________________
|| ૬૭ ||
Jain Education Inte
0000000000
સમાધિમરણ
૭ મી જાન્યુઆરી ૧૯૭૭ ને શુક્રવારના સવારે ૬ વાગે હૃદયરોગના સખત હુમલા થયા. તુરત ડૉકટર આવ્યા. સારવાર આપવામાં આવી ૬-૪૫ વાગે કાંઈક સ્વસ્થ થયા અને ડૉકટર પણ તે હવે ભયમુક્ત છે એવુ આશ્વાસન પામીને ઘરે ગયા, આવી રહેલા અંતકાળને તેઓ પારખી ગયા હતા એટલે તેમણે ખાકી રહેલા શેષ કાળમાં દેહના કષ્ટોથી નિલે*પ રહીને ચીર-વિદ્યાય લેવાની તૈયારી શરૂ કરી. મુઝાતા દીપક થેડી પળા માટે ઝળહળી રહ્યો. બધા કુટુ'બીજનાને તેમણે લાવ્યા અને યાદ કરીને ખમાવ્યા. સાગવશાત્ સાધ્વીજી મહારાજના લાભ મલ્યા. તેમને વંદન કર્યુ. તેમની પાસે માંગલિક સાંભળ્યુ. અને વ્રત પચ્ચખાણુ કર્યા, જિનપૂજા અને જ્ઞાનપૂજા કરી અને ધર્માંશ્રવણુ શરૂ કર્યું. નવકારમંત્ર, ઉવસગ્ગહર, સ ંતિકર' અને ભક્તામર પૂરા થયા એટલે તેમણે લઘુશાંતિ શરૂ કરવાનું કહ્યું. તેમાં ગાનારથી વિસરાઈ ગયેલી ખીજી ગાથાની પંક્તિને પશુ પેાતે યાદ કરી આપી. વિષાદમય પળેા પસાર થતી ગઈ અને શાંતિની છેલ્લી ગાથાની પહેલી પક્તિ “સ મંગલ માંગલ્યમ.....” સાંભળીને તેમણે ૭-૪૫ વાગે સદાયને માટે આંખ સી'ચી દીધી. ઘેાડી પળેા માટે તેમના ચહેરા પર કાઇ અનેાખા અને દિવ્ય પ્રકાશ રેલાઈ રહ્યો.
For Private & Personal Use Only
॥ ૬૭ ||
www.jainlibrary.org