________________
जीवन झरमर
રિविभूषितं पोगशास्त्रम्
જવાબદારી અને સિદ્ધિના સોપાન બી. એ. થઈને વૃદ્ધ પિતાનો જે હળવો કરવા ઝંખતા અમૃતલાલભાઈની ઈચ્છા ફળી નહિ. એ સૌભાગ્ય જોઈને ઉ૯લાસ અનુભવવા કાલીદાસભાઈ ત્યારે ન હતા. બી. એ. ને છેલ્લા વરસને અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ તેમના પિતા આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતા. પિતાના અવસાનથી મોટા કુટુંબના ભરણપોષણની જવાબદારીને ભાર ઉગતી યુવાન ઉંમરમાં જ તેમના ઉપર આવી પડશે.
“કર્મરેખા બલિયસી’- કમરેખા બળવાન છે એમ સમજીને તેમણે આ પવિત્ર જવાબદારી ઉપાડી લીધી. ૧૯૧૮માં સ્નાતક બન્યા બાદ તુરત તે મુંબઈ આવ્યા અને પિતાની વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના શેઠ શ્રી લધુભાઈ દામજી દોશીની “પેઈન્ટ મેન્યુફેકચરીંગ કંપની ની નોકરીમાં જોડાયા. વિજ્ઞાનના સ્નાતક ન હોવા છતાં રંગ અને રસાયણ ક્ષેત્રમાં અભ્યાસ અને કામ કામ કરવાની સૂઝ, કામ પ્રત્યેની ચીવટ અને ચોકસાઈ, વફાદારી અને પ્રામાણિકતા, ચપળતા અને કઠોર પરિશ્રમ વગેરે તેમના ગુણોથી આકર્ષાઈને “બી, શિવચંદ જેઠાલાલ એન્ડ કુ. એ તેમને ભાગીદાર થવા સામેથી નિમંત્રણ આપ્યું. અને ૧૯૨૪માં ધંધામાં ભાગીદાર બન્યા. ૧૯૨૮માં વિદેશની એલ. હોલીડે એન્ડ કું.ની સોલ એજન્સી લીધી. ભારતમાં પ્રતિનિધિત્વ કરતી આ કંપનીના ડીરેકટરને મળવા તેમણે ૧૯૩૪માં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હોલેન્ડ, સ્વીટ્ઝલેન્ડ અને જર્મનીની પણ મુલાકાત લીધી.
વ્રતધારી શ્રાવકને છાજે તેવી રીતે તેમણે આ વિદેશની સફર ખેડી. ૧૯૩૪માં વિદેશની ધરતી પર જૈનત્વને ટકાવી રાખવાની કોઈ જ સાનકળતા ન હતી. આથી અમૃતલાલભાઈ વિદેશના ચાર-છ માસના રોકાણ દરમ્યાન માત્ર દુધ અને ફળ પર જ રહ્યા. જેવા શુદ્ધ જૈન ભારતમાં હતા તેવા જ શુદ્ધ જૈન વિદેશમાં પણ રહ્યા.
Jain Education Inter
For Private & Personal Use Only
w jainelibrary.org