________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! પ્રભુ! તારામાં જેટલી અનંત શક્તિઓ છે તે બધી સંકોચ વિના વિકાસ પામે એવો પ્રત્યેક શક્તિનો સ્વભાવ છે. જીવત્વશક્તિમાં જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા ચા૨ ભાવપ્રાણ છે; તેનો સંકોચ વિના પર્યાયમાં વિકાસ થાય એવો જીવત્વશક્તિનો સ્વભાવ છે. સ્વશક્તિને સ્પર્શ કરીને પરિણમતાં જ આત્મા સ્વયં વિકાસ પામે છે. અરે પ્રભુ! તું અંદર જો તો ખરો; તું દીન નથી, ભિખારી નથી, પામર નથી, અધુરો નથી. અહાહા...! અનંત અનંત પ્રભુતાનો સ્વામી સર્વ શક્તિથી ભરપુર ૫રમેશ્વર છો ને પ્રભુ! અહાહા...! દિગંબર સંતો તને પ્રભુ કહીને બોલાવે છે ને! ગાથા ૭૨ની ટીકા લખતાં આચાર્ય અમૃતચંદ્રસ્વામી તને ‘ભગવાન આત્મા' કહીને પુકારે છે ને! અહો ! અતીન્દ્રિય આનંદના ઝુલે ઝુલનારા વિરાગી દિગંબર સંતો તારા આત્માને ભગવાન કહીને જગાડે છે. જાગ નાથ ! જાગ. અંતર-પ્રતીતિ કરી અંતર-રમણતા કરતાં તારામાં ( પર્યાયમાં ) પરમાત્મપદનો વિકાસ થશે.
પ્રશ્ન:- હા, પણ આપ મુનિને માનતા નથી ને ?
ઉત્ત૨:- અરે ભાઈ! અમે તો દિગંબર સંતો-મહામુનિવરોના દાસાનુદાસ છીએ. ત્રણ કષાયના અભાવવાળી અંતરંગમાં અતીન્દ્રિય શાંતિ-આનંદ પ્રગટયાં હોય એવી મુનિદશા તો સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. અહા ! આવી મુનિદશાને કોણ ન માને ભાઈ? અહા ! દિગંબર સંત-મુનિવરોની અંતર્બાહ્ય દશા કોઈ અદ્ભુત અલૌકિક હોય છે. પણ બાહ્ય દ્રવ્યલિંગમાત્ર મુનિપણું નથી. આગમ પ્રમાણે બાહ્ય વ્રતાદિનો સાચો વ્યવહાર હોય તે દ્રવ્યલિંગ છે. પણ આગમ પ્રમાણેનો સાચો વ્યવહારેય ન હોય ત્યાં શું કરીએ ? (ભાવલિંગ તો દૂર રહો). ચોકા લગાવી પોતાના માટે બનાવેલો આહાર લે એમાં તો આગમ પ્રમાણેના ચોખ્ખા વ્યવહારનું-દ્રવ્યલિંગનુંય ઠેકાણું નથી. ભાઈ! કોઈનો અનાદર કરવાની કે કોઈને દુઃખ લગાડવાની આ વાત નથી, પણ તારી ચીજ કેવી છે, મોક્ષમાર્ગનું સ્વરૂપ કેવું છે તે પોતાને સમજવા માટેની આ વાત છે.
વળી કોઈ કહે છે –દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, પણ તેની એ માન્યતા યથાર્થ-સત્યાર્થ નથી. વાસ્તવમાં તેને ત્રિકાળી દ્રવ્ય અને દ્રવ્યની શક્તિની અંતરંગ પ્રતીતિ થઈ નથી. અહીં તો કહે છે -રાગની મંદતાની અપેક્ષા વિના જ પોતાના અનંતા ગુણો સંકોચ વિના પર્યાયમાં વિકાસરૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. અરે ભાઈ! રાગના અભાવસ્વરૂપ વીતરાગતાની (–ચારિત્રની) પૂર્ણ દશા પ્રગટ કરે એવો આત્માનો સ્વભાવ છે, પણ રાગ કરે એવી તો આત્માની કોઈ શક્તિ નથી. પૂર્ણ વિકાસપણે શક્તિ સ્વયં પરિણમે છે ત્યાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત જ કયાં રહે છે? અહો! આ તો આચાર્ય અમૃતચંદ્રદેવે અમૃતના દરિયા
ભરી દીધા છે.
