________________
tv
રિविभूषित rોના
जीवन झरमर
માટે શાસ્ત્રમાં આધાર શોધવા અથાક પ્રયત્ન કરતા તથા અનેક વિદ્વાન અને સાધુ ભગવંતો સાથે તલપશી ચર્ચા કરતા. આવા મંથનમાંથી જે જ્ઞાનરૂપી અમૃત મળે તેનો સર્વને લાભ આપવાના શુભ ઉદ્દેશથી તેનું પ્રકાશન કરતાં અને તેને આચરણમાં મુકવા માટે પણ પ્રયત્નશીલ રહેતા. સામાયિક અને પ્રતિક્રમણ ધ્યાન અને કાઉસ્સગ્ન તેમના માટે ફક્ત વિધિઓ ન હતી પણ કમ ખપાવવાના અને આધ્યાત્મિક વિકાસ માટેના અમેઘ સાધનો હતા. Herpes- જેવા રોગમાં થતી તીવ્ર પીડા અને Emplesyma થવાથી ફેફસાં જડ થઈ જતાં દેહને પ્રાણવાયુ ન મળવાથી કેવા કષ્ટો થાય છે તે અનુભવી જ સમજી શકે. શરીરથી અલગ આત્મભાવે પિતાને ભાળીને આ પીડાએ તેમના માટે પીડા નહોતી રહી. “ગદ્વારા પિતાની શુદ્ધિ થઈ રહી છે એમ તે વિચારે તે પીડા થાય છે પણ એનો અનુભવ થતો નથી કે પ્રભુ પાસેથી કંઈક પામી રહ્યો છું તેમ રોગી અનુભવે છે. સુખ કે દુખ દ્વારા આપણું ભલું જ થઈ રહ્યું છે એ દઢ વિશ્વાસ એ જ ભક્તિ છે.” આ તેમના શબ્દોમાં તેમના અનુભવનો નિચેડ છે. જ્ઞાનની આરાધના અને દેહના કષ્ટોનું સમભાવે વેદન એ તેમની આધ્યાત્મિક સાધનાનાં સોપાન બની રહ્યાં. તેના ફળસ્વરૂપે આખરે પ્રગટ થયું ધર્મશ્રવણ કરતાં કરતાં પૂર્ણ સભાન અવસ્થામાં સમાધિ મૃત્યુ.
Jain Education Inter
For Private & Personal use only
w
ww.jainelibrary.org