________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ એનું સ્વરૂપ નથી. જીવમાં એવો કોઈ ગુણ નથી કે તે વ્યવહારને કરે, પોતાને દે અને પોતામાં રાખે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ એક જગ્યાએ કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ ધર્મનું પાત્ર છે.” જુઓ આ પાત્ર! ઉત્તમ વસ્તુનું દાન ઝીલવાનું પાત્ર પણ ઉત્તમ હોય છે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે, તેમ ઉત્તમ એવાં રત્નત્રયને ઝીલવાનું પાત્ર ઉત્તમ એવો સમ્યગ્દષ્ટિ જીવ જ હોય છે. અજ્ઞાની તેનું પાત્ર નથી. અહા ! આત્મામાં જ એવી ઉત્તમ પાત્રશક્તિ (સંપ્રદાનશક્તિ ) છે કે પોતે પરિણમીને પોતાના અતીન્દ્રિય આનંદને પોતામાં ઝીલે છે. ગુણની અવસ્થાની યોગ્યતા તે પાત્ર અને ગુણની તે અવસ્થા જ દાતા છે. આ સર્વજ્ઞદેવની વાણીમાં આવેલી વાત છે. જેણે દ્રવ્ય સ્વભાવનો આશ્રય લીધો, તેને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થઈ, તે પર્યાય પોતાથી દેવામાં આવે છે તેથી દાતા છે, અને તેને લેવાને યોગ્ય પાત્રતા પણ એ જ પર્યાયમાં હોવાથી તે સુપાત્ર છે. અને તે સમયે દાન પણ તે પર્યાય પોતે જ છે. આવો અંતરનો મારગ અદ્ભુત છે.
આ પ્રમાણે અહીં સંપ્રદાનશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૫: અપાદાનશક્તિ ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય (–હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ.'
આ સમયસારનો શક્તિનો અધિકાર ચાલે છે. દ્રવ્ય એક, અને તેની શક્તિ એટલે ગુણો અનેક-અનંત છે. તેમાંથી અહીં ૪૭ શક્તિઓનું આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે. અત્યારે અહીં અપાદાનશક્તિની વાત કરવી છે.
કહે છે-“ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ છે.' અહા ! ઉત્પાદ-વ્યયરૂપ ભાવો એટલે પર્યાયો ક્ષણિક છે, તેનો સમયે સમયે નાશ થઈ જાય છે, છતાં ભગવાન આત્મા ત્રિકાળી ચૈતન્યવહુ ધ્રુવપણે રહે છે, નાશ પામતો નથી. ધ્રુવ આત્મસ્વભાવ તો એવો ને એવો ત્રિકાળ ટકી રહે છે. આ ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય ઊપજે છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું નવું કાર્ય કરવાની આત્માની અપાદાનશક્તિ છે. અહા ! પોતાની આવી શક્તિ જાણી જે કોઈ એક ધ્રુવસ્વભાવને અવલંબે છે તેને સમયે સમયે નિર્મળ નિર્મળ કાર્ય થાય છે.
આ શક્તિ બધામાં પ્રધાન છે. પં. શ્રી દીપચંદજીએ આ શક્તિનાં બહુ વખાણ કર્યા છે. ધ્રુવ અને ક્ષણિક એમ બે પ્રકારે ઉપાદાન છે. જે ત્રિકાળી ગુણ છે તે ધ્રુવ ઉપાદાન છે, ઉત્પાદ–વ્યયથી આલિંગિત ભાવ તે ક્ષણિક ઉપાદાન છે. ચિવિલાસમાં અષ્ટસહસ્ત્રીનો આધાર આપી કહ્યું છે: “દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ(રૂપ) વ્યતિરેક સ્વભાવ છે અને અત્યક્ત સ્વભાવ ગુણરૂપ અન્વય સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે જ રહે છે, પરિણામ અપૂર્વ અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને સર્વથા તજતું નથી; તેથી પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.”
વર્તમાન જે નિર્મળ પર્યાય છે તે ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવ છે. તે પર્યાય ઉત્પન્ન થઈને બીજે સમયે છૂટી જાય છે તેથી તેને ક્ષણિક ઉપાદાન કર્યું છે. સમ્યગ્દર્શનની પ્રગટતી પર્યાય તે ક્ષણિક છે, બીજા સમયે બીજી પર્યાય થાય છે તેથી તે ક્ષણિક ઉપાદાનને ત્યક્ત સ્વભાવ કહેલ છે. આ નિર્મળ પર્યાયની વાત છે, મલિનની અહીં વાત નથી; કેમકે મલિનતા ગુણનું કાર્ય નથી. મલિનતા પર્યાયમાં છે તે હેયમાં જાય છે. મલિનતા ક્ષણિક ઉપાદાન નથી. અહો ! દિગંબર સંતોની અંતરમાં જવાની અજબ અલૌકિક શૈલી છે.
ભાઈ, ભગવાન નિર્મળાનંદનો નાથ અંદર ધ્રુવ વિરાજે છે ત્યાં સમીપમાં જા. સમીપમાં જવાની પર્યાય વર્તમાન છે તે બીજે સમયે છૂટી જાય છે માટે તેને ત્યક્ત સ્વભાવ કહી છે. વર્તમાન પરિણામ છૂટીને નવા પરિણામ થાય છે તેને ક્ષણિક ઉપાદાન કહેલ છે. ધ્રુવ ઉપાદાન જે છે તે છૂટતું નથી, બદલતું નથી, ત્રિકાળ એકરૂપ રહે છે. બહાર નિમિત્ત-ઉપાદાનના વિવાદ ચાલે છે ને! નિમિત્તથી કાર્ય થાય એની અહીં ના પાડે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com