________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આકાશ.. બસ આકાશ અનંત-અનંત જોજનમાં હાલ્યું જાય છે; કયાંય એના ક્ષેત્રનો અંત નથી. અહા ! આકાશના ક્ષેત્રના વિસ્તારનો જેમ કયાંય અંત નથી, તેમ ક્ષેત્રને જાણનાર ક્ષેત્રજ્ઞના (આત્માના) ભાવનો અંત નથી. આકાશના અનંત ક્ષેત્રનો જાણનાર ભગવાન આત્મા છે તેના જ્ઞાનનો અંત નથી. અહા ! ક્ષેત્રને જાણનારું જ્ઞાન બેહદ-અપરિમિત અનંત છે. અહા ! આ જ્ઞાનમાં આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણી શક્તિઓ ભગવાન આત્મામાં છે એમ જાણવામાં આવ્યું છે. તે પૈકી, અહીં કર્યું છે, તેની (–આત્માની) એક અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે. ચિતિ નામ ચેતના; એમાં જ્ઞાન-દર્શન અને સાથે લેવાં. હવે પછી બન્નેનું ભિન્ન ભિન્ન નિરૂપણ પણ કરશે.
અહાહા...! અહીં કહે છે-ભગવાન! તારા જ્ઞાનમાત્ર સ્વરૂપમાં એક ચિતિશક્તિ છે. તે અજડત્વસ્વરૂપ એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે. અહા ! તે ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં વ્યાપક છે ને ત્રિકાળી ધ્રુવની દૃષ્ટિ થયે પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અહાહા...! આ રીતે ચિતિશક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે; દ્રવ્ય શુદ્ધ ચૈતન્યમય, ગુણ શુદ્ધ ચૈતન્યમય, ને ક્રમે પ્રગટતી પર્યાય પણ શુદ્ધ ચૈતન્યમય છે; અર્થાત્ ચિતિશક્તિ ક્રમે નિર્મળ ચૈતન્યમય પરિણમે છે. અહાહા...! તેમાં જડપણું નથી. એટલે શું? કે તેમાં દેહ, કર્મ આદિ જડ ભાવોનો અભાવ છે, અને તે જડના લક્ષ થતા પુણ્ય-પાપ આદિ ભાવોનો પણ તેમાં અભાવ છે. ઝીણી વાત છે પ્રભુ! જેમ લોઢાની છીણીથી લો કપાય તેમ અંદર પ્રજ્ઞાછીણીને પટકવાથી જ્ઞાનથી રાગ છૂટો પડી જાય છે. આનું નામ ધર્મ છે.
આ પુણ્ય-પાપ આદિ રાગાદિ ભાવો છે તેમાં ચૈતન્યનો અભાવ છે. શું કીધું? આ દયા, દાન, વ્રત આદિ ભાવ છે ને? તે ચૈતન્યથી શૂન્ય જડ છે. હવે લોકોને આ વાત આકરી પડે છે. તેમને ક્રિયાકાંડની ચૂળ વાતો પકડાવી દેવામાં આવી છે ને! દયા કરો, ને વ્રત કરો, ને ભક્તિ કરો; પાંચ-પચીસ હજાર એમાં ખર્ચો એટલે ધર્મ થઈ જાય એમ પકડાવ્યું છે ને ! પરંતુ ભાઈ ! કરોડો રૂપિયા દાનમાં દઈ દે તોય ત્યાં જો મંદ રાગ કર્યો હોય તો પુણ્ય બંધ થશે બસ, પણ ધર્મ નહિ થાય. આ તો મારગડા જુદા છે નાથ ! પુણ્યભાવમાં ચેતનશક્તિનો અભાવ છે; અર્થાત્ જ્યાં તું છો ત્યાં પુણ્ય-પાપના ભાવ છે નહિ. સમજાણું કાંઈ....? અહાહા..! તું તો અપરિમિત ચૈતન્યનો ભંડાર છો પ્રભુ !
હા, પણ તો અમે તીર્થસુરક્ષામાં દાન દેત નહિ.
સમાધાનઃ- કોણ રે બાપુ? એ રૂપિયા તો એના કાળે આવવાના આવે છે ને જવાના જાય છે; તુંકયાં એનો માલીક છો ? એનો કર્તા-હર્તા તું નથી. એ તો ધર્માત્માને અસ્થિરતાવશ દાન દેવાનો વિકલ્પ આવે છે, આવ્યા વિના રહેતો નથી, પણ એ વિકલ્પ મારું કર્તવ્ય છે એમ તે માનતા નથી. ધર્માત્મા ન તો દાનની રાશિનો સ્વામી છે, ન તો દાનના વિકલ્પના સ્વામી છે. સમજાણું કાંઈ...? ભાઈ ! તને વિષય-કષાયમાં ઉત્સાહુ આવે છે, ને દાનાદિમાં નથી તો અમે જાણીએ છીએ કે તું મહાપાપી છો, ને વળી તને દાનાદિમાં ઉત્સાહ વર્તે છે, પણ આત્માના અનુભવમાં ઉત્સાહ નથી તોય ભાઈ ! તું મૂઢ છો, આવી વાત! સમજાણું કાંઈ...?
અહો ! ૪૭ શક્તિઓ કાઢીને આચાર્ય મહારાજે ગજબ કામ કર્યું છે, સતને ખુલ્લું કર્યું છે. શ્રીમદે કહ્યું છે–સત સરળ છે, સત્ સર્વત્ર છે, પણ સનું મળવું દુર્લભ છે.
હા, પણ ગુરુ મળે તો સત્ મળે ને?
એ તો બાપુ ! ગુરુનો ઉપદેશ જાણી અંતઃસન્મુખ થઈ અંત:તત્ત્વ-એક જ્ઞાયકતત્ત્વનો અનુભવ કરે તો ગુરુ મળ્યા એમ કહેવાય; બાકી ગુરુ શું કરે? સ્વયં સ્વસ્વરૂપમાં અંતઃદૃષ્ટિ કરી ભગવાન આત્માના આનંદનો અનુભવ કરે તે મુખ્ય છે અને તે ધર્મ છે. સ્વાનુભવ-આત્માનુભવ ધર્મ છે. કહ્યું છે ને કે
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ. અાહા...! ચિદાનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ નિજ આત્માની સન્મુખ થઈને સ્વાનુભવ પ્રગટ કરવો એનું નામ મોક્ષનો માર્ગ છે, બાકી વ્યવહાર રત્નત્રયના ભાવ તો કાંઈ નથી, બંધનું કારણ છે.
અહાહા...! આ અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ છે તેમાં અકાર્યકારણત્વશક્તિનું રૂપ ભર્યું છે. અહા ! આ જ્ઞાનમાત્ર ભાવમાં ચિતિશક્તિ ઉછળે છે તો તેના પરિણમનરૂપ નિર્મળ જ્ઞાન-દર્શનની એકરૂપ પર્યાય પ્રગટ થાય છે. ચિતિશક્તિનું આ પરિણમન થાય તેમાં કાંઈ રાગનું-વ્યવહારનું કારણ પણું છે એમ નથી. ચિતિશક્તિના પરિણામ રાગનું કાર્ય નહિ, ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com