________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪–અભાવશક્તિ : ૧૫૯ કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ. કર્મની અવસ્થાથી તો ભગવાન આત્મા શૂન્ય છે. જે તારામાં નથી તે તને શું કરે ? અરે, કર્મ તો શું, કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા વિકારથી પણ આત્મા શૂન્ય છે, ને પોતાના આનંદસ્વભાવથી અશૂન્ય છે. અહા ! આ ભાવ-અભાવશક્તિ વર્ણવીને આચાર્યદવે ગજબની વાત કરી છે.
આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિનો આત્મામાં અભાવ છે. નામકર્મની તીર્થંકર પ્રકૃતિથી આત્મા શૂન્ય છે, ને તીર્થકર પ્રકૃતિના કારણરૂપ સોલહકારણ ભાવનાથી પણ આત્મા શૂન્ય છે. અહા ! આ અભાવશક્તિમાં તો ગજબની વાત છે.
તો, “દરશવિશુદ્ધિ ભાવના ભાય, સોલહુ તીર્થંકરપદ પાય, પરમગુરુ હો, જય જય નાથ પરમગુરુ હો.” એમ સોલહકારણની પૂજા કરવામાં આવે છે ને ?
એ તો બધો બાહ્ય વ્યવહાર બાપુ! બાકી એ ભાવનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. જે ભાવથી કર્મપ્રકૃતિ બંધાય તે ભાવની આત્માની વર્તમાન ભાવરૂપ નિર્મળ દશામાં અવિધમાનતા જ છે એવી આત્માની આ અભાવશક્તિ છે. આવી વાત લોકોને મળી નથી એટલે પરંપરા તૂટી ગઈ, સતગુરુ પણ રહ્યા નહિ. ૫. જયચંદજીએ લખ્યું છે કે આ ગ્રંથના ગુરુ-સંપ્રદાયનો (–ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો ( યથાશક્તિ ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે, તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કયાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ ઠગ્રાહી હોતા નથી.
અહાહા...! ભગવાન આત્મા પૂર્ણ પવિત્રતાનો પિંડ છે. તેની વર્તમાન વિદ્યમાન અવસ્થા પણ પવિત્ર છે; તે અપવિત્રતાથી શૂન્ય છે. દ્રવ્યકર્મ, નો કર્મ ને ભાવકર્મથી તે શૂન્ય છે. પાંચ શરીરથી તે શૂન્ય છે. જો કે જ્ઞાનીને જ તીર્થકર પ્રકૃતિ હોય છે, અજ્ઞાની હોતી નથી; આહારક બંધનની પ્રકૃતિ પણ સમકિતીને (મુનિવરને) હોય છે, અજ્ઞાનીને હોતી નથી. તથાપિ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થામાં તે દ્રવ્યકર્મ, નોકર્મ ને ભાવકર્મનો અભાવ છે. આ રીતે કર્મથી હું હેરાન છું—એવી માન્યતા બરાબર નથી. વાસ્તવમાં “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા' અમે વાત છે.
અહાહા...! ભગવાન આત્મા પરમ પવિત્ર ચૈતન્યરત્નાકર પ્રભુ પોતાની પવિત્રતાનો રક્ષક-નાથ છે. પોતાના યોગક્ષેમનો કરનારો હોય તેને નાથ કહીએ, કેમકે તે મેળવેલી ચીજની રક્ષા કરે છે, અને નહીં મેળવેલી ચીજને મેળવી આપે છે. ભગવાન આત્મા વર્તમાનમાં વિદ્યમાન નિર્મળ દશા છે તેની રક્ષા કરે છે. પોતે વિકારના અભાવસ્વભાવે છે ને! તો વિકારને પ્રવેશવા દેતો નથી, અને વર્તમાનમાં કેવળજ્ઞાનનો અભાવ છે તેને તે અંતઃપુરુષાર્થની પૂર્ણ પ્રકર્ષતા વડ મેળવી આપે છે. અહા! આવો ભગવાન આત્મા નાથ છે. સમજાય છે કાંઈ...? અહો ! પંચમ આરાના મુનિવર શ્રી કુંદકુંદાચાર્યદેવે તીર્થકર તુલ્ય કામ કર્યું છે, ને અમૃતચંદ્રસૂરિએ તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ શક્તિઓનું સ્પષ્ટીકરણ ૫. દીપચંદજીએ વિશેષતાથી કર્યું છે. થોડું સમયસાર નાટકમાં પણ છે.
અહા ! આત્મા અનંત શક્તિનું એકરૂપ ધ્રુવ ચૈતન્યદળ છે. તેની દષ્ટિ સહિત અનુભવ જેને અંતરમાં પ્રગટ થયો તેની વર્તમાન વિધમાન શુદ્ધ અવસ્થામાં વિકારનું અવિધમાનપણું છે. અહાહા...! જ્ઞાની-ધર્મી પુરુષ, રાગની અવસ્થાથી, મારી વિધમાન જ્ઞાનની દશા શૂન્ય છે એમ અનુભવે છે. રાગ છે એ તો અજ્ઞાનીને પર્યાયષ્ટિમાં વિધમાન છે. કર્મના નિમિત્તે જે દશા થાય તેને અજ્ઞાની પોતાની માને છે, અને આ માન્યતા જ તેને સંસાર પરિભ્રમણનું અને દુઃખનું કારણ છે.
પ્રશ્ન:- તો ગોમટસારમાં જ્ઞાનાવરણીયના નિમિત્તથી જ્ઞાન રોકાય છે એમ આવે છે ?
ઉત્તર- હા, આવે છે; પણ એ તો નિમિત્તનાં કથન બાપુ! જીવને પોતાની દ્રવ્યદૃષ્ટિની દશાનો અભાવ છે તો તે પોતે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે છે, અને ત્યારે જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્ત હોય છે બસ. કર્મ જ્ઞાન રોકે છે એવો એનો અર્થ નથી. કર્મપ્રકૃતિએ આવરણ કર્યું એ તો નિમિત્તની પ્રધાનતાથી જીવની હીણી દશા બતાવવા માટેનું વ્યવહારનયનું કથન છે વાસ્તવમાં ભાવઘાતી કર્મથી વિકૃત દશા થાય છે, દ્રવ્યઘાતી કર્મ તો તેનું નિમિત્ત માત્ર છે. અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે આત્મા ભાવઘાતી કર્મ ને દ્રવ્યઘાતી કર્મની અવસ્થાથી શૂન્ય-અવિદ્યમાન છે. સ્વભાવની દષ્ટિ થતાં અનંત ગુણની નિર્મળ વિધમાન અવસ્થા હોય છે, ને તેમાં કર્મ, શરીર અને રાગની અવસ્થા અવિદ્યમાન છે. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય કયાં હોય? કયાંય ન હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com