________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૦-અતત્ત્વશક્તિ : ૧૪૭
તે ચારનાં દ્રવ્ય-ગુણ પારિણામિકભાવે છે, અને તેની પર્યાય પણ પારિણામિકભાવરૂપ કહેવામાં આવી છે, કેમકે તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયની ધારા શુદ્ધ એકરૂપ વર્તે છે.
જીવદ્રવ્યમાં એક ધ્રુવ કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવરૂપ કહેવામાં આવી છે. નિયમસારમાં ધ્રુવ કારણશુદ્ધપર્યાયની વાત આવી છે. ધર્માસ્તિકાય આદિ ચારે દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ અને પર્યાય પારિણામિકભાવરૂપ એકરૂપ છે; તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયની ધારા એકરૂપ વર્તે છે, પણ આત્મદ્રવ્યમાં એકરૂપ ઉત્પાદ-વ્યય નથી. તેની સંસાર દશામાં વિકારી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય છે, મોક્ષમાર્ગમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયના ઉત્પાદ-વ્યય થાય છે, અને સિદ્ધ દશામાં એકલી શુદ્ધ પર્યાયના ઉત્પાદ-વ્યય હોય છે. આ પ્રમાણે જીવમાં ઉત્પાદ-વ્યયવાળી પર્યાય એકરૂપ નથી. ચાર દ્રવ્યમાં જેમ ઉત્પાદ-વ્યયની એકરૂપ ધારા ત્રિકાળ ચાલે છે, તેમ જીવમાં ઉત્પાદ-વ્યયની ધારા ત્રિકાળ એકરૂપ નથી.
જીવદ્રવ્યમાં ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે તે ત્રિકાળ ધારાવાહી એકરૂપ છે, પણ આ કારણશુદ્ધપર્યાય પ્રગટ ઉત્પાદવ્યયરૂપ નથી. સામાન્ય... સામાન્ય એવું જે આત્મદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેના વિશેષરૂપ ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે; તેમાં ઉત્પાદ–વ્યય નથી. સમુદ્રની (એકરૂપ )સપાટીની જેમ કારણ-શુદ્ધપર્યાય ત્રિકાળ ધ્રુવ છે. નિયમસારની ગાથા ૧ થી ૧૯ સુધીનાં પ્રવચનો છપાઈને બહાર પડયાં છે તેમાં આ વિષય સ્પષ્ટ કર્યો છે, સામાન્ય વસ્તુ જે ધ્રુવ છે, તેમાં એક વિશેષ ધ્રુવ કારણશુદ્ધપર્યાય અનાદિઅનંત વર્તે છે. તેને નિયમસારમાં ૧૫મી ગાથામાં પંચમભાવની પૂજનીક પરિણતિ કહી છે. હવે આવા સૂક્ષ્મ વિષયનું શ્રવણ, વિચાર, ધારણા, મંથન હોય નહિ એટલે વિદ્વાનોને પણ આ વાત બેસે નહિ, પણ શું થાય ? ભાઈ, ઉંડાં તલસ્પર્શી વિચાર ને મંથન કરી આનો સમ્યક્ નિર્ણય કરવો જોઈએ. આ કારણશુદ્ધપર્યાય છે તે પ્રગટ પર્યાયરૂપ નથી, સમુદ્રમાં જેમ પાણીની સપાટી હોય છે તેમ આ ભગવાન આત્મા અનંત ગુણની ધ્રુવ પિંડરૂપ વસ્તુ છે તેમાં સપાટી સમાન અનાદિઅનંત ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે. આ તદ્દન નવી વાત છે. સૂક્ષ્મ ચિંતન-મનન વડે તેનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
