________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આ બળદ વગેરે પશુઓને દેખીને એમ થાય છે કે-અરેરે ! આ બિચારા જીવ કયાં જશે? ધર્મના પરિણામ તો તેને નહિ, ને પુણ્યનાં પણ કયા ઠેકાણાં છે? અરેરે ! મરીને નરકે જશે અથવા પશુ મરીને પશુ થશે. સ્વર્ગના ભવ કરતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના ભવ જીવે અસંખ્યાત ગુણા અનંતા કર્યા છે. અરે ! આત્મજ્ઞાન વિના દેહુબુદ્ધિ વડે આવા અનંત ભવ કરી કરીને જીવ મરી ગયો છે, માદુ:ખી થયો છે. અહીં! તેના દુ:ખનું શું કથન કરીએ? પારાવાર અકથ્ય દુઃખ એણે સહન કર્યા છે.
અહીં કહે છે-ભગવાન આત્માના પ્રદેશો અમૂર્તિક છે. તેમાં મૂર્તિ દ્રવ્ય આવતું-પેસતું નથી. હા, પણ મૂર્તિકની જ્ઞાનમાં પ્રતિચ્છાયા તો પડે છે ને?
ના, આ સામે લીમડો છે તો શું જ્ઞાનમાં લીમડાનો આકાર આવે છે? ના, લીમડો (કલેવર) તો જડ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળો મૂર્તિક પદાર્થ છે. તે મૂર્તિક પદાર્થ અમૂર્તિક ચૈતન્યપ્રદેશોમાં આવતો-પેસતો નથી; ને તે મૂર્તિક પદાર્થ સંબંધીનું જ્ઞાન અહીં પોતાથી જ પરિણમે છે. જો જડ જ્ઞયાકાર જ્ઞાનમાં પેસે તો જ્ઞાન જડ થઈ જાય, પણ એમ છે નહિ. મૂર્તિક પદાર્થને જાણતાં જ્ઞાનની પર્યાય મૂર્તિક થઈ જાય એમ ત્રણ કાળમાં નથી. અમૂર્તિક ચૈતન્યપ્રદેશો મૂર્તિક કેવી રીતે થાય ?
અહા ! જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છે તેની સન્મુખ થઈ પરિણમતાં સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે ભેગી સ્વચ્છત્વશક્તિ પણ પરિણમી જાય છે. અહા ! તે સ્વચ્છ ઉપયોગ લોકાલોકને જાણતો થકો મેચક-અનેકાકાર છે છતાં તેમાં કાંઈ મલિનતા થતી નથી, ઉપયોગ તો સ્વચ્છ એક જ્ઞાનરૂપ જ રહે છે. અહા ! સાધકનું જ્ઞાન એવી સ્વચ્છતાપણે પરિણમ્યું છે કે તે સહુચર રાગને જાણે છતાં રાગરૂપ મલિન થઈ જતું નથી. શું કીધું? રાગ છે તે મેલ છે, પણ રાગને જાણનારું જ્ઞાન મલિન નથી, સ્વચ્છ છે. સ્વચ્છત્વશક્તિ પરિણમતાં આત્માના ઉપયોગનું એવું સામર્થ્ય પ્રગટે છે કે ઉપયોગ અનેક પદાર્થોને જાણે છતાં તે મલિન થતો નથી, પણ અરૂપી, સ્વચ્છ ને નિરુપાધિક નિર્વિકાર જ રહે છે. આખા લોકાલોકને જાણવારૂપ જે મેચકતા (અનેકપણું ) છે એ તો જ્ઞાનની-ઉપયોગની સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. અહા ! જ્ઞાનમાં પૂરો લોકાલોક ન જણાય તો તે જ્ઞાનની સ્વચ્છતા શું? ને દિવ્યતા પણ શું?
આત્માના પ્રદેશોમાં લોકાલોકના આકારોથી અનેક આકારરૂપ ઉપયોગ પરિણમે છે. એવો ઉપયોગ તે સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. સ્વ અને પાર સંબંધીનું વિશેષ જ્ઞાન થાય તેને અહીં આકાર કહેલ છે. સ્વ-પર અર્થનું જ્ઞાન તેને આકાર કહે છે. અર્થ-વિકલ્પને જ્ઞાનાકાર કહે છે. આમાં તો વાતે વાતે ફેર છે ભાઈ ! આવો મારગ સૂક્ષ્મ, જેવો છે તેવો યથાર્થ સમજવો જોઈએ.
દર્શન નિરાકાર-નિર્વિકલ્પ છે, ને જ્ઞાન સાકાર છે. જ્ઞાન સાકાર છે એટલે તેમાં જડનો આકાર આવે છે વા તે પરના-જડના આકારરૂપે થઈ જાય છે એમ તેનો અર્થ નથી. સ્વ અને પરને ભિન્ન ભિન્ન પ્રકાશનારી જ્ઞાનની પરિણતિને અહીં આકાર કહેલ છે. યાકારોને જાણવાપણે જ્ઞાનનું વિશેષરૂપે પરિણમન થવું તેને અહીં આકાર કહેવામાં આવેલ છે. વિશ્વના સમસ્ત જ્ઞયાકારોને જાણવાપણે વિશેષ પરિણમે તે ખરેખર ઉપયોગની સ્વચ્છતા છે અને તે ખરેખર જીવની સ્વચ્છત્વશક્તિનું લક્ષણ છે. હવે આવી વાત કદી કાનેય ન પડે તે બિચારા પોતાની ચીજ શું છે તે કેમ જાણે ?
અરેરે ! જીવ બિચારા ચોરાસીના અવતારોમાં રખડી મરે છે. અહા ! અહીં મોટો અબજોપતિ શેઠ હોય ને ક્ષણમાં મરીને તે સાતમી નરકમાં જઈ પડે! તેની પીડાની શી વાત કરવી ભાઈ ! એવી અપાર અંકશ્ય એની વેદના ને પીડા છે કે તેને જોનારને પણ રૂદન આવી જાય. અહા ! આવા પીડાકારી સ્થાનમાં જીવે અનંત વાર જન્મ-મરણ કર્યા છે. અહા ! પણ તે ભૂલી ગયો છે. અહીં મનુષ્યપણું મળ્યું, તેમાં વળી પાંચ-પચીસ લાખની મૂડી થઈ, ને સ્ત્રીબાળકો કાંઈક સરખાં-સારાં મળ્યાં તો ત્યાં ગર્વિત થઈ મોહવશ તે મિથ્યા અભિમાનમાં ચઢી ગયો છે. પણ અરે ભગવાન! આ તું શું કરે છે? આવું પાગલપણું-ગાંડપણ તને ક્યાંથી આવ્યું? તારી ચીજ શું છે એ તો જો.
વળી શરીર કાંઈક સુંદર-રૂપાળું મળ્યું હોય તો ત્યાં પાગલ થઈ ગયો. તેને નવડાવે, ધોવડાવે ને અરીસામાં મોટું જોઈ તેના પર અનેક સંસ્કાર કરે ને માને કે હું રૂપાળો-સ્વચ્છ થઈ ગયો. અરે ભાઈ ! તે આ શું પાગલપણું માંડ્યું છે? શું શરીરને ધોવાથી કદી આત્મા સ્વચ્છ થાય? શરીરને ધોવાથી શરીર સ્વચ્છ ન થાય તો આત્મા કયાંથી સ્વચ્છ થાય? સ્વચ્છતા તો આત્માનો સ્વભાવ છે, તે કાંઈ શરીર ધોવાથી પ્રગટે એમ નથી; પણ સ્વચ્છતા જેનો સ્વભાવ છે તેવા નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com