________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
પ્રત્યક્ષ થાય એવું જ એનું સ્વરૂપ છે. અહાહા...! ભગવાન! તારા ઘરમાં અનંત ચૈતન્યલક્ષ્મી ભરી છે. તારો આત્મા પ્રત્યક્ષપણે આનંદનું વેદન કરે એવી તારામાં લક્ષ્મી ભરી છે. ભાઈ! તારી આવી સ્વરૂપલક્ષ્મી છે તેની હા તો પાડ; હા પાડીશ તો તેની લત લાગશે અને ‘હાલત ’ પ્રગટ થઈ જશે. અહા! આ તો
“ સહેજે સમુદ્ર ઉલસિયો, એમાં મોતી તણાતાં જાય; ભાગ્યવાન ક૨ વાવરે, એની મૂઠિયું મોતીએ ભરાય.”
અહા! હા પાડી અંતઃપુરુષાર્થ કરે તેને રત્નત્રયની પ્રાપ્તિ થાય. પણ રાગથી થાય ને નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય એમ વિચારી અંતઃપુરુષાર્થહીન-ભાગ્યહીન રહે તેને આત્મા પ્રત્યક્ષ થતો નથી, તેને તો ચાર ગતિ જ ઊભી રહે છે. કહ્યું છે ને કે
“ ભાગ્યહીન ક૨ વાવરે એની મૂઠિયું શંખલે ભરાય. આવી વાત છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, આ તો વસ્તુના ઘરની વાત છે.
આ બારમી પ્રકાશશક્તિમાં ગજબની વાત કરી છે. પોતાનો જ્ઞાનનો અને આનંદનો સ્વભાવ છે તેનું સ્વયં પ્રત્યક્ષ સંવેદન થાય, અરે, અનંત ગુણોનું પ્રત્યક્ષ વેદન થાય એવો પ્રકાશશક્તિના સામર્થ્યનો અચિંત્ય મહિમા છે. શું કહીએ ? જેટલું અંતરમાં ભાસે છે તેટલું ભાષામાં આવતું નથી, કેમકે ભાષાનું પરિણમન સ્વતંત્ર છે, અને તેની કહેવાની શક્તિ મર્યાદિત છે.
,,
દિવ્યધ્વનિમાં જે નિરૂપણ આવે છે તે ભગવાનને કેવળજ્ઞાન છે માટે આવે છે એમ નથી. વાણી છૂટે છે તે તો વાણીનું ઉપાદાન છે, ને જ્ઞાન અને યોગ તો તેમાં નિમિત્તમાત્ર છે. જુઓ, ભાષાવર્ગણા (પરિણમન ) ચાર પ્રકારે છે; સત્યભાષા, અસત્યભાષા, મિશ્રભાષા ને વ્યવહારભાષા. આ ચાર પ્રકારની વચનવર્ગણા ભિન્ન ભિન્ન છે. હવે ભગવાનને તો એકલું કેવળજ્ઞાન છે, તો ભાષામાં એકલી સત્યભાષા નીકળવી જોઈએ; પણ ભાષામાં સત્ય અને વ્યવહાર–એમ બે પ્રકારે વાણી આવે છે. કેવળજ્ઞાનમાં કોઈ વ્યવહાર નથી. પરંતુ ભાષામાં યોગ્યતા જ એવી છે કે સત્ય અને વ્યવહાર બન્નેને તે બતાવે. આમ ભાષાની પર્યાય પોતે પોતાથી સ્વતંત્ર પરિણમે છે. તેમાં જ્ઞાન નિમિત્ત હો, પણ નિમિત્ત તેનું કર્તા નથી, ભાષાવર્ગણાની પર્યાયનો કર્તા આત્મા નથી, ભગવાન કેવળી નથી; કેવળીના યોગનું કંપન છે તે પણ ભાષાવર્ગણાની પર્યાયનો કર્તા નથી. ભાષાવર્ગણા જડ છે તે સ્વયં સ્વતંત્ર જે કાળે જેમ પરિણમવાયોગ્ય હોય તેમ તે કાળે પરિણમી જાય છે, પ્રયોગ કરીને આત્મા તેને પરિણમાવી દે એમ ત્રણકાળમાં છે નહિ.
ભાષામાં સ્વ-૫૨ને કહેવાની તાકાત છે, ને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. માર્ગ તો જુઓ પ્રભુનો! દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર પ્રગટ થાય છે. વાણીમાં સ્વ-પરને જાણવાની તાકાત નથી, ને આત્મામાં સ્વ-૫રને કહેવાની તાકાત નથી. આમ વસ્તુસ્થિતિ છે, છતાં હું વાણી કરું એમ કોઈ માને તો તે મૂઢ જ છે. અરે ભાઈ! આ બહારની લક્ષ્મી, મકાન, શરીર, મન, વાણી ઇત્યાદિ મારાં છે એમ માને એ તો ભ્રાન્તિ છે, મિથ્યા ભ્રમ છે, પાખંડ છે. અરે, આ રાગનો અંશ પણ જ્યાં તારો નથી તો તારાથી ત્રિકાળ ભિન્ન એવી પ૨ચીજ તારી કયાંથી થઈ ગઈ ? પરચીજનું તો ક્ષેત્ર જ ભિન્ન છે ને પ્રભુ!
સમવશરણમાં જીવ અનંત વાર ગયો, ને ત્યાં ભગવાનની દિવ્યધ્વનિ અનંત વાર સાંભળી. ત્યાં વાણી સાંભળીને જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પોતાથી થઈ છે, વાણીના કારણે થઈ છે એમ નથી. ભલે તે પરલક્ષી જ્ઞાન હો, પણ વાણીથી તે પરલક્ષી જ્ઞાન થયું છે એમ નથી; પરલક્ષી જ્ઞાનેય પોતાના ઉપાદાનથી થાય છે. હા, એટલું છે કે પરલક્ષી જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી. જુઓ, લોકો કયાંય દૂરદૂરથી આ વાત સાંભળવા આવે છે. અમે તો પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત ફરમાવીએ છીએ કે-આ જ્ઞાન થયું તે શાસ્ત્ર-શ્રવણથી થયું નથી, પોતાથી થયું છે. શ્રવણના નિમિત્તે થયેલી જ્ઞાનની પર્યાયમાં, તે પોતાથી થઈ છે તોપણ તેમાં પરાશ્રયપણું છે તેથી, આત્મા પ્રત્યક્ષ થતો નથી. જેમાં આત્મા પ્રત્યક્ષ થતો નથી તે એકલું પરલક્ષી જ્ઞાન, જ્ઞાન જ નથી; એ તો મિથ્યાજ્ઞાન છે. પરંતુ કોઈ પરમાત્માની વાણી સાંભળીને, શક્તિવાન નિજ દ્રવ્યને વિચારે છે, ધ્યાવે છે તો તેને દ્રવ્ય-ગુણમાં જે અનાદિકાલીન શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થઈને આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થાય છે, અને ત્યારે વાણીને નિમિત્ત કહેવાય છે. આવી વાત છે.
આમાં ‘સ્વયં’ ને ‘વિશદ’ એ બે શબ્દો ૫૨ ખાસ વજન છે. આત્મા કોઈની અપેક્ષા રહિત સ્વયં પ્રકાશમાન છે, અને વિશદ એટલે સ્પષ્ટ, પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને આત્મા જાણવામાં આવે છે. ભાઈ! ધીરે ધીરે આ વિષય સમજવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com