________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કર્યા છે, અને છતાં સમ્યગ્દર્શન-જ્ઞાન વિના તે લેશ પણ સુખ પામ્યો નથી, અર્થાત્ દુ:ખ જ પામ્યો છે. મતલબ કે પાંચ મહાવ્રતાદિના પરિણામ આસ્રવ હોવાથી દુઃખરૂપ જ છે, ચારિત્ર નથી.
તો ચારિત્રવત મહામુનિવરોને તે હોય છે તો ખરા?
હોય છે, ચારિત્રવંતોને તે અવશ્ય હોય છે, તથાપિ તે ચારિત્ર નથી, મુનિવરો તેને ચારિત્ર કહેતા નથી. ચારિત્રની સાથે તે ભલે હો, પણ એ બધું વ્યવહાર આચરણ રાગ હોવાથી દુઃખરૂપ જ છે. તેને સમયસાર નાટકમાં જગપંથ કહ્યો છે. ત્યાં કહ્યું છે કે
તા કારન જગપંથ ઇત, ઉત સિવ મારગ જો૨;
પરમાદી જગકૌ યુકે, અ૫રમાદિ સિવ ઓર. -૪૦, મોક્ષદ્વાર. ભાઈ ! જેટલો રાગ આવે છે તે સંસાર છે એમ પંચસંગ્રહમાં પણ કહ્યું છે. આવી વાત! સમજાય છે કાંઈ...? ' અરે, સમ્યગ્દર્શનના સ્વરૂપની અને તેને પ્રગટાવવાની રીતની ખબર વિના જીવ પોતાની મતિ-કલ્પનાથી વ્રત-તપ ધારણ કરીને તેને ધર્મ માની લે પણ તેથી કાંઈ તેને ધર્મ થાય નહિ. જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન થયાં હોય અને સ્વરૂપની ઉગ્ર રમણતા થાય તેને ચારિત્ર ને ધર્મ થાય છે, અને તેને અંતરમાં અનાકુળ આનંદનો પ્રચુર આસ્વાદ આવે છે. અહા ! આવા અંતરંગ ચારિત્ર વિના મુક્તિ થતી નથી. ભાઈ ! જેમાં આસ્વાદમાં આવતી અતીન્દ્રિય આનંદના રસની પ્રબળ દ્વારા પ્રગટ થાય એનું નામ ચારિત્ર છે, અને તે સમ્યગ્દર્શનના અભાવમાં કદીય હોતું નથી.
અહાહા...! ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેની અંતર-રમણતા થાય તે ચારિત્રદશા છે. અહા ! આવા ચારિત્ર સાથે અંદર અતીન્દ્રિય આનંદની પ્રકૃષ્ટ ધારા વહે છે. આવી અનાકુળ આનંદની ભૂમિકામાં મુનિને કિંચિત્ વ્યવહાર-રત્નત્રયનો રાગ આવે, પણ તેનું તેને સ્વામિત્વ નથી; વ્યવહારનો રાગ અને તેનું ફળ-જે ઇન્દ્રઇન્દ્રાણીના વૈભવ ને કરોડો અપ્સરાઓનો સંયોગ આવે તે એને ઝેર સમાન હેયબુદ્ધિએ હોય છે. પુણ્ય અને પુણ્યનાં સમસ્ત ફળ સમકિતીને ઝેર જેવા લાગે છે. ઇન્દોરના કાચમંદિરમાં લખ્યું છે કે
ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિદ્ સમ ગિનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ. કોઈને થાય કે પુણનાં ફળને કાગ-વિ, અર્થાત્ વિષ્ટા સમાન કેમ કહ્યાં? અરે ભાઈ ? ભગવાને તો પુણ્ય અને પુણ્યનાં ફળને ઝેર કહ્યાં છે. છતાં તને પુણ્યનો આટલો બધો હઠીલો પ્રેમ કેમ છે? જો તારે ધર્મ-ચારિત્ર જોઈએ છે તો પુણ્યનો પ્રેમ પ્રથમ જ છોડવો જોઈશે; કેમકે જેણે પુણ્યને ઉપાદેય માન્યું છે તેને આનંદસ્વરૂપ આત્મા હય જ થઈ ગયો છે, અને જેને આત્મા ઉપાદેય છે તેને પુણ્ય હેય જ હોય છે. આવી વાત છે.
અહીં કહે છે-અનાકુળતા જેનું લક્ષણ-સ્વરૂપ છે એવી સુખશક્તિ છે. અહાહા...! જેમ જાણવું-જાણવું એ જ્ઞાનનું લક્ષણ છે. તેમ અનાકુળતા સુખશક્તિનું લક્ષણ છે. અહાહા.આવા સુખથી ભરેલો અક્ષય ભંડાર ભગવાન આત્મા છે. અહા ! એ સુખ કોને કહીએ? કે જેમાં આકુળતાનું નામનિશાન નથી. સુખશક્તિમાં આકુળતા નહિ ને તેના ક્રમવર્તી પરિણમનમાં પણ આકુળતા નહિ. ભાઈ ! તારે સુખ જોઈએ છે તો અનાકુળ સુખ જેનો સ્વભાવ છે એવા તારા આત્મદ્રવ્યની દૃષ્ટિ કર અને તેમાં જ લીન થા. બાકી આ રાગાદિ વિકાર તો આકુળતા છે; પુણ્યના પરિણામ પણ આકુળતા છે, દુ:ખરૂપ છે. ભાઈ! મારે સુખ જોઈએ એમ સુખની અભિલાષ-ઇચ્છા કર્યે સુખ નહિ મળે, કેમકે ઇચ્છામાત્ર દુઃખરૂપ છે, દુઃખમૂળ છે. કહ્યું છે ને કે
કયા ઇચ્છત ખોવત સબૈ, હૈ ઇચ્છા દુઃખમૂળ” માટે ઇચ્છામાત્રથી વિરામ પામી સુખના ભંડાર એવા સ્વસ્વરૂપમાં ગુમ થઈ જા.
જુઓ, હરણની નાભિમાં કસ્તુરી હોય છે; પણ એની એને ખબર નથી. તેથી ગંધ આવતાં એની શોધમાં તે બહાર દોડાદોડ કરી મૂકે છે. પણ બહારમાં હોય તો મળે ને? બિચારું થાકીને નાહક ખેદખિન્ન-દુઃખ થાય છે. તેમ ભગવાન આત્મામાં સુખશક્તિ ત્રિકાળ છે. પરંતુ અજ્ઞાની જીવને એની ખબર નથી. તેથી તે સુખની શોધમાં બહાર ઇન્દ્રિયના વિષયોમાં ખાનપાનમાં, સ્ત્રીના દેહમાં, બાગ-બંગલામાં, રંગરાગમાં ઇત્યાદિમાં સુખ છે એમ માની ઇન્દ્રિયના વિષયો પ્રતિ દોડાદોડ કરી મૂકે છે. પણ ત્યાં બહારમાં-એ જડ પદાર્થોમાં-સુખ હોય તો મળે ને? વિષયોમાં ફોગટ ફાંફાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com