________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
કરતાં. ’
જોયું ? અનાદિકાળથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. કર્મને લઈને ભ્રષ્ટ થયો છે એમ લોકો કહે છે ને? પણ એમ છે નહિ. અહા! ‘અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા'; પોતાની ચીજને પોતે ભૂલી ગયો અને વિપરીત માની લીધું, તેથી તે સ્વરૂપથી ચ્યુત થયો છે. અહાહા...! પોતે ચિદાનંદઘન પ્રભુ અંદર છે, આનંદનું વાસ્તુ-ઘર પોતે છે–તેને ભૂલીને તે નિજયરથી ભ્રષ્ટ થયો છે. ભજનમાં આવે છે ને કે
હમ તો કબહૂઁ ન નિજઘર આયે,
૫૨૫૨ ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધાયે; હમ તો કબહૂઁ ન નિજઘ૨ આયે.
હું મહંત છું, બાવાજી છું, સંન્યાસી છું, ત્યાગી છું, વ્રતી છું, સાધુ છું–એમ અનેક નામ ધારણ કીધાં, પણ એમાં શું આવ્યું? એ તો બધાં ૫૨૦૨ બાપુ! એમાં જે રાજી થાય છે એ તો સ્વરૂપથી ચ્યુત છે.
અહા! અજ્ઞાન જ પરતંત્રતા ને પરતંત્રતાનું કારણ છે; કર્મને લઈને પરતંત્રતા થઈ છે એમ નથી. ‘ કર્મ બિચારે કૌન ? ભૂલ મેરી અધિકાઈ.' પોતાની વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન ને વિપરીત આચરણ વડે પોતે સ્વસ્વરૂપથી ચ્યુત થયો છે. વિપરીત શ્રદ્ધાન વડે પરને આધીન થયો તેથી પરાધીન છે, ૫૨-કર્મે આધીન કર્યો છે એમ છે નહિ. કર્મ તો બિચારાં જડ છે, તે શું કરે ? અરે ભગવાન! તારી ભૂલ તું બીજા પર નાખી દે છે! આ તો અનીતિ છે. અરે, પણ એને આવી કર્મ પર ઢોળવાની અનાદિથી ટેવ પડી ગઈ છે. ઓહો...! અહીં તો સ્વતંત્રતાના ઢંઢેરા પીટયા છે. કર્મ ભિન્ન અને તુંય ભિન્ન પ્રભુ છો. પરંતુ
જેમ લોકમાં માને છે કે અમને ઇશ્વરનો સહારો છે, તેમ જૈનમાં કોઈ અજ્ઞાની જીવો એમ માને છે કે અમને કર્મનો સહારો છે, કર્મ મારગ આપે તો ધર્મ થાય. અર્થાત્ અજ્ઞાનીઓને કર્મ ઇશ્વર થઈ પડયો છે. અરે પ્રભુ! તને સહાય કરે એવો કર્તા ઇશ્વર છે જ કયાં? તારો ઇશ્વર તું છો. સાધકદશા અને સાધ્યદશા-બન્ને રૂપે પરિણમનારો તું જ તારો ઇશ્વર છો. બીજો ઇશ્વર તારું કરે એ તો કેવળ (જૂઠી) કલ્પના છે. બીજો (કર્મ વગેરે ) તો તારાથી અન્ય છે, તે તારો ઇશ્વર કેમ થાય ? અર્થાત્ તે તારું શું કરે? કાંઈ જ ન કરે. કર્મ તારું કાંઈ જ ના કરે. સમજાય છે કાંઈ...? અહાહા...! અખંડ પ્રતાપથી યુક્ત સ્વાતંત્ર્યથી શોભાયમાન એવો પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેની દૃષ્ટિ નહિ કરતા અનાદિથી વિકારની દષ્ટિ કરીને તું પોતે જ પરાધીન થયો છે. કોઈ બીજો-કર્મ આદિ-પરાધીન કરે છે એમ સંતોએ, ગણધરોએ કહ્યું જ નથી. પ્રવચનસારમાં નય અધિકારમાં આવે છે કે-‘આત્મદ્રવ્ય ઇશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.' લ્યો, આમ જીવ પોતાની પર્યાયમાં પરાધીન પોતાના કારણે થાય છે. સ્વતંત્રતા ભોગવે તેય પોતાથી, ને પરાધીનતા ભોગવે તેય પોતાથી. અહાહા...! આ તે શું ટીકા છે?
અનાદિથી મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર વડે જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે એમ કહ્યું ને? મતલબ કે પુણ્યભાવમાં ઉપાદેય બુદ્ધિ, અલ્પજ્ઞદશામાં પૂર્ણદશાની ભ્રાન્તિ-અહાહા...! આવો જે મિથ્યાભાવ-વિપરીત શ્રદ્ધા-એને લઈને જીવ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. આ શરીર મારું, ને પુણ્ય-પાપ મારાં, સ્ત્રી-કુટુંબ પરિવાર મારાં-એવી જે ૫૨દ્રવ્ય-૫૨ભાવમાં મમત્વબુદ્ધિ છે તે મિથ્યાદર્શન છે; શુદ્ધ ચિન્માત્ર હું આત્મા છું એમ નહિ માનતાં હું મિલન છું, રાગી છું, પુણ્યપાપવાળો છું એવી માન્યતા મિથ્યાદર્શન છે; અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ વ્યવહારનો જે શુભ વિકલ્પ તેનાથી મને ધર્મ થાય છે એવી માન્યતા પણ મિથ્યાદર્શન છે; શરીરાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું એય માન્યતા મિથ્યાદર્શન છે. અહા ! આમ મિથ્યાદર્શન વડે જીવ અનાદિથી, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયો છે.
વળી પોતે જ્ઞાનસ્વરૂપ છે તેનું જ્ઞાન અને તેનો સ્વીકાર નહિ કરતાં જે પોતાના સ્વરૂપમાં નથી એવાં દેહ, મન, વાણી, ઇન્દ્રિય અને પુણ્ય-પાપના ભાવ-તેનું જ્ઞાન કરવામાં રોકાય તે મિથ્યાજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના, સ્વસ્વરૂપના જ્ઞાન વિના કદાચિત્ અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન થઈ જાય તોય શું? આત્મજ્ઞાન વિના એ કાંઈ ચીજ નથી.
.
આત્મજ્ઞાન હી જ્ઞાન હૈ, શેષ સભી અજ્ઞાન
.
અહા ! આવા અજ્ઞાન-મિથ્યાજ્ઞાન વડે જીવ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયો છે.
તથા સ્વસ્વરૂપમાં-એક જ્ઞાયકભાવમાં લીન થઈને ન રહેતાં શુભાશુભભાવમાં લીન થઈને રહેવું તે મિથ્યાચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com