અહા ! ચૈતન્યરૂપ અમૃતનો સાગર પ્રભુ તું આ મૃતક ક્લેવરમાં કયાં મૂર્છાઈ ગયો? સમયસાર, ગાથા ૯૬ની ટીકામાં આવે છે કે-અમૃતસાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. અરે ભાઈ! જેની તું રાતદિન સેવા ને આળપંપાળ કરે છે તે આ શરીર તો જડ, અચેતન, મૃતક કલેવર છે; એમાંથી બળીને રાખ નીકળશે, પણ એમાંથી વિકસીને કેવળજ્ઞાન નહિ નીકળે. માટે દેહની મમતા જવા દે, આ રૂપાળા શરીરના આકારને દેખવું જવા દે, તે તારી ચીજ નથી. અંદર જ્ઞાન, આનંદ આદિ શક્તિ ત્રિકાળ પડી છે તેમાં અંતર્મુખ ષ્ટિ કર અને તેની જ સેવા કર; અહાહા...! તેથી જ્ઞાન ને આનંદની દશાનો વિકાસ થઈ પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન અને પૂર્ણ આનંદની પ્રગટતા થશે, અને આ જીવનનું નાવ સંસારસાગર તરીને પાર ઉતરી જશે.
અરે ભાઈ ! આ સંકોચરૂપ અલ્પજ્ઞ પર્યાય એ કાંઈ તારા આત્માનો સ્વભાવ નથી. અહાહા...! તારામાં તો સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ આદિ શક્તિઓ પડી છે; વળી તેની પૂર્ણ વિકાસરૂપ સર્વજ્ઞ દશા અને સર્વદર્શી દશા પ્રગટ થાય એવો તારો અસંકોચવિકાસ સ્વભાવ છે. માટે આ અલ્પજ્ઞ દશા અને રાગની દશા જે પામર ચીજ છે તેની પ્રતીતિ જવા દે. હું અલ્પજ્ઞ છું, હું રાગી છું-એવી પ્રતીતિ જવા દે; એ તો મિથ્યા પ્રતીત છે ભાઈ ! એવી પ્રતીતિ હોતા તારી સંકોચદશાહીનદશા કેમ મટશે? અને તને અસંકોચવિકાસ કયાંથી પ્રગટશે ? અહાહા...! અંદર વસ્તુ પોતાના પૂર્ણ બેહદ સ્વભાવથી ભરપુર છે એમ વિશ્વાસ લાવી તેમાં તન્મય થઈ પરિણમતાં વસ્તુ અસંકોચવિકાસરૂપ પરિણમી જાય છે. આવો મારગ છે બાપુ!
અા! આત્માના સ્વભાવની અંતર-દષ્ટિ કરવી અને પોતાની ત્રિકાળી ચીજના બેહદ સામર્થ્યનો વિશ્વાસ કરવો એ કોઈ અલૌકિક ચીજ છે. અહાહા...! જેને ક્ષેત્ર-કાળની કોઈ મર્યાદા નથી એવી અમર્યાદિત જ્ઞાનશક્તિ વિકાસ પામીને સર્વ લોકાલોકને જાણવારૂપે પરિણમે છે. પરમાત્મપ્રકાશમાં જે મંડપ અને વેલનું દૃષ્ટાંત આપ્યું છે ત્યાં વેલમાં મંડપથી આગળ જવાની શક્તિ નથી એમ નથી, તેમ લોકાલોક છે એનાથી અનંતગુણો હોય તો પણ જ્ઞાનની દશા પૂર્ણ વિકાસરૂપે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com