________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે તે બુદ્ધિપૂર્વકનો રાગ છે, અને તે જ વખતે (છટે ગુણસ્થાને) ખ્યાલમાં ન આવે એવો રાગ છે તે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. સાતમાં ગુણસ્થાને એકલો અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, આમ યથાર્થ સમજવું.
જુઓ, સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧ની ટીકામાં આચાર્ય અમૃતચંદ્રદેવે ક્રમબદ્ધ વિષે સ્પષ્ટ વાત કરી છે. ત્યાં કહ્યું છે-“પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ કમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થયું અજીવ જ છે, જીવ નથી.” મૂળ સંસ્કૃત ટીકામાં કમનિયમિત” શબ્દ પડ્યો છે. એટલે દ્રવ્યમાં પ્રગટ થતા પ્રત્યેક પરિણામ ક્રમથી નિશ્ચિત તેના ક્રમમાં થવાના કાળે જ પ્રગટ થાય છે, આઘા-પાછા થતા નથી. ભાઈ ! આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવની વાણીમાં ઝરેલું પરમામૃત છે. એના રસપાન વિના બધું થોથાં છે. શું થાય? અત્યારે તો બધા પંડિતોનું ભણતર જ નિમિત્તાધીન બુદ્ધિવાળું છે, એમ કે નિમિત્તથી થાય; પણ પરથી પરનું પરિણમન ન થાય એવો અભ્યાસ જ નથી, પછી સ્વાનુભવ તો કયાંથી થાય?
આ વાત સાંભળીને પં. દેવકીનંદન બોલેલા કે-સંતો આગમચક્ષુ હોય છે એ વાત હવે બરાબર સમજાય છે. ભાઈ ! ગમે તેમ કરીને જીવનમાં આ વાત સમજવા જેવી છે હોં. અહાહા...! અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરવાની તારી તાકાત છે. માટે આ મને ન સમજાય એવું શલ્ય છોડીને અભ્યાસ કર, જરૂર તને સ્વાનુભવ પ્રગટ થશે. સમયસારના એક કળશમાં કહ્યું છે કે-એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કરે અને જો (–તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદય-સરોવરમાં જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે? ભાઈ ! પ્રાપ્તિ થાય જ એવી આ વાત છે. પોતે જાગતો ઊભો છે તે કયાં જાય? પ્રાપ્ત થાય જ. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાં જ છે, પરંતુ કોઈ મંદ રુચિવાળો હોય તો તેના માટે કહ્યું છે કે-છ મહિના આ તત્ત્વજ્ઞાનનો સ્વલક્ષપૂર્વક અભ્યાસ કર, તને અનુભવ થશે જ થશે. અંતરની રુચિ વડે વાસ્તવિક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે તેને આત્મ-અનુભૂતિ થાય જ એમ વાત છે. પણ અરે ! રળવા-કમાવા પાછળ મજૂરની જેમ આખી જિંદગી વેડફી નાખે! નોકરીવાળા તો ૫૫ વર્ષની ઉંમરે નિવૃત્ત-છૂટા થાય, પણ આ તો ધંધાની મમતા આડે ૮૦-૯૦ વર્ષની ઉંમર થાય છતાં ત્યાંથી નિવૃત્ત થઈ આવું તત્ત્વ સમજવા ફુરસદ ના લે તો શું થાય? ભાઈ ! જિંદગી હારી જઈશ હોં. મરીને કયાંય સંસાર-સમુદ્રમાં ખોવાઈ જઈશ.
સમયસારની પમી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે- “તે એકત્વ-વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડ દેખાડું છું; જો હું દેખાડું તો પ્રમાણ (સ્વીકાર) કરવું.” “પ્રમાણ કરવું’ એટલે શું? કે જે એવ-વિભક્ત આત્માને દર્શાવું છું તેને સ્વયમેવ પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. એકલી હા પાડ એમ નહિ, પણ હું શિષ્ય! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કર-એમ કહેવું છે. વસ્તુ પોતે આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ ન થાય એમ વાત જ નથી. અહો ! દિગંબર સંતોની આ રામબાણ વાણી છે. સમજાણું કાંઈ...? ' અરે ભાઈ ! જીવોની દયા પાળો, દાન આપો, ને ભક્તિ કરો તો ધર્મ થાય એવી વાત તો લૌકિકમાં સામાન્ય લોકો પણ કરે છે. ઘણા વર્ષો પહેલાં અમારા ગામમાં એવો રિવાજ હતો કે જૈનોનાં પર્યુષણ આવે એટલે ઘાંચી, કુંભાર વગેરે લોકો એક માસ સુધી પોતાનો ધંધો બંધ રાખતા, નિંભાડા, ઘાણી વગેરે ચાલુ ન રાખતા. પણ એથી શું? એ બધાથી કાંઈ ધર્મ થોડો થાય ? રાગ મંદ હોય તો પુણ્યબંધ થાય, બસ. ધર્મ વસ્તુ તો કોઈ અલૌકિક ચીજ છે બાપુ! જગતના પ્રાણીઓને ધર્મના સ્વરૂપની ખબર નથી. સ્વસ્વરૂપમાં સન્મુખ થઈ ત્યાં જ રમવું, તેમાં જ લીનસ્થિર થવું તે વીતરાગી જૈનધર્મ છે. આવી દશા થતાં ધર્મીને દયા, દાનનો રાગ આવે છે, પણ તેને તે જાણવાલાયક છે બસ. તેની દષ્ટિ તો નિરંતર અખંડ એક નિત્ય પ્રતાપવંત નિજ જ્ઞાયક પર જ હોય છે; અને ત્યાં જ સ્થિત થવા તે પ્રવૃત્ત થાય છે. લ્યો, આવો ધર્મ!
જુઓ, નિમિત્ત-ઉપાદાન નિશ્ચય-વ્યવહાર, ને ક્રમબદ્ધ એ પાંચ વાત અહીંથી ખાસ બહાર આવી છે તે ખાસ સમજવા જેવી છે. કેટલાક સમજ્યા વિના જ તેનો વિરોધ કરે છે. અહીંની વાત સાંભળી પં. દેવકીનંદન બોલ્યા હતા કે-અહો ! ક્રમબદ્ધની આવી વાત અમે ક્યાંય સાંભળી નથી. અમારા બધા પંડિતોનું ભણતર જ નિમિત્તાધીન દૃષ્ટિવાળું છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય સ્વતંત્રપણે પોતાના ઉપાદાનથી પ્રગટ થાય છે એવી વાત અમારા અભ્યાસમાં કદી આવી નથી; અનુભવ થવાની વાત તો કયાંય દૂર રહી ગઈ. ' અરે ભાઈ ! ભગવાને આ વિશ્વમાં છ દ્રવ્યો જોયાં છે. તેમાં એક જીવ અને બાકીનાં પાંચ દ્રવ્યો-પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અને કાળ-તે અજીવ છે. આ સર્વ જીવ-અજીવ દ્રવ્યો પ્રતિસમય પોતપોતાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com