________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯-પરિણામશક્તિ : ૧૦૫ પરિણમે છે એમ વાત છે, અહીં અશુદ્ધતાના પરિણમનની વાત જ નથી. પરિણમન થાય તે પરિણામશક્તિનું કાર્ય છે, પણ તે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. દ્રવ્ય પોતે ગુણ-લક્ષણરૂપે પરિણમે છે તેથી ક્રમ-અક્રમસ્વભાવ દ્રવ્યનો કહ્યો છે. આવી ઝીણી વાત ! ભાષા તો સરળ છે, પણ ભાવ ઉંડો ગંભીર છે.
દ્રવ્યનું પરિણમન થાય છે ત્યારે ભેગું ગુણનું પરિણમન અવિનાભાવીપણે હોય છે, પણ અહીં દ્રવ્ય દ્રવતિદ્રવે છે એમ કહીને ભેદની વાસના મટાડી દ્રવ્યદૃષ્ટિ કરાવી છે. પાણીમાં જેમ તરંગ ઉઠ છે તેમ વસ્તુ જે દ્રવ્ય છે તેમાં તરંગ ઉઠે છે. ગુણ દ્રવે છે, પર્યાય દ્રવે છે એમ કહેવામાં આવે છે તે ભેદનું કથન છે. વાસ્તવમાં આનંદની જે પરિણતિ ઉઠ છે તે આનંદ ગુણમાંથી નહિ, દ્રવ્યમાંથી ઉઠે છે. સમ્યગ્દર્શનરૂપ નિર્મળ શ્રદ્ધાનની જે પરિણતિ ઉઠ છે તે શ્રદ્ધા ગુણમાંથી નહિ પણ દ્રવ્યમાંથી ઉઠે છે. શ્રદ્ધા ગુણ સમ્યગ્દર્શનરૂપે થયો છે એ તો ભેદકથન છે. પરમાર્થે ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન આત્મા છે તે સમ્યગ્દર્શનરૂપે પરિણત થાય છે. આમ ગુણ પરિણમે છે એમ ન લેતા દ્રવ્ય પરિણમે છે એમ લેવું પરમાર્થ છે. ભાઈ ! આ તો વીતરાગ ભગવાનનો માર્ગ ! એ તો વીતરાગતામય જ હોય છે. અહા ! તે વીતરાગતા કેમ પ્રાપ્ત થાય ? તો કહે છે-ત્રિકાળી શુદ્ધ જે નિજ આત્મદ્રવ્ય છે તેનું લક્ષ કરી પરિણમતા વીતરાગતા પ્રાપ્ત થાય છે. આવો મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો-સમજવો જોઈએ. અહા ! આત્મા એક સમયમાં અનંત સ્વભાવનો સાગર છે. તેનો આશ્રય લેતા અનંત શક્તિના પરિણમન સહિત દ્રવ્ય-આત્મા ઉછળે છે; તેને પરિણામશક્તિ કાર્યરૂપ-પરિણત થઈ એમ ભેદથી કહેવામાં આવે છે.
પ્રશ્ન:- હવે આવો નવો મારગ કયાંથી કાઢયો?
ઉત્તર:- આ નવો મારગ નથી ભાઈ ! આ તો અનંતા તીર્થકરોએ દિવ્યધ્વનિ દ્વારા બતાવેલી વાત છે. અને તે પરંપરાએ અનાદિથી પ્રવાહરૂપે ચાલી આવી છે. આ વાત હુમણાં ચાલતી ન હતી અને અહીંથી પ્રસિદ્ધિમાં આવી તેથી નવી લાગે છે.
પ્રશ્ન- શું આવું સમજ્યા વિના ધર્મ ન થાય?
ઉત્તર- ભાઈ ! પ્રથમ ધર્મ શું છે, ને તે કેમ થાય તે બધું જાણવું-સમજવું જોઈએ. તત્ત્વની વાસ્તવિક સમજણ કર્યા વિના તત્ત્વદૃષ્ટિ-અંતર્મુખ દષ્ટિ કેવી રીતે થાય? અને અંતર્મુખ દષ્ટિ થયા વિના ધર્મ કેવી રીતે થાય? અનંત કાળનાં દુ:ખ મટાડવાનો ઉપાય તો બરાબર જાણવો જોઈએ ને?
પ્રશ્ન:- તો શું તિર્યય સમકિત પામે તેને આવું બધું જ્ઞાન હોય છે?
ઉત્તર:- હા, તિર્યંચોને સમ્યગ્દર્શન થતાં સાતે તત્ત્વોનું જ્ઞાન-શ્રદ્ધાન થઈ જાય છે. મારું દ્રવ્ય જે આ પૂર્ણ આનંદસ્વરૂપ છે તે હું જીવત છું, દુ:ખનું વદન તે આસ્રવ, બંધ છે; આ આનંદનું વદન થયું તે સંવર, નિર્જરા છે. આમ, શબ્દોનું ભલે તેને જ્ઞાન ન હોય તો પણ, ભાવનું ભાસન તિર્યય સમ્યગ્દષ્ટિને પણ બરાબર હોય છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વિષયનો ખુલાસો કર્યો છે. ભોગભૂમિમાં ક્ષાયિક સમકિતી તિર્યંચો છે તેમને સાત તત્ત્વના ભાવનું ભાસન યથાર્થ હોય છે. સમ્યગ્દર્શન થવા પહેલાં તિર્યચના આયુષ્યનો બંધ પડી ગયો હોય તો તે જીવ ભોગભૂમિનો તિર્યંચ થાય છે. તે ક્ષાયિક સમકિત લઈને પણ તિર્યંચમાં જાય છે. હવે તે જીવને ત્યાં કદાચ સાત તત્ત્વના નામની ખબર ન હોય પણ, સાતે તત્ત્વોના ભાવનું યથાર્થ ભાસન તો હોય છે.
દ્રવ્ય સત, ગુણ સત્ અને પર્યાય સત્ એમ તે ત્રણે સત કહેવાય, પણ વાસ્તવમાં સત્ ત્રણ નથી, ત્રણે મળીને એક સત્ છે. સત દ્રવ્યનું લક્ષણ છે. અહાહા..! ધ્રૌવ્ય-વ્યય-ઉત્પાદથી આલિંગિત સત દ્રવ્યનું લક્ષણ છે. આ રીતે જગતનાં સર્વ દ્રવ્યો સત્ છે. તેથી સર્વ દ્રવ્યોનું ટકીને બદલવાપણું છે તે પોતપોતાના સ્વભાવથી જ છે, કોઈના કારણે બીજા કોઈનું બદલવાપણું છે જ નહિ. આ પ્રમાણે સ્વ-પરની સત્તા ભિન્ન-ભિન્ન હોવા છતાં, પરવસ્તુના કાર્યો હું કરું છું એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાનો ઇન્કાર કરી, પરને પોતાને આધીન માની તેની સ્વાધીનતાને હણવા ઇચ્છે છે. પણ અરે, પરવસ્તુ તેને આધીન થઈને પરિણમતી નથી. પરિણામે અજ્ઞાની જીવ પરના આશ્રયે પરિણમતો થકો આકુળ-વ્યાકુળ થઈ પોતાની સત્તાને જ હણે છે. અજ્ઞાની પરની સત્તામાં ઘાલમેલ કરવા જાય છે, પણ એમ બનવું સંભવિત નથી, તેથી ત્યાં વિસંવાદ ઊભો થાય છે, તેની શાંતિ હણાય છે, તેને અશાંતિ અને દુઃખપૂર્ણ સંસાર જ ફળે છે. આ પ્રમાણે તત્ત્વના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વિના જીવ દુઃખી થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com