________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અને ત્યારે અનંત ધર્મોનું ભેગું જ પરિણમન થાય છે. બધા જ ગુણો એક સાથે પરિણમે છે, પર્યાયમાં એકસાથે પરિણત થાય છે, ને તેમાં રાગનો-વિકારનો અભાવ છે. આ અનેકાન્ત છે. વ્યવહારનો અભાવ ને નિશ્ચયનો સદ્દભાવ-અનું નામ સમ્યક્ અનેકાન્ત છે.
આ પ્રમાણે અહીં અનંતધર્મવશક્તિ પૂરી થઈ.
૨૮: વિરુદ્ધધર્મત્વશક્તિ ‘તરૂપમયપણું અને અતરૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ.'
જુઓ, સમયસારમાં તત-અત ઇત્યાદિ ચૌદ બોલ વર્ણવ્યા છે ત્યાં એમ લીધું છે કે-જ્ઞાયકસ્વભાવી આત્મા નિજ જ્ઞાયકસ્વરૂપથી તત છે, ને પરજ્ઞયો તેમાં નથી તેથી શયસ્વરૂપથી અતત છે. અહા ! પોતામાં જે જ્ઞાન આદિ ભાવ છે તે વડે તપણું છે, પણ પોતામાં જે ભાવ નથી તે વડે અતપણું છે. આત્મા જ્ઞાનસ્વરૂપથી તત છે, કેમકે આત્મા જ્ઞાનથી તદરૂપમય છે, પણ આત્મા રાગાદિથી-શયોથી અતત છે કેમકે આત્માને રાગાદિથી–પરથી અતદુરૂપમયતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? અહા ! આ રીતે તપણું અને અતપણે એવા બન્ને વિરુદ્ધ ધર્મો એકી સાથે જેમાં રહેલા છે એવા આત્માનો વિરુદ્ધધર્મત્વ સ્વભાવ છે.
સમયસાર, પરિશિષ્ટમાં જ્ઞાયક અને શેય વચ્ચે તત-અતત ધર્મોનું વર્ણન કર્યું છે. જ્ઞાયક જ્ઞાયકસ્વરૂપે પોતાથી છે, અને જ્ઞયસ્વરૂપથી–પરજ્ઞયથી નથી એમ ત્યાં તત-અતભાવ કહેલ છે. પંચાધ્યાયીમાં એમ કહ્યું છે કે-વસ્તુ વસ્તુપણે પોતાથી તત્ છે, ને પરવસ્તુપણે તે અતત્ છે અર્થાત્ નથી. ત્યાં દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પણ તત-અતપણું ઉતાર્યું છે. અહો ! આ તો અનેકાન્તનું એકલું અમૃત છે.
પ્રત્યેક વસ્તુ પોતાથી છે તે તત, અને પરવસ્તુપણે નથી તે અતતઃ આવા તત-અતત્ ધર્મો વસ્તુમાં એકી સાથે રહેલા છે એવી વસ્તુની વિરુદ્ધધર્મવશક્તિ છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. અન્યમતમાં તો એક જ આત્મા સર્વવ્યાપી છે એમ માને છે, તેઓ અનેકપણું માનતા નથી. પરંતુ જગતમાં અનંત દ્રવ્યો છે. તેમાં પ્રત્યેક દ્રવ્ય પોતાથી–પોતાના સ્વરૂપથી છે, અને તે અનંત પરદ્રવ્યપણે નથી આવો જ દ્રવ્ય-સ્વભાવ છે, વસ્તુસ્વભાવ છે. અહીં આત્મદ્રવ્યની વાત છે, તો કહ્યું કે-જ્ઞાન જ્ઞાનપણે છે, ને જ્ઞયપણે નથી. આ રીતે તત્-અતપણું એ આત્મનિષ્ઠ આત્માના ધર્મો છે. અહા ! જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ્ઞયનું-રાગાદિનું જ્ઞાન કરે છે, પણ શેય-રાગાદિ તેમાં છે નહિ, તેનો અતત્ સ્વભાવ રાગાદિને-પરજ્ઞયને અંદર પ્રવેશવા દેતો નથી. જુઓ, આ આત્માને જીવિત રાખનારું ભેદજ્ઞાન! આ તો અલૌકિક ચીજ છે બાપુ !
પંચાધ્યાયીમાં આવે છે કે-તત-અતત અને નિત્ય-અનિત્યમાં શું ફેર છે?
તેને, તે છે અર્થાત્ તે-રૂપથી–સ્વરૂપથી તે છે તે તપણું છે, ને તેને, તે નથી, અર્થાત્ પરરૂપથી તે નથી તે અતત્પણું છે. આ તતઅતત ધર્મો વસ્તુનિષ્ઠ ત્રિકાળી સ્વભાવ છે. નિત્ય-અનિત્ય ધર્મો તો અપેક્ષિત ધર્મો છે. વસ્તુ દ્રવ્યરૂપથી ત્રિકાળ છે તે નિત્ય, ને પર્યાયરૂપથી ક્ષણિક છે તે અનિત્ય. આમ નિત્ય-અનિત્ય એ અપેક્ષિત ધર્મો છે. આમ બન્નેમાં ફેર-ફરક છે.
અહીં કહે છે–આત્મામાં એક સાથે બે વિરુદ્ધ શક્તિઓ રહે છે એવી એની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. જ્ઞાન પોતાથી છે, શયથી નથી-આમ જે છે તે નથી એમ વિરોધ થયો; પણ આવા વિરુદ્ધ ધર્મો એકી સાથે અવિરોધપણે વસ્તુમાં રહે છે એવી આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે. આ ગુણ છે, તેની પરિણમનરૂપ પર્યાય છે. જ્યારે નિત્યઅનિત્ય તો અપેક્ષિત ધર્મો છે. દ્રવ્ય કાયમ રહેવાની અપેક્ષા નિત્ય કહેવાય, નિત્ય કોઈ ગુણ નથી, તેમ તેની કોઈ પર્યાય હોતી નથી. તથા પર્યાય પલટે છે એ અપેક્ષા વસ્તુ અનિત્ય કહેવાય. અનિત્ય કોઈ ગુણ નથી, અને તેની પર્યાય થાય છે એમ પણ વસ્તુ નથી. નિત્ય-અનિત્ય અપેક્ષિત ધર્મો છે.
આત્માની વિરુદ્ધધર્મત્વશક્તિ છે તે તેનો સ્વભાવ-ગુણ છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો એક જ વાત છે. આ શક્તિનું તત્ત્વઅતપણે પરિણમન પણ છે. પોતાના જ્ઞાનપણે જ્ઞાન રહે છે, અજ્ઞાનપણે થતું નથી; વીતરાગતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com