જેમ ગુણ ત્રિકાળ ધ્રુવ છે, તેમ દરેક ગુણની પર્યાય ત્રિકાળ ધ્રુવ અનાદિઅનંત શુદ્ધ છે; આ ઉત્પાદવ્યય વિનાની કારણ–શુદ્ધપર્યાય છે. અહાહા...! આ કારણશુદ્ધપર્યાયમાં પણ અતત્ત્વશક્તિ વ્યાપક છે. દ્રવ્ય-ગુણનો તો આ સ્વભાવ છે કે વિકા૨૫ણે ન થવું, કા૨ણશુદ્ધપર્યાયનોય એવો સ્વભાવ છે કે વિકારરૂપે ન થવું. આ અતત્ત્વશક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. ભગવાન આત્મા શુદ્ધ કારણપરમાત્મા છે તેના ઉ૫૨ દષ્ટિ રહેતાં પ્રગટ પર્યાયમાં પણ રાગરૂપે ન થવું એવું શુદ્ધ પરિણમન થઈ જાય છે. ભાઈ! આ ત્રણલોકના નાથ ભગવાન જિનેન્દ્રદેવની વાણી છે. બહારમાં તો અનેક પ્રકારની ક્રિયા કરો, વ્રત-તપ કરો ને ધર્મ થઈ જશે એમ વાત ચાલે છે, પણ તે યથાર્થ નથી. ન્યાલચંદભાઈએ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ' નામના પુસ્તકમાં કહ્યું છે કે-‘કરના સો મરના હૈ', કેમકે કરવામાં તો એકલા વિકલ્પ છે. આ વિકલ્પોમાં ગુંચાઈને જીવ પોતાના ચૈતન્ય જીવનનું મરણ કરે છે. અહીં કહે છે-ચૈતન્ય છે તે ચૈતન્યરૂપે પરિણમન કરે છે, તે જડરૂપે કદીય ન થાય એવી એની અતત્ત્વશક્તિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાયકપણે રહ્યો છે, તે શુભાશુભભાવરૂપે કદી થયો જ નથી. તે જડરૂપે કદી થયો જ નથી. અજીવ અધિકારમાં શુભાશુભભાવને અજીવ-જડ કહ્યા છે.
સમયસારની છઠ્ઠી ગાથામાં આચાર્યદેવે આ છઠ્ઠીના લેખ લખ્યા છે કે-જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા ત્રિકાળ જ્ઞાયકબિંબ છે, તે દીય શુભાશુભભાવરૂપે થયો જ નથી. ચૈતન્યનું તેજ એ શુભાશુભભાવમાં પ્રસરતું જ નથી. ભાઈ, મારગ તો આવો છે, ને આ જ તિનો મારગ છે. ભાઈ, તારા દ્રવ્ય-ગુણ ને કારણપર્યાયની સહજ શક્તિ જ એવી છે કે આત્મા રાગરૂપે, વ્યવહાર રત્નત્રયપણે થાય નહિ. એ તો સ્વભાવની દૃષ્ટિ જેણે છોડી દીધી છે એવા પર્યાયદષ્ટિવાળા અજ્ઞાનીને પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે બાકી દ્રવ્ય વિકારને ઉત્પન્ન કરે એવું એમાં છે જ નિહ.
અરેરે ! તત્ત્વદષ્ટિ વિના જીવ અનાદિકાળથી દુઃખી-દુઃખી થઈને ચાર ગતિમાં રઝળી રહ્યો છે. જુઓ, બ્રહ્મદત્ત નામે એક ચક્રવર્તી થયા. તેમનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું. તે પૂરું થતાં સાતમી નરકે જઈ પડયા. અહાહા...! હીરાજડિત પલંગમાં સુનારા, ને જેની હજારો દેવ સેવા કરે એવા બ્રહ્મદત્ત ચક્રવર્તી મરીને પાપના ફળરૂપે સાતમી નરકમાં ૩૩ સાગરની આયુની સ્થિતિમાં ગયા છે. પોતાને ભૂલીને અજ્ઞાનપણે ઘોર પાપ કર્યાં તેથી અહીંના એક શ્વાસના કલ્પેલા સુખના ફળમાં ત્યાં ૧૧, ૫૬, ૯૭૫ (અગીયાર લાખ છપ્પન હજાર નવસો પંચોતેર ) પલ્યોપમનું દુ:ખ પ્રાપ્ત થયું છે. એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ વીતી જાય છે. અહીં ૭૦૦ વર્ષના આયુષ્યના ભોગવટામાં એવા દુષ્ટ ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com