________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ દરિયો છે. છતાં અજ્ઞાનથી તેમાં સુખ માની રહ્યો છે. અરે, તારું સુખ તો અંદર સુખનો સમુદ્ર ભગવાન આત્મા છે તેમાં છે. આત્મામાં સુખ અને સાધન-એવી શક્તિઓ પડી છે. અહા ! સુખનું સાધન થઈને પોતાને સુખની પ્રાપ્તિ કરાવવી તે કરણશક્તિનું કાર્ય છે. ભાઈ, અંતર્મુખ દૃષ્ટિ કરી અંદર જો તો ખરો, તું ન્યાલ થઈ જાય એવાં સુખના નિધાન દેખાશે.
અહાહા...! ચૈતન્યગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેમાં એક કરણ નામ સાધન ગુણ છે. જ્ઞાનાદિ બીજા અનંત ગુણમાં આ સાધન ગુણનું રૂપ છે. શું કીધું? આત્મામાં જ્ઞાન વગેરે ગુણ છે તેમાં સાધન ગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં સાધન ગુણ છે એમ નહિ, પણ તેમાં સાધન ગુણનું રૂપ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનગુણ પોતે જ સાધનરૂપ થઈને પોતાના સમ્યજ્ઞાન પરિણામને સાથે એવું એનું સ્વરૂપ છે. આવી વાત ! અરે, પોતાના ઘરમાં શું ભર્યું છે એની જીવે કદી સંભાળ કરી નથી. જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે તેને સાધન બતાવતાં આચાર્યદવ ગાથા ૨૯૪ ની ટીકામાં કહે છે
આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (-જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે. (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ જુદા કરાય છે.)
જુઓ આ સાધન ! અહાહા...! સ્વાનુભવમાં અંતઃસ્પર્શ કરીને આચાર્ય ભગવાન કહે છે–ભગવતી પ્રજ્ઞા જસ્વાભિમુખ ઢળેલી જ્ઞાનની દશા જ-છેદનાત્મક કરણ છે. પ્રજ્ઞારૂપી સાધન વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. લ્યો, આમ કર્તાનું સાધન પોતામાં જ છે, કર્તા પોતે જ છે. “પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી” –એમ કહીને આચાર્યદેવે આ મહા સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. માટે હું ભાઈ ! તારા સાધનની અંદર ચૈતન્યના તળમાં ઉંડા ઉતરીને તારામાં જ તપાસ કર; બીજે શોધ મા. જેઓ સાધનને બહારમાં શોધે છે તેઓ સ્થળ બુદ્ધિવાળા બહિદષ્ટિ છે, તેમને બીજ કયાંય સાધન હાથ આવતું નથી. શ્રીમમાં આવ્યું છે ને કે
વહુ સાધન બાર અનંત ક્યિો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” જે ચૈતન્યના તળમાં ઉંડા ઉતરીને શોધ કરે છે તેમને પોતાના આત્મામાં જ પોતાનું સાધન ભાસે છે. અરે, પોતે જ સાધનરૂપ થઈને સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવોને પ્રાપ્ત કરે છે.
અહા ! જ્ઞાનને સૂક્ષ્મ કરીને જ્યાં અંતરમાં વાળ્યું, સ્વાભિમુખ કર્યું ત્યાં ભગવાન આત્માનો અનુભવ થાય છે. આ સ્વાભિમુખ જ્ઞાનની દશાને ભગવતી પ્રજ્ઞા કહે છે, અને આ જ સ્વાનુભવનું ને મોક્ષનું સાધન છે. ભગવતી પ્રજ્ઞા અભેદપણે આત્મા જ છે, તેથી આત્મા જ પોતે પોતાના નિર્મળ ભાવોનું-સમકિતથી માંડીને સિદ્ધપદ પર્વતના ભાવોનું-સાધન છે. આ સિવાય ભિન્ન સાધન કહ્યું હોય તે ઉપચારમાત્ર કહ્યું છે એમ જાણવું. સમજાણું કાંઈ...? ' અરે, પોતાની શક્તિનું અંતરમાં શોધન કર્યા વિના, પોતાના સાધનનું ભાન કર્યા વિના એ ચોરાસીના અવતારમાં રખડ્યા કરે છે. અહીં મોટો અબજોપતિ શેઠ હોય તે મૂર્ખ (તત્ત્વ મૂઢ) મરીને જાય હેઠ કયાંય નરકમાં. આ બધું-બાગ-બંગલાને ધન-સંપત્તિ-ધૂળધાણી બાપુ! નરકમાં એની પારાવાર વેદના-દુ:ખનું શું કહેવું? અરે, અનંત કાળ તો એનો અનંતી વેદનાનું-દુ:ખનું સ્થાન એવા નિગોદમાં ગયો છે. ભાઈ, તારે દુઃખમુક્ત થવું હોય તો અંદર તારામાં એનું સાધન છે તેનો નિશ્ચય કર. અહાહા...! પર્યાયમાં જે નિર્મળ જ્ઞાન ને આનંદનું કાર્ય એક પછી એક પ્રગટ થાય છે તે વીતરાગી ભવતા ભાવનું કારણ, કહે છે, આત્મામાં સદાય રહેલી સાધનશક્તિ છે. આત્મામાં અંતર્દષ્ટિ કરી છે તે દૃષ્ટિવંતને, શ્રદ્ધા ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સમકિતપણે પરિણમે છે, જ્ઞાનગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને સમ્યજ્ઞાનપણે પરિણમે છે, ને આનંદ ગુણ વડ આત્મા પોતે જ અનાકુળ આનંદપણે પરિણમે છે. આમ સાધન ગુણનું સર્વ ગુણમાં રૂપ હોવાથી સર્વ ગુણોમાં પોતપોતાની પર્યાયોનું સાધન થવાનું સામર્થ્ય હોય છે. બધા ગુણ-પર્યાયો અભેદ આત્મામાં જ સમાતા હોવાથી આત્મા જ સાધન-સાધ્ય છે. (ભેદ તો સમજવા માટે છે). અરે, આ વાતનો અત્યારે બહુ લોપ થઈ ગયો છે. ઉંચા પદ ધરાવનારા પણ વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો.. , ને તમારું કલ્યાણ થઈ જશે-એવી પ્રરૂપણા કરે છે; પણ ભાઈ, શુભભાવ કરતાં કરતાં શુદ્ધતાં થશે એવી પ્રરૂપણા સમ્યક નથી, કેમકે શુભરાગ કોઈ શુદ્ધતાનું સાધન નથી.
આ શેઠિયાઓ મોટા મોટા બંગલા બંધાવે; કોણ બંધાવે? એ તો કથન છે. પછી બંગલાનું વાસ્તુ લે ત્યારે મોટો ઉત્સવ ઉજવે છે; પણ એ તો પરઘર બાપુ! તારું ઘર નહિ ભગવાન! તારા સ્વઘરમાં તો ચૈતન્યની અનંત શક્તિઓ ભરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com