________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ છે. ઘવ્ય-વ્યયઉત્પાદને આલિંગન કરવું એ દ્રવ્ય-સ્વભાવ છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયરૂપ ધર્મોને ચુંબે છે, પણ દ્રવ્ય પરને ચુંબતું નથી. તેથી કમેં જીવને હેરાન કર્યો છે એ માન્યતા બરાબર નથી; કેમકે કર્મનો ઉદય જીવના વિકારને અડતો નથી, ને જીવનો વિકાર કર્મના બંધને અડતો નથી. જીવ પોતાના ઉલટા પરિણમનની યોગ્યતાથી ચાર ગતિમાં રખડે છે. અહા ! તારી અશુદ્ધતા પણ મોટી અને શુદ્ધતા પણ મોટી-એમ અનુભવપ્રકાશમાં કહ્યું છે. પોતાની અશુદ્ધતાથી જીવ રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી. અહા ! તીર્થંકરદેવની ૐ વાણી જીવે અનંત વાર સાંભળી છે, પણ એને તત્ત્વદષ્ટિ થઈ નહિ, પોતાના પરિણામ દ્રવ્ય સન્મુખ વળ્યા નહિ તે તેનો પોતાનો દોષ છે, તેમાં કર્મનો ઉદય બીલકુલ કારણ નથી. (કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે).
ચિવિલાસ પા. ૩૩ ઉપર પરિણામશક્તિના વર્ણનમાં કહ્યું છે કે “એક અભેદ વસ્તુમાં સર્વ સિદ્ધિ છે, જેમ ચંદ્ર અને ચંદ્રનો પ્રકાશ એક જ છે. સામાન્યતાથી નિર્વિકલ્પ છે; વિશેષતાથી શિષ્યને પ્રતિબોધ કરવામાં આવે ત્યારે જેમ જેમ શિષ્ય, ગુરુના પ્રતિબોધવાથી ગુણનું સ્વરૂપ જાણી જાણીને વિશેષ ભેદી થતો જાય તેમ તેમ તે શિષ્યને આનંદના તરંગ ઉઠે, તે સમયે વસ્તુનો નિર્વિકલ્પ આસ્વાદ કરે. આ કારણે ગુણ-ગુણીનો વિચાર યોગ્ય છે. ગુણના વિશેષને (પરિણામ) કહ્યા છે; આ પરિણામથી જ ઉત્પાદ-વ્યય વડે વસ્તુની સિદ્ધિ છે એમ કહીએ છીએ. ” આમ ભેદ દ્વારા અભેદનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે.
આ શક્તિનું પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ, કેમકે ગુણ દ્રવ્યના આશ્રયે છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ કહ્યું છે ત્યાં પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું (પણ) ગુણ ન કહ્યો. આમ ગુણભેદની વાસના મટાડી દ્રવ્યદષ્ટિ કરાવી છે.
પ્રશ્ન:- જો એમ છે તો આ શક્તિઓને જુદી જુદી સમજવાની કસરત શું કામ કરવી ?
ઉત્તર:- અરે ભાઈ! આ શક્તિઓ યથાર્થ સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછળે એવી સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ જાગ્રત થાય છે. આ સમજવું તે ખાલી “કસરત” નથી, પણ અનંત કાળનો થાક ઉતારવાના પુરુષાર્થનો મારગ છે બાપુ! એકેક શક્તિને યથાર્થપણે સમજી શક્તિવાન દ્રવ્યની દૃષ્ટિ કરે ત્યાં અભેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનું પરિણમન થાય છે ને ભેગી તેમાં અનંતી શક્તિઓ એક સાથે ઉછળે છે. આ રીતે અનંત ગુણથી અભેદ નિજ આત્મવસ્તુની દૃષ્ટિ કરાવવા આ શક્તિઓનું વર્ણન છે. વસ્તુ-આત્મા સ્વભાવથી અનેકાંતમય કેવી રીતે છે અર્થાત્ તેમાં અનંત ધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ જાણવા-સમજવા આચાર્યદવે અહીં શક્તિઓનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદવાસનામાં ન રોકાવું, કેમકે ભેદના લક્ષે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય પ્રગટતી નથી. આવી વાત !
હવે આવી તત્ત્વજ્ઞાનની વાત સૂક્ષ્મ પડે એટલે અત્યારે તો લોકો બહારમાં-ધૂળ રાગમાં રોકાઈ ગયા છે. વ્રત કરો, દયા પાળો, તપ કરો, ભક્તિ કરો-ઇત્યાદિ આચરણમાં ધર્મ થવાનું માની ત્યાં રોકાઈ ગયા છે. પણ એ તો બધો શુભરાગ છે ભાઈ ! એ તો બંધનું જ કારણ છે. એનાથી તું ધર્મ થવાનું માને એ તો મિથ્યાભાવ છે.
પ્રશ્ન:- તો જ્ઞાની પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ આચરણ કરે છે ને?
ઉત્તર:- અરે ભાઈ ! અસ્થાનના રાગથી ને અશુભથી બચવા માટે જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો શુભરાગ આવે છે, પણ તેને તે હેય માને છે. જ્ઞાની તેને ધર્મ કે ધર્મનું સાધન માનતા નથી. જ્ઞાનીની પરિણતિમાં વ્રતાદિ વ્યવહાર ભલે હો, છતાં પણ એનાથી જુદું શુદ્ધતાનું પરિણમન તેને અંતરંગમાં વર્તે છે; તે શુદ્ધતામાં તન્મય છે, ને રાગમાં અતન્મય છે. ખરેખર તેને સ્વભાવ સન્મુખી ઉત્પાદ–વ્યયમાં નિર્મળતા થઈ છે, ને તેમાં રાગનો પ્રવેશ નથી; રાગ તો ભિન્ન જ્ઞયપણે રહી જાય છે, ને તેનું જ્ઞાન સ્વકાળમાં સમાય છે. રાગ તે ચૈતન્યનો સ્વકાળ નથી, પરકાળ છે, પરપરિણતિ છે. અહાહા..! જ્ઞાન ને રાગ-બને સમકાળે ને સમક્ષેત્રે હોવા છતાં એક (–જ્ઞાન) સ્વકાળ અને બીજો પરકાળ. અહો ! કેવું સૂક્ષ્મ ભેદજ્ઞાન ! આ તો અલૌકિક વીતરાગી વિજ્ઞાન ભાઈ ! જે જ્ઞાનીને પ્રગટ થયું હોય છે. અજ્ઞાની તો રાગને ઉપાદેય માને છે. આમ વ્રતાદિ હોવા છતાં જ્ઞાની-અજ્ઞાનીના અભિપ્રાયમાં ઘણો ફેર છે. આવી વાત ! સમજાણું કાંઈ !
હવે કેટલાક તો સમજ્યા વિના વ્રત-પડિમા લઈ લે છે; બે, પાંચ, અગિયાર પડિમા-અરે, જો પડિયા પંદર હોય તો અજ્ઞાની જીવો પંદર પડિમા પણ લઈ લે. કેમકે તેમને પડિમાના સ્વરૂપનીય ખબર નથી, ને નિજ ચૈતન્યવહુના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com