________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭-અગુરુલઘુતશક્તિ : ૯૫ અહાહા...આ (–આત્મા) તો મોટો દરિયો છે. અસંખ્ય જોજનના વિસ્તારવાળો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર તો સાધારણ છે. આત્મા તો અનંત અનંત ભાવથી ભરેલો મહાસમુદ્ર છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ભગવાનની વાણીનો મહિમા કરતાં કહ્યું છે કે:
અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, ....
... જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. હવે ધ્વનિ જ્યાં આવી છે ત્યાં તેની વાચ્યવસ્તુ-અનંત અનંત સ્વભાવથી ભરપુર ભગવાન આત્માનું શું કહેવું?
ભાઈ, આ શક્તિના વર્ણનમાં તો ઘણું ઘણું ભર્યું છે, તેમાંથી શક્તિ અનુસાર થોડું થોડું કહેવાય છે. કંકોત્રીમાં લખે છે ને કે થોડું લખ્યું ઝાઝું કરી માનજો ને મંડપની શોભામાં અભિવૃદ્ધિ કરવા વહેલા વહેલા આવજો. તેમ અહીં પણ શક્તિના વર્ણનમાં થોડું કહ્યું ઝાઝું કરી માનજો અને અંતર્દષ્ટિ કરી આત્માની શોભા વધારજો. ભાઈ ! તારો આત્મા સ્વસ્વરૂપમાં-નિજ એકત્વ-શુદ્ધત્વસ્વરૂપમાં સદાય સુપ્રતિષ્ઠિત શોભારૂપ છે. અહા ! આવો તેનો અગુસ્લઘુત્વ સ્વભાવ છે તેને ઓળખી તેમાં જ અતલીન થઈ પરિણમે તે શોભા છે.
આ રૂપાળું શરીર, વસ્ત્ર-આભૂષણ, ધન-સંપત્તિ ને બાગ-બંગલા એ તો બધાં જડ પુદગલરૂપ છે બાપુ ! એનાથી કાંઈ આત્માની પ્રતિષ્ઠા-શોભા નથી. એ તો બધાં પુણ્યકર્મને આધીન છે ને જોતજોતામાં વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા-ચૈતન્યબિંબ પ્રભુ-નિજ ચૈતન્યપ્રકાશથી સ્વયં શાશ્વત શોભાયમાન છે. અહાહા..! તેને ઓળખી, અંતરદૃષ્ટિ વડે ત્યાં જ લીન થઈ રહેવું તે પર્યાયની વાસ્તવિક શોભા છે. અહાહા..! અંતરાત્મા થઈ પરમાત્મા તું થા એનાથી બીજી કઈ શોભા? અહાહા....! ભગવાન આત્મા-ચૈતન્ય મહાપ્રભુ અનાદિઅનંત પોતાના સ્વસ્વરૂપમાં ચિતૂપસ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે, કોઈ બીજા (શરીરાદિ, વડ તેની પ્રતિષ્ઠા નથી. આવા નિજ સ્વરૂપના આલંબને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ નવી શોભા-પ્રતિષ્ઠા પ્રગટે છે. આનું નામ ધર્મ છે. અહો ! આવો આત્માનો અચિન્ય અગુરુલઘુત્વ સ્વભાવ છે જે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપક થાય છે.
જુઓ, અહીં આ શક્તિના અધિકારમાં વ્યવહારની કોઈ વાત જ લીધી નથી. વ્યવહારના રસવાળાનેપક્ષવાળાને તો આ વાત બેસે નહિ. ભાઈ ! રાગ આવે તેનું જ્ઞાન કરવું તે વ્યવહાર છે. એ જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે, રાગને કારણે નહિ. હવે આમાં લોકો ભડકે છે. એમ કે-આ નિશ્ચય છે, એકાંત છે–એમ કહી તેઓ ભડકે છે, ને ભડકાવે છે. પણ ભાઈ, આ તો સમ્યક એકાંત છે બાપુ! સમ્યક એકાંતનું જ્ઞાન થાય તેને પોતાની પર્યાયમાં અપૂર્ણતા છે તેનું જ્ઞાન થાય છે; આનું નામ અનેકાન્ત છે. હવે આમાં વાંધા ઉઠાવી તકરાર કરે, પણ શું થાય? (વસ્તુ જ આવી છે એમાં શું થાય?)
હા, પણ ઘરબાર, કુટુંબ-પરિવાર, દુકાન-ધંધા વગેરે ત્યાગવાં પડે ને !
ઉત્તર:- અરે ભાઈ, રાગનો ત્યાગ પણ જ્યાં આત્માના સ્વરૂપમાં નથી ત્યાં પરના ત્યાગની શી કથા? ઘરબાર, કુટુંબ-પરિવાર ઇત્યાદિ છોડ્યાં એટલે સંસાર છોડ્યો એમ તે માન્યું છે પણ તે માન્યતા યથાર્થ નથી. વાસ્તવમાં તો સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા થયે ઘરબાર ઇત્યાદિ પર પદાર્થો સંબંધી મમત્વ ને આસક્તિ મટી જાય છે, થતાં-ઉપજતાં નથી તો તે છોડયા એમ કથનમાત્ર વ્યવહારથી કહેવામાં આવે છે. અરે! લોકોને અંદર નિર્વિકલ્પ અનુભવની દશારૂપ-અતીન્દ્રિય આનંદની દશારૂપ ધર્મ છે તેની ખબર નથી, ને એકલા બહારના ત્યાગ વડે ધર્મ થવાનું માને છે, પણ તે માન્યતા યથાર્થ નથી.
સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું સ્વરૂપ તો ખ્યાલમાં આવે એવું છે, પણ આ સત્તરમી અગુરુલઘુત્વશક્તિનું સ્વરૂપ તો આગમગમ્ય એટલે આગમથી પ્રમાણિત કરવા યોગ્ય છે, તે તર્કગોચર નથી, કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ થવા યોગ્ય છે. અહાહા...! એક સમયમાં એક સમયની પર્યાયમાં, કહે છે, છ પ્રકારે વૃદ્ધિ ને છે પ્રકારે હાનિ એમ બારેય બોલ એક સાથે લાગુ પડે છે. દરેક ગુણની, દરેક સમયની દરેક પર્યાયમાં પગુણવૃદ્ધિહાનિ થાય છે. એક સમયમાં પગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com