________________
[ શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના સ્થાપક અને તેના પ્રાણ સમાન શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના જીવનકાળ દરમ્યાન જ આ પ્રકાશિત થતે ગ્રંથ-ગશાસ્ત્રને પ્રથમ વિભાગ-સંપૂર્ણ પણે છપાઈ ગયા હતા. પ્રસ્તાવના આદિ પણ છપાઈ ગયાં હતાં. પ્રકાશનવિધિ જ ખાસ બાકી રહી હતી. તે વિધિ થાય તે પૂર્વે જ તેઓશ્રીને સ્વર્ગવાસ થયે હેવાથી તેઓશ્રી તરફ કૃતજ્ઞતારૂપે જે. સા. વિ. સં. તરફથી તેમની જીવનઝરમર અહીં સંક્ષેપમાં રજુ કરવામાં આવે છે.]
શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દેશીની
જીવન ઝરમર
| ઊંચા હિમાલયની વેત ગિરિકંદરાઓ વચ્ચે આવેલા કેઈ સરોવરની કલ્પના કરો અને તેનાં નિર્મળ ઝીલમલ થતાં પાણીનાં તરંગોમાં તરતાં બાલ-સૂર્યનાં [Rising-Sun] નાં તેજ કિરશે જ. અંતરપટ પર તેનું જે વિમળ અને ભવ્ય દશ્ય અંકિત થાય તેના જેવું શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનું બાહ્ય અને આંતર વ્યક્તિત્વ હતું. સૌમ્ય પ્રસન્ન અને ઓજસ્વી.
સપ્રમાણ ઊંચી દેહયષ્ટિ, એકવડું શરીર, સ્ફટિક કે સંગેમરમરના આરસ જેવો સફેદ વાન, ઝગારા મારતું વિશાળ લલાટ, ઊંડાણને તાગતી ઝીણી પાણીદાર આંખે, વ્યક્તિ, વસ્તુ અને વિચારની ગંધને દૂરથી જ પારખી
Jain Education Inte
For Private & Personal use only
www.jainelibrary.org