________________
( ૧૨ ) તેનામાં રહેલ વિભાવ નાશ પામી જાય છે અને તેના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન તેને સારી રીતે પ્રાપ્ત થાય છે.
એ જીવના આ વચન સાંભળી જૈન મુસાફર હૃદયમાં આનંદ પામી ગયે અને પિતાના હૃદયમાં જીવના સ્વરૂપનું મનન કરતે તે ત્યાંથી આગળ ચાલ, થેડે દૂર જતાં એક તેજસ્વી પુરૂષ તેને સામે મળે તેનું સ્વરૂપ જ્ઞાનના તેજથી પ્રકાશિત હતું, એક હાથમાં લિખિત પુસ્તક રહેલું હતું, અને બીજા હાથમાં મણીધાની તથા લેખની રખેલા હતા. તે પુરૂષને જોઈ મુસાફરે વંદના કરી. અને અંજળી જોડી તેને પુછયું.
મુસાફર–મહાનુભાવ, તમે કોણ છો ? તે પુરૂષે ગંભીર સ્વથી જણાવ્યું. જે પુરૂષ તને પહેલા મો હતો, તેનું શુદ્ધ સ્વરૂપ મારાથી ઓળખાય છે. તે ઉપરથી જાણી લે કે, “હું કેણ છું ?” મુસાફર પ્રસન્ન થઈને બે —મહાનુભાવ, મેં તમને ઓળ
ખી લીધા છે. તમે સર્વ પદાર્થોને દર્શાવનારા અને જ્ઞાનરૂપ ચક્ષુથી વિશ્વવિકન કરાવનારા આગમ છે. તમારે પ્રભાવ દિવ્ય અને અદભુત છે. તમારા સ્વરૂપને યથાર્થ જાણનારે અને સર્વદા તમારીજ સેવા કરનારે પુરૂષ કદિપણ અધોગતિને પામતે નથી. આ વિશ્વમાં તમારા સેવનથી જે આનંદ મળે છે, જે સુખાનુભવ પ્રાપ્ત થાય છે, અને જે સત્કીર્તિ સંપાદિત થાય છે, તે આનંદ સુખાનભવ, અને સત્કીતિ બીજાથી કદિપણ પ્રાપ્ત થતાં નથી. મહાનભાવ. કૃપા કરી તમારું શુદ્ધ સ્વરૂપ મને જણાવશે.
આગમ-ભદ્ર, હું આગમ છું. મારું રૂપ જ્ઞાન છે. હું નિશ્ચયનયમાં એક રૂપ દેખાઉં છું. અને વ્યવહારનયની અપેક્ષાએ અનેક રૂપ દેખાઉં છું. વ્યવહારનયમાં નયને વિરોધ માટે છે. એજ નયમાં આ બધું વિશ્વ ભરમાયું છે અને એજ ભ્રમથી આ વિશ્વમાં વાદવિવાદ ઉત્પન્ન થા છે. એ જગતને વાદવિવાદ મટાડવાને હું વચ્ચે પ્રમાણિક સાક્ષીરૂપે છું. હું શ્રી જિનેશ્વરને કહેવાઉં છું, તેથી મારી સાક્ષી પ્રમાણિક ગણાય છે. મારામાં સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com