________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડા દેવાં, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બાપુ ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞય છે, રાગાદિ પરમાર્થે તારાં શેય નથી. સમજાય છે કાંઈ...?
અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિન) ઓળંગીને અહીં ( જ્ઞાનભાવમાં) આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઈ !
હવે કહે છે આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે.”
જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવવાયોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે, અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું જ્ઞય છે. પર પદાર્થને જ્ઞય કહેવો એ વ્યવહાર છે બસ.
વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા...! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહાહા...! જ્ઞાન, જ્ઞાતા, જ્ઞય ત્રણેય એકરૂપ. અંતરમાં દષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પર વસ્તુ શેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું. પોતે જ જ્ઞય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા-એવા ત્રણ ભેદ પણ અંતર્દષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે; જેમાં સામાન્યવિશેષનું અભેદપણું પ્રાત-સિદ્ધ થયું તે ધર્મ છે.
અહાહા....! “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને શેય પણ હું એમ ત્રણેય એક હું આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. “અનુભવ”—અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માનેજ્ઞાનમાત્ર વસ્તુને-અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.
અહાહા...! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાનેય હું, ને જણાવાયોગ્ય જ્ઞય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દષ્ટિ થતાં અને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?
જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે.
કળશ - ૨૭૨ આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથીએવા અર્થનું કાવ્ય હવે કહે છે
(પૃથ્વી ) क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचक क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत्।।२७२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com