટિ કરે ત્યાં જ અંતરમાં જીવનશક્તિ નિર્મળ નિરાકુળ આનંદમય જીવન સહિત પ્રગટ થાય છે; અને ભેગી અનંત શક્તિઓ નિર્મળ ઊછળે છે. અરે ભાઈ! અનંત કાળમાં તું દેહની ને રાગની દષ્ટિ વડે ચાર ગતિમાં રઝળ્યો છો, માટે પુણ્ય કરતાં કરતાં ધર્મ પ્રગટશે-જીવન પ્રગટશે-એ વાત જવા દે, અને સ્વસ્વરૂપમાં–જેમાં અનંત શક્તિઓ એકસાથે રહેલી છે તેમાં અંતર્લીન થા. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આ જ મારગ છે ભાઈ !
ભાઈ! આ તારા હિતની વાત છે બાપુ! તને અતિ જેવી લાગે પણ આ એવી વાત નથી. શુભભાવપુણ્યભાવ પોતે જ બંધરૂપ છે ને બંધનું કારણ છે, જ્યારે ભગવાન આત્મા અબંધ છે-મુક્તસ્વરૂપ છે. સમયસાર ગાથા ૧૫માં આવી ગયું કે-જે આત્માને અબદ્ઘસ્પષ્ટ દેખે છે તે સકળ જૈનશાસન દેખે છે. અહા! જે દ્રવ્યશ્રુત-વાણી છે તેમાં પણ એજ ઉપદેશ છે કે- ‘નો પસવિ, અપ્પાનું અવત્વપુર્દ અળમવિસેસ અપવેસ સંતમાં પસ્તવિ બિળસાસનું સર્વાં' દ્રવ્યશ્રુતમાં પણ આત્માને અબદ્વત્કૃષ્ટ ને પુણ્ય-પાપના ભાવથી રહિત કહ્યો છે. અહાહા...! વિશેષને ગૌણ કરી, તેનું લક્ષ છોડી જે ચિત-સામાન્ય ભગવાન આત્માને અંતરમાં દેખે છે તે આખું જૈનશાસન દેખે છે. અહા ! તેનું જીવન મહા મહિમાવંત છે.
અરે! અનંતકાળથી જીવ ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણના નાશનો ઉપાય કોઈ અપૂર્વ હોય બાપુ! કોઈ લોકો કહે છે-વ્યવહાર-રાગ કરતાં કરતાં ધર્મમય-સુખમય જીવન પ્રગટશે, પણ એમ છે નહિ. ભાઈ ! દયા, દાન, વ્રત આદિના પુણ્યભાવ તે અપૂર્વ નથી; અનંતકાળમાં તું અનંતવા૨ કરી ચૂકયો છો. પ્રભુ! (છતાં પણ તો જ્યાં છો ત્યાં જ છો). માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એવી માન્યતા યથાર્થ જૈનમત નથી. અહા! ભગવાન આત્મા દ્રવ્ય છે એનું કોઈ વ્યવહા૨ કારણ નથી, ગુણનું કોઈ વ્યવહાર કારણ નથી, અને જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનુંય કોઈ વ્યવહાર કારણ નથી. ભાઈ ! તારી વસ્તુમાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં-અંતર્દષ્ટિ ને અંત૨–૨મણતા કરે બસ એ એક જ મોક્ષનો ઉપાય વા કારણ છો સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- શક્તિનું વર્ણન તો ઠીક, પણ અમારે તો મોક્ષમાર્ગ સાંભળવો છે.
ઉત્ત૨:- મોક્ષમાર્ગની વાત તો ચાલે છે. શક્તિઓનો પિંડ શક્તિવાન જે દ્રવ્ય છે તેની પ્રતીતિ-ચિ કરતાં પર્યાયમાં મોક્ષમાર્ગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com