________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ-સુખશક્તિ : ૩૩ કાંઈ કુળપદ્ધતિની ચીજ નથી ભાઈ ! અહાહા..! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ વિરાજે છે તેની રુચિ-પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે સ્વાનુભૂતિની દશામાં પ્રગટ થાય છે. અહા ! આ સમકિત તો સર્વ ધર્મનું મૂળ છે ભાઈ ! હવે સમકિત શું ચીજ છે એય જાણે નહિ તે એનો પુરુષાર્થ કેમ કરે ? અને વિના સમકિત ચારિત્રની દશા કેમ પ્રગટ થાય ? આ ધાર્મિક વર્ગમાં આવેલા સૌ બરાબર જાણે કે સમકિત અને ધર્મ–ચારિત્ર શું ચીજ છે, કેમકે લોકમાં એ જ સારભૂત હિતકારી ચીજ છે. આવે છે ને કે
“તીનલોક તિહુઁકાલ માંહિ નહિં દર્શન સો સુખકારી;
સકલ ધરમકો મૂબ યહી ઇસ બિન કરની દુઃખકારી.” ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું ત્રિકાળી આત્મદ્રવ્ય આવી જાય એમ નહિ, પણ એમાં પૂર્ણ આનંદસ્વભાવ એવા ત્રિકાળી દ્રવ્યની ને એના પૂર્ણ ત્રિકાળી સામર્થ્યની પ્રતીતિ-શ્રદ્ધા અવશ્ય આવી જાય છે. અહો ! સમ્યગ્દર્શન આવી કોઈ અલૌકિક ચીજ છે. એની પ્રાપ્તિ થતાં નિર્મળ રત્નત્રયરૂપી મોક્ષમાર્ગ ખુલી જાય છે. અહા ! ચોથે, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને સમ્યગ્દર્શન સહિત જે અંતરાત્મા છે તેને શિવમગચારી કહ્યો છે. હુઢાલામાં આવે છે કે
મધ્યમ અંતર-આતમ હૈ જે, દેશવતી અનગારી;
જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી. અહીં માર્ગમાં ગમન શરૂ કર્યું છે તો ચોથે અવિરત સમ્યગ્દષ્ટિને પણ શિવમગચારી કહ્યો છે. ચારિત્રની પૂર્ણતા તો ચૌદમાં ગુણસ્થાનના અંત સમયમાં થાય છે; છતાં છટ્ટા સાતમાં ગુણસ્થાનમાં સ્વરૂપની દૃષ્ટિ સહિત સ્વરૂપમાં રમણતા-લીનતાની વિશેષ દશા પ્રગટ થાય છે, અને ત્યારે સાથે પ્રચુર આનંદની દશા પ્રગટે છે, અહા ! આ છઠ્ઠાસાતમા ગુણસ્થાનથી મુખ્યપણે ચારિત્ર ગણવામાં આવ્યું છે; અને ત્યાંથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાનથી માર્ગ ખુલે છે, તથાપિ ચોથામાં સાક્ષાત્ ચારિત્રદશા નથી; સાક્ષાત મોક્ષમાર્ગ નથી. સાક્ષાત્ ચારિત્રદશા તો સ્વરૂપની ઉગ્ર રમણતાની વિશેષ દશા થતાં પ્રગટ થાય છે.
જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. અંદર પૂર્ણાનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્યની નિશ્ચલ પ્રતીતિ થઈ હતી. તથાપિ તેઓ ચારિત્ર લઈ શકયા ન હતા, સ્વસ્વરૂપની ઉગ્ર રમણતારૂપ ચારિત્રની દશા તેમને પ્રગટ થઈ ન હતી. તેવી રીતે શ્રી ઋષભદેવ ભગવાન વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર હતા; ૮૪ લાખ પૂર્વનું તેમનું આયુષ્ય હતું, ક્ષાયિક સમકિતી હતા, ત્રણ જ્ઞાન સાથે લઈને અવતર્યા હતા. છતાંય ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, ચારિત્ર ધારણ ન કરી શકયા. એક પૂર્વ એટલે કેટલાં વરસ ખબર છે? એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય છે. અહા ! આવા ૮૩ લાખ પૂર્વ સુધી તેઓ ચારિત્ર લઈ શકયા ન હતા. ઉત્તરપુરાણમાં એમ વર્ણન છે કે બધા તીર્થકરો આઠ વર્ષની ઉંમરે બાર વ્રત ધારણ કરે છે. આ રીતે અબજ વર્ષ તેમને પાંચમું ગુણસ્થાન રહ્યું, પણ ત્યાંલગી આગળ ન વધી શકયા. ચોથ, પાંચમે ગુણસ્થાને, જો કે ચારિત્રનો અંશ હોય છે, પણ મુનિદશાને યોગ્ય સાક્ષાત્ ચારિત્રદશા ત્યાં હોતી નથી. અહો ! આવી ચારિત્રદશા કોઈ અલૌકિક હોય છે અને તે મહા પુરુષાર્થી બડભાગી પુરુષોને પ્રાપ્ત થતી હોય છે.
ભાઈ ! સમકિતની પ્રાપ્તિમાં જો અંતર્મુખ દષ્ટિનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ તો ચારિત્રદશાની પ્રાપ્તિમાં પણ સ્વરૂપ રમણતાનો મહાન પુરુષાર્થ જોઈએ. માત્ર નગ્ન થઈ જવું કે ૨૮ મૂળગુણ પાળવા તેનું નામ કાંઈ ચારિત્ર નથી; અંદર આનંદસ્વરૂપ આત્મામાં ઉગ્ર લીનતા-રમણતા થઈ જાય, આનંદસ્વરૂપની અસ્તિની મસ્તીમાં મગુલ થઈ જાય તેનું નામ ચારિત્ર છે. અત્યારે તો ચારિત્રના નામ પર બધી ગડબડ થઈ ગઈ છે. હવે ૨૮ મૂલગુણનાંય ઠેકાણાં ન હોય, પાંચ મહાવ્રતનાંય ઠેકાણાં ન હોય, ને માત્ર બહાર નગ્નતા વડે ચારિત્ર માનવા-મનાવવા લાગ્યા છે, પણ એ તો અજ્ઞાન છે ભાઈ ! એમાં તને કોઈ લાભ નથી બાપુ! ઉંધી-વિપરીત માન્યતાનું ફળ તો બહુ આકરું છે ભાઈ ! સ્વરૂપલીનતા વિના ૨૮ મૂલગુણ પણ કાંઈ જ નથી બાપુ! તેથી તો કહ્યું કે
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો. અરે, પાંચ મહાવ્રત ચોખ્ખા પાળે, અઠ્ઠાવીસ મૂલગુણ બરાબર ધારણ કરે, પોતાના માટે બનાવેલાં આહાર-પાણી પ્રાણાતે પણ ન લે, તથા અગિયાર અંગ ભણી જાય-અહા ! આવા ક્રિયાકાંડના શુકલ લેશ્યાના પરિણામ પણ જીવે અનંત વાